આજ કાલ તો લોકો –આટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો.આ સુખી થવાનો એક માર્ગ છે.મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થામાં –ઊંઘ આવતી નથી.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 17, 2026
ભાગવત રહસ્ય-૬૭-Bhgavat Rahasya-67
આજ કાલ તો લોકો –આટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો.આ સુખી થવાનો એક માર્ગ છે.મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થામાં –ઊંઘ આવતી નથી.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1049
અધ્યાય-૪૩-જયદ્રથની અદભુત શક્તિ
II संजय उवाच II यन्मां प्रुच्छसि राजेन्द्र सिन्धुराजस्य विक्रमम् I शृणु तत्सर्वमाख्यस्ये यथा पांडुनयोधयत II १ II
સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તમે મને સિંધુરાજના પરાક્રમ વિષે પૂછ્યું તો હવે તે વિષે સાંભળો.સિંધુદેશના ઘોડાઓ જોડેલા રથ પર વરાહના ચિહ્નનવાળો મહાન રૂપેરી ધ્વજ શોભતો હતો.તે રથમાં બેસીને જયદ્રથે મોટું ધનુષ્ય પહોળું કરીને અનેક બાણો ફેંકવા માંડ્યા હતા ને અભિમન્યુએ વ્યુહના જે જે ભાગો તોડી નાખ્યા હતા તેને પાછા પુરી દીધા હતા.તેણે સાત્યકિ,ભીમ,ધૃષ્ટદ્યુમ્ન,
વિરાટરાજ,દ્રુપદરાજ,શિખંડી,કેકયકુમારોને,દ્રૌપદીના પુત્રોને અને યુધિષ્ઠિરને અનેક બાણો છોડીને વીંધી નાખ્યા અને બીજા યોદ્ધાઓને મોટા બાણોના જથ્થાથી પાછા હટાવ્યા,એ અદભુત હતું.
Feb 16, 2026
ભાગવત રહસ્ય-૬૬-Bhgavat Rahasya-66
ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુપ્રેમમાં તન્મય થઈને ભગવતસ્વરૂપમાં લીન થયા છે. કૃતાર્થ થયા છે.તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે.સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાં –સાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે.
કબીર કહે છે--'જબ તુમ આયે જગતમેં જગ હસે તુમ રોય –ઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય'
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1048
અધ્યાય-૪૨-જયદ્રથને શંકરનું વરદાન
II धृतराष्ट्र उवाच II बालमत्यन्तसुखिनं स्वबाहुबलदर्पितम् I युद्धेषु कुशलं वीरं कुलपुत्रं तनुत्यजम II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-બાળક,અત્યંત સુખી,પોતાના બાહુબળથી ગર્વિષ્ઠ,યુદ્ધમાં કુશળ,વીર,કુળવાનનો પુત્ર અને
શરીરની દરકાર નહિ રાખનારો એ અભિમન્યુ,ત્રણ વર્ષના ઘોડાઓને લઈને જયારે કૌરવ સૈન્યમાં દાખલ થયો
ત્યારે યુધિષ્ઠિરના સૈન્યમાંથી કયો બળવાન યોદ્ધો તેની પાછળ પાછળ ચાલતો હતો?
Feb 15, 2026
ભાગવત રહસ્ય-૬૫-Bhgavat Rahasya-65
રણછોડરાયને અગિયાર રૂપિયા ભેટમાં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે
વકીલને ૩૦૦ આપે અને ઠાકોરજીને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું.
Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list
- શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation
- દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર -DWADASA JYOTIRLINGA STOTRAM – GUJARATI
- શિવ માનસ પૂજા-SHIVA MANASA PUJA – GUJARATI
- શિવ -પંચાક્ષર -સ્તોત્ર -SHIVA PANCHAKSHARI STOTRA– GUJARATI
- રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન-RUDRA ASHTAKAM – GUJARATI
- આત્માષ્ટકમ-Aatmshtakam-Stotra-With Gujarati Traslation
- શિવ-સૂત્રો
- શિવ-ગીતા
- શિવ-લહરી
- શિવ-પૂજન વિધિ-વેદોક્ત
- શિવ-પુરાણ
- શિવ-સ્તોત્રો
- શિવ-સ્તુતિ
- લઘુ-રુદ્રાભિષેક
- રૂદ્રાષ્ઠાધ્યાયી (શુક્લ યજુર્વેદીય) અર્થ સાથે



