તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 12, 2026
ભાગવત રહસ્ય-૯૦-Bhgavat Rahasya-90
તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1072
પ્રતિજ્ઞા પર્વ
અધ્યાય-૭૨-અર્જુનનો શોક ને કોપ
II संजय उवाच II तस्मिन्नहनि निर्वुत्ते घोरे प्राणमृतां क्षये I आदित्येस्तं गते श्रीमान्संध्याकाल उपस्थिते II १ II
સંજય બોલ્યો-તે દિવસે જયારે ઘોર સંહાર બંધ પડ્યો,સૂર્યનો અસ્ત થયો અને સંધ્યાકાળ થયો ત્યારે સર્વ સૈનિકી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા હતા.અર્જુન,પોતાના દિવ્ય અસ્ત્રો વડે સંશપ્તકોનો સંહાર કરીને છાવણી તરફ પાછો વળી રહ્યો હતો ત્યારે એકાએક તેને આંસુ ભરાઈ આવ્યાં.ને તેણે ગોવિંદને કહ્યું કે-'આજે મારુ હૃદય કેમ ધડકે છે?મને અનિષ્ઠ અપશુકનો થઇ રહ્યાં છે અને મારુ અંગ જાણે થરથરે છે,પૃથ્વી પરના ઉત્પાતો મને ત્રાસ પમાડે છે તે કૈંક અશુભ સૂચવતું લાગે છે.મારા મોટાભાઈ યુધિષ્ઠિર તેમના અમાત્યો સાથે કુશળ તો હશે ને?'
Mar 11, 2026
ભાગવત રહસ્ય-૮૯-Bhgavat Rahasya-89
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.યમુનાજીએ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,ગંગાજી જ્ઞાન- વૈરાગ્યનું દાન કરે છે.યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1071
અધ્યાય-૭૧-સૃન્જયરાજાના પુત્રને નારદે સજીવન કર્યો
II व्यास उवाच II पुण्यमाख्यानमायुष्यं श्रुत्वा षोडशराजकम I अव्याहरन्नरयतिस्तुष्णिमासीत्स सृंजय:II १ II
વ્યાસ બોલ્યા-પૂર્વોક્ત સોળ રાજાઓનું,આયુષ્યની વૃદ્ધિ કરનારું,પવિત્ર આખ્યાન સાંભળ્યા પછી,શાંત થયેલો રાજા સૃન્જય કંઈ બોલ્યા વિના બેસી રહ્યો હતો.ત્યારે તેને તેમ બેઠેલો જોઈને નારદ ઋષિ તેને કહેવા લાગ્યા કે-'હે રાજન,તારી આગળ મેં જે આ સોળ રાજાઓનાં આખ્યાન કહ્યાં તે તેં સાંભળ્યાં કે નહિ?કે મારો યત્ન વ્યર્થ ગયો છે?' ત્યારે તે રાજા બોલી ઉઠ્યો કે-'હે મહર્ષિ,એ આખ્યાનો સાંભળતાં જ,જેમ સૂર્યના તેજથી અંધકારનો નાશ થાય તેમ,મારો શોક દૂર થયો છે હવે હું પાપ વિનાનો ને શોક-વ્યથા વિનાનો થયો છું, બોલો હવે હું શું કરું?
Mar 10, 2026
ભાગવત રહસ્ય-૮૮-Bhgavat Rahasya-88
ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1070
અધ્યાય-૭૦-પરશુરામનું ચરિત્ર
II नारद उवाच II रामो महातपाः शूरो वीरलोकनमस्कृतः I जामदग्न्योप्यतियश अवितृप्तो मरिष्यति II १ II
નારદ બોલ્યા-મહાતપસ્વી,શૂરવીર,વીરલોકોથી નમસ્કાર કરાયેલા અને અતિયશસ્વી જમદગ્નિપુત્ર પરશુરામ પણ આ જગતમાં અતૃપ્ત રહીને જ મરણ પામશે.તેમણે આ સમગ્ર પૃથ્વીને સુખી કરીને પુનઃ સત્યયુગનો ધર્મ પ્રવર્તાવ્યો છે.તેમને અઢળક લક્ષ્મી મળી હતી છતાં તેમના મનમાં જરા પણ વિકાર થયો નહોતો.જયારે કાર્તવીર્યના પુત્ર એવા ક્ષત્રિયોએ પોતાના પિતાનો તથા વત્સનો નાશ કર્યો ત્યારે રણમાં પોતાની પ્રશંસા નહિ કરનારા એ પરશુરામે કાર્તવીર્યનો વધ કર્યો હતો તે સમયે ચઢી આવેલા ચોસઠ કરોડ ક્ષત્રિયોનો એક ધનુષ્યથી જ પરાજય કર્યો હતો.





