Apr 15, 2026

ભાગવત રહસ્ય-૧૨૩-Bhgavat Rahasya-123

આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે.
(બહુ ઊંડાણ પૂર્વક નીચેની વાત સમજવાનો પ્રયત્ન કોઈ કરે તો ઘણો બધો પ્રકાશ પડી શકે!!?? )
(૧) પૃથ્વી તત્વ- ના દેવ ગણેશ છે. ગણપતિ વિઘ્ન હર્તા-વિઘ્નનો નાશ કરનાર છે.
(૨) જળ તત્વ- ના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે.
(૩) તેજ તત્વ - ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે.તે પૃથ્વી પર પ્રત્યક્ષ –દેવ- છે.
(૪) વાયુ તત્વ- ના દેવી માતાજી છે. માતાજીની ઉપાસના –બુદ્ધિ-શક્તિ અને ધન આપે છે.
(૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે-(પરમાત્મા પ્રેમમય છે)  

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1105

 

અધ્યાય-૧૦૯-રાક્ષસ અલંબુષનો વધ 


II संजय उवाच II अलंबुषं तथा युद्धे विचरंतमभीतवत I हैडीम्बिः प्रपयो तूर्ण विव्याध निशितैः शरैः II १ II

સંજય બોલ્યો-ફરી પાછો  આવીને રાક્ષસ અલંબુષ તે રીતે જ નિર્ભયની જેમ યુદ્ધમાં ઘુમવા લાગ્યો ત્યારે હિડિમ્બાપુત્ર ઘટોત્કચ તેની સામે ધસી ગયો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યો.તે વખતે બે રાક્ષસો વચ્ચે ઇન્દ્ર ને શમ્બરાસુર જેવું ભયંકર યુદ્ધ શરુ થયું હતું.ઘટોત્કચે,અલંબુષને વીસ નારાચ બાણોથી વિંધિંને સિંહની જેમ વારંવાર ગર્જના કરવા લાગ્યો.બંને રાક્ષસો માયા રચીને લગભગ સરખી રીતે જ યુદ્ધ કરતા હતા.બંને માયાયુદ્ધમાં કુશળ હતા.ઘટોત્કચ જે માયા ઉપજાવતો હતો તેનો અલંબુષ પોતાની માયાથી નાશ કરતો હતો.તે જોઈને ભીમસેન આદિ યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.

Apr 14, 2026

ભાગવત રહસ્ય-૧૨૨-Bhgavat Rahasya-122

વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. દક્ષને પકડી –દક્ષનું મસ્તક કાપી-તેનાથી યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે.દેવોને સજા કરી છે. દેવો ગભરાયા-બ્રહ્માજીને શરણે ગયા.બ્રહ્માજીએ ઠપકો આપ્યો-જે યજ્ઞમાં શિવજીની પૂજા નહોતી ત્યાં તમે ગયા જ કેમ ? જાઓ શિવજીની ક્ષમા માગો. દેવો કહે છે-એકલા જવાની હિંમત થતી નથી-આપ અમારી સાથે ચાલો.બધા સાથે કૈલાસમાં આવે છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1104

 

અધ્યાય-૧૦૮-રાક્ષસ અલંબુષની હાર 

 II संजय उवाच II द्रौपदेयान महेष्वासान सौमदत्तिर्महायशाः I अकैकं पम्चभिर्विद्ववा पुनर्विव्याध सप्तभिः II १ II

સંજય બોલ્યો-મહાયશસ્વી સૌમદત્તિએ મહાધનુર્ધર એવા દ્રૌપદીના દરેક પુત્રને પાંચ પાંચ બાણોથી વીંધીને ફરી તેમને સાત સાત બાણોથી વીંધી નાખી તેઓને એટલા બધા પીડિત કરી નાખ્યા કે તેઓ મૂઢ જેવા થઇ ગયા.પણ નકુલના પુત્ર શતાનીકે સૌમદત્તિને બે બાણોથી વીંધીને હર્ષપૂર્વક ગર્જના કરી મૂકી.તેટલામાં બીજા ભાઈઓએ સાવધ થઈને ત્રણ ત્રણ બાણો મૂકીને સૌમદત્તિને વીંધ્યો.સામે સૌમદત્તિએ દરેકને એક એક બાણોથી છાતીમાં પ્રહાર કર્યો,એટલે પાંચે ભાઈઓ સાથે મળીને તે સૌમદત્તિને ઘેરી લીધો ને બાણોનો પ્રહાર કરીને તેને વીંધવા માંડ્યો.

Apr 13, 2026

ભાગવત રહસ્ય-૧૨૧-Bhgavat Rahasya-121

શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બહુ આનંદમાં છો.!! સતી કહે છે-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.શિવજી-કહે-છે-દેવી,આ સંસાર છે.કોઈના ઘેર લગ્ન તો કોઈના ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે.સંસારમાં સુખ નથી. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે.
સતી વિચારે છે-જયારે જયારે હું-કોઈ વાત કરુછુ,ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયર માં જવાની ઉતાવળ છે-અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1103

 

અધ્યાય-૧૦૭-ક્ષેમધૂર્તિ,વીરધન્વા,નિરમિત્ર અને વ્યાઘ્રદત્તનું પતન 

 II संजय उवाच II बृहत्क्षत्रमथायांतं कैकयं द्रढविक्रमं I क्षेमधुर्तिर्महाराज विव्याधोरसि मार्गणैः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,દૃઢ પરાક્રમવાળા કેક્યવંશના બૃહત્ક્ષત્ર(ધૃષ્ટકેતુ)ને રણમાં ધસી આવતો જોઈને ક્ષેમધૂર્તિએ તેને બાણોથી છાતીમાં વીંધી નાખ્યો.તે સામે બૃહત્ક્ષત્રે દ્રોણાચાર્યના સૈન્યને તોડી નાખવાની ઈચ્છાથી તેને નેવું બાણોથી પ્રહાર કર્યો. ક્ષેમધૂર્તિએ એક ભલ્લ બાણથી તેનું ધનુષ્ય કાપી નાખ્યું.એટલે બૃહત્ક્ષત્રે નવું ધનુષ્ય લઈને એક ક્ષણવારમાં જ ક્ષેમધૂર્તિને ઘોડા,સારથિ ને રથ વગરનો કરીને બીજું એક તીક્ષ્ણ બાણ મૂકીને ક્ષેમધૂર્તિના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું.ને હર્ષમાં આવી તે એકદમ કૌરવોના સૈન્ય તરફ ધસી ગયો.