Feb 9, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1041

 

અધ્યાય-૩૫-અભિમન્યુની પ્રતિજ્ઞા 


II संजय उवाच II तदनीकमनाधृष्यं भरद्वाजेन रक्षितम् I पार्था समभ्यवर्तन्त भीमसेनपुरोगमाः II १ II

સંજય બોલ્યો-હવે ભીમસેન આદિ પાંડવોએ દ્રોણાચાર્યના રક્ષણ તળે રહેલા તે કૌરવસૈન્ય પર ચડાઈ કરી.સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન આદિ સર્વ પાંડવ યોદ્ધાઓ પોતપોતાની ટુકડીઓ સાથે દ્રોણ સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકદમ દોડ્યા.સામે દ્રોણાચાર્ય જરાયે ગભરાયા વિના તેમને બાણોના મોટા જથ્થાથી આગળ વધતા અટકાવવા લાગ્યા.હે રાજન,તે સમયે દ્રોણાચાર્યના બાહુઓનું બળ અમને અદભુત લાગ્યું હતું કેમ કે પાંચાલો ને સૃન્જયો એમની સામે ઝીંક  નહોતા.

Feb 7, 2026

ભાગવત રહસ્ય-૫૮-Bhgavat Rahasya-58

પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા 
પંચાધ્યાયીની કથા શરુ કરે છે.પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.
જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેને પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.
પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળની કથા કહેવામાં આવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1040

 

અધ્યાય-૩૪-ચક્રવ્યૂહ રચના (ચક્રાવો)


II संजय उवाच II समरेत्युग्रकर्माणि: कर्मभिर्व्यजितश्रमाः I सकृष्णा: पांडवा: पंच देवैरपि दुरासदाः II १ II

સંજય બોલ્યો-યુદ્ધમાં અતિ પરાક્રમ કરનાર અને પરાક્રમથી જ સ્પષ્ટ દેખાતા,પરિશ્રમવાળા શ્રીકૃષ્ણ સહીત પાંચ પાંડવો,દેવોથી પણ ગાંજ્યા જાય તેવા નહોતા.ધૈર્ય,પરાક્રમ,વંશ,બુદ્ધિ,કીર્તિ,યશ અને શોભા-આ બધા ગુણોની સમાનતાવાળો યુધિષ્ઠિર સિવાયનો બીજો કોઈ પુરુષ થયો નથી અને થશે પણ નહિ.હે રાજન,પ્રલયકાળનો યમ,વીર્યવાન પરશુરામ અને રથમાં બેઠેલો ભીમ એ ત્રણેય લોકમાં સરખા જ કહેવાય છે.પ્રતિજ્ઞાપાલન અને પરાક્રમ કરવામાં ચતુર એવા ગાંડીવધારી અર્જુનની તો આખી પૃથ્વીમાં મને ઉપમા જ મળતી નથી.

Feb 6, 2026

ભાગવત રહસ્ય-૫૭-Bhgavat Rahasya-57

શુકદેવજીને શ્રીકૃષ્ણનું આકર્ષણ થયું-પણ સગુણ-કે નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ થઇ.ત્યાં જ-વ્યાસજીના શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વભાવ સુંદરતા બતાવી છે)
“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1039

 

અભિમન્યુ વધ પર્વ 

અધ્યાય-૩૩-અભિમન્યુના વધનો સંક્ષેપ 


II संजय उवाच II पूर्वमस्मासु भग्नेषु फ़ाल्गुनेनामितौजसा I द्रोणे च मोघसंकल्पे रक्षिते च युधिष्ठिरे II १ II

સંજય બોલ્યો-અતુલ તેજવાળા અર્જુને આપણી સેનામાં પ્રથમ જ ભંગાણ પાડ્યું અને દ્રોણનો સંકલ્પ વ્યર્થ કરીને યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું.વળી,તમારા પુત્રોનો યુદ્ધમાં પરાજય થયો,તેમનાં કવચો તૂટી ગયાં હતાં ને તેઓ ધૂળથી ભરાઈ ગયા હતા,ત્યારે દ્રોણાચાર્યની સંમતિ પ્રમાણે તેઓ સૈન્યોને પાછાં વાળી છાવણી તરફ જવા લાગ્યા.તે પછી બીજા દિવસનું સવાર થયું ત્યારે દુઃખી મનવાળો દુર્યોધન વિનય અને અભિમાન સાથે દ્રોણાચાર્યને સર્વ યોધ્ધાઓના દેખતાં કહેવા લાગ્યો કે-

Feb 5, 2026

ભાગવત રહસ્ય-૫૬-Bhgavat Rahasya-56

વ્યાસજીએ અઢાર હજાર શ્લોકોનો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ કરશે ? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર સાથે,પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર શકશે નહિ.જન્મથી જ જેને માયાનો સંસર્ગ થયો હોય નહિ-એ જ આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.”