Feb 22, 2026

ભાગવત રહસ્ય-૭૨-Bhgavat Rahasya-72

શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-
રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-
તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’
આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. 
મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1054

 

અધ્યાય-૪૮-છ જણાએ મળીને અભિમન્યુ ને રથ વિનાનો કર્યો 


II संजय उवाच II स कर्ण कर्णिना कर्णे पुनर्विव्याध फ़ाल्गुनि:I शरै: पंचाशता चैनमविध्यत कोपयन भ्रुशम्  II १ II

સંજય બોલ્યો-ફરીથી,અર્જુનના પુત્રે કર્ણી નામના એક બાણથી કર્ણના કાનને વીંધી નાખ્યો,ને તેને કોપાયમાન કરવા બીજાં પચાસ બાણોથી તેના પર પ્રહાર કર્યો.ત્યારે કર્ણે સામે તેને પચાસ બાણો માર્યા.પરસ્પર બાણોથી ભરાઈ ગયેલા તે બંને શરીરે લોહીથી ખરડાયેલા હતા.પછી,અભિમન્યુએ કર્ણના છ શૂરા પ્રધાનોને,સારથિ સહીત હણી નાખ્યા ને લગારે ગભરાયા વિના બીજા મોટા મોટા ધનુર્ધરોને દશ દશ બાણોથી વીંધી નાખ્યા તે ઘણું જ આશ્ચર્યજનક દેખાતું હતું.

Feb 21, 2026

ભાગવત રહસ્ય-૭૧-Bhgavat Rahasya-71

પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રાજ્યમાં 
રહીશ નહિ.કળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). 
તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં ? હું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો.
પરીક્ષિતે દયા કરી અને ચાર જગાએ કળિને રહેવાની જગ્યા આપી છે.
(૧)જુગાર (૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મવિરુદ્ધનો સ્ત્રીસંગ-વેશ્યા (૪)હિંસા.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1053

 

અધ્યાય-૪૭-અભિમન્યુનું પરાક્રમ-બૃહદબલનો વધ 


II धृतराष्ट्र उवाच II तथा प्रविष्टं तरुणं सौभद्रमपराजितम् I कुलानुरूपं कुर्वाणं संग्रामेष्वपलायिनं II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,કદી પરાજિત ન થઇ શકે તેવો,ને યુદ્ધમાં પીઠ ન બતાવે તેવો સુભદ્રાકુમાર અભિમન્યુ,જયારે અમારી સેનામાં પ્રવેશ કરીને,જાણે આકાશમાં તરતો હોય તેમ આક્રમણ કરતો હતો ત્યારે તેને કયા શૂરવીરોએ રોક્યો હતો?

Feb 20, 2026

ભાગવત રહસ્ય-૭૦-Bhgavat Rahasya-70

પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતાં ફરતાં –પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.
એક બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા ત્યાં ઉભી છે અને રડે છે.
બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે.ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. 
આ ચાર સદગુણોનો સરવાળો(સમન્વય)-એને જ ધર્મ કહે છે.
આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1052

 

અધ્યાય-૪૬-રાજકુમાર લક્ષ્મણ અને ક્રાથરાજ પુત્ર માર્યા ગયા 


II धृतराष्ट्र उवाच II यथा वदसि मे सूत एकस्य बहुभि: सह I संग्रामं तुमुलं घोरं जयं चैव महात्मनः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,તું મને કહે છે કે,એકલા અભિમન્યુનો અનેક યોદ્ધાઓની સાથે તુમુલ અને ઘોર સંગ્રામ થઇ રહ્યો અને તેમાં તે અભિમન્યુનો વિજય થયો હતો તેવું તેનું આ પરાક્રમ જોકે ન મનાય તેવું આશ્ચર્યજનક છે,તો પણ જેમને ધર્મનો આશ્રય છે તેમને માટે અતિ અદભુત તો નથી.હવે જયારે દુર્યોધન નાસી ગયો,ત્યારે કયા યોદ્ધાઓએ તેની સામે યુદ્ધ કર્યું?તે કહે.