Feb 25, 2026

ભાગવત રહસ્ય-૭૫-Bhgavat Rahasya-75

માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. 
અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધે છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે.
માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.
'કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ' એમ માનવું એ અજ્ઞાન છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1057

 

અધ્યાય-૫૧-યુધિષ્ઠિરનો વિલાપ 


II संजय उवाच II हते तस्मिन्न महावीर्ये सौभद्रे रथयुथपे I विमुक्तरथसन्नाहा: सर्वे निक्षिप्तकार्मुकाः II १ II

સંજય બોલ્યો-મહાન વીર્યવાળો અને રથી યોદ્ધાઓની ટુકડીનો નાયક તે અભિમન્યુ જયારે રણમાં રોળાઈ ગયો,ત્યારે સર્વ યોદ્ધાઓ પોતપોતાના રથમાંથી ઉતરીને રાજા યુધિષ્ઠિરની આસપાસ વીંટળાઈને બેઠા.પોતાનો વીર ભત્રીજો મહારથી અભિમન્યુ મરણ પામ્યો તેથી યુધિષ્ઠિર અત્યંત દુઃખી થઇ ગયા અને વિલાપ કરવા લાગ્યા.'અરે,હાય,મારુ પ્રિય કરવાની ઈચ્છાથી એ અભિમન્યુ દ્રોણાચાર્યના દુર્ભેદ્ય વ્યુહને તોડી નાખીને શત્રુઓના સૈન્યમાં પેઠો હતો.તેની સામે યુદ્ધ કરવા આવેલા મોટામોટા યુદ્ધદુર્મદ ધનુર્ધરો પણ પરાજય પામીને પાછા હટ્યા હતા.દુઃશાસનને પણ તેણે બાણો વડે મૂર્છિત કરીને નસાડી મુક્યો હતો.

Feb 24, 2026

ભાગવત રહસ્ય-૭૪-સ્કંધ-૨-Bhgavat Rahasya-74

જગતમાં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.
સદ(સત-સત્ય) એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરુ.
પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે તે-સદગુરુ.
માત્ર શબ્દોથી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1056

 

અધ્યાય-૫૦-રણભૂમિનો દેખાવ 


II संजय उवाच II वयं तु प्रवरं हत्वा तेषां तैः शरपीडिताः I निवेशायाभ्युपायामः सायाह्ने रुधिरोक्षिताः II १ II

સંજય બોલ્યો-હે રાજા,શત્રુઓના ઉત્તમ પુરુષ એ અભિમન્યુનો નાશ કરીને,બાણોથી પીડાયેલા ને લોહીથી રેબઝેબ થયેલું કૌરવ સૈન્ય,ને ઉદાસ થયેલું પાંડવ સૈન્ય,સૂર્યાસ્ત થતાં,છાવણી તરફ વળ્યું.શિયાળના શબ્દથી અશુભ જણાતો સાયંકાળ થઇ ગયો હતો.ત્યારે રણ પર અનેક હાથીઓ,ધજા,અંકુશ અને મહાવતોનો જાણે ઢેર થયો હતો.મરણ પામેલા પાદરક્ષકો,સારથિઓ,નાશ પામેલા ઘોડાવાળા રથો,અનેક યોદ્ધાઓના મૃત શરીરોથી પૃથ્વીનું સ્વરૂપ વિપરીત ને ઘોર દેખાતું હતું.

Feb 23, 2026

ભાગવત રહસ્ય-૭૩-Bhgavat Rahasya-73

તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1055

 

અધ્યાય-૪૯-અભિમન્યુનો નાશ 


II संजय उवाच II विष्णोः स्वसुनंदकरः स विष्णवायुधभूषणः I रराजातिरथः संख्ये जनार्दन इवापरः II १ II

સંજય બોલ્યો-શ્રીકૃષ્ણની બહેનનો પુત્ર અને શ્રીકૃષ્ણના ચક્રાયુધથી શોભતો એ અતિરથી અભિમન્યુ રણમાં જાણે બીજો શ્રીકૃષ્ણ હોય તેવો શોભતો હતો.સર્વે મહારથીઓએ,જયારે અભિમન્યુના ચક્રના ટુકડા કરી નાખ્યા,ત્યારે અભિમન્યુએ હાથમાં ગદા ઉઠાવી ને તેણે તેનો અશ્વત્થામા પર ઘા કર્યો.તે ગદાને આવતી જોઈને અશ્વત્થામા રથની બેઠક પરથી ત્રણ ડગલાં દૂર ખસી ગયો,પણ તે ગદાએ તેના ઘોડાઓ,સારથી ને પૃષ્ઠરક્ષકોનો નાશ કરી નાખ્યો.તે સમયે બાણોથી ભરાઈ ગયેલો  તે અભિમન્યુ શાહુડી જેવો દેખાતો હતો.તે પછી,તેણે સુબલના પુત્ર કાલિકેય ને તેના અનુનાયી એવા સિત્તોતેર યોદ્ધાઓને મારી નાખ્યા.