Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 30, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1145
અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે અર્જુનની કરેલી પ્રશંસા
II धृतराष्ट्र उवाच II तथा गतेषु शूरेषु तेषां मम च संजय I किं चै भीमस्तदाकार्पित्तन्ममाचक्ष्य संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવ ને મારા પક્ષના સર્વ શૂરા યોદ્ધાઓ,જયારે જય-પરાજયના
વાતાવરણમાં આવી પહોંચ્યા હતા ત્યારે વીર ભીમસેને શું કર્યું હતું?તે તું મને કહે.
સંજય બોલ્યો-તે સમયે રથરહિત થયેલો ભીમ,કર્ણના વાણીરૂપ વિષથી ક્રોધવશ થઇ ગયો હતો ને તેણે અર્જુનને કહ્યું હતું કે-'હે ધનંજય,તારી સમક્ષ કર્ણે મને,'હે મૂઢ,હે ખાઉધરા,દાઢીમૂછ વિનાના,અકુશળ,બાળક,રણકાયર ને યુદ્ધ કરવાનું રહેવા દે' વગેરે વિષ વચનો કહ્યાં છે.'આમ બોલનારને મારે મારી જ નાખવો' એવું મેં પ્રથમથી જ કહ્યું છે.પણ,કર્ણનો વધ કરવાની તારી પ્રતિજ્ઞા છે તેને ધ્યાનમાં રાખીને મેં તેનો વધ કર્યો નથી.તો હવે તારી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવ.'
May 29, 2026
ભાગવત રહસ્ય-૧૬૨-Bhgavat Rahasya-162
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1144
અધ્યાય-૧૪૭-કર્ણ અને સાત્યકિનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II तस्मिन्न विनिहते विरे सैन्धवे सव्यसाचिना I मामक यदकुर्वन्त तन्ममाचक्ष्य संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સવ્યસાચી અર્જુને જયારે વીર સિંધુરાજને મારી નાખ્યો પછી મારા પુત્રોએ શું કર્યું?તે તું મને કહે.
સંજય બોલ્યો-હે ભારત,સિંધુરાજને અર્જુને રણમાં મારી નાખેલો જોઈને કૃપાચાર્યે ક્રોધવશ થઈને અર્જુન પર મોટી બાણવૃષ્ટિ કરી.તે વખતે અશ્વત્થામા પણ અર્જુન સામે ધસી આવ્યો.તે બંને અર્જુનને પીડવા લાગ્યા હતા છતાં અર્જુને પોતાના ગુરુને ને ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન કરી પરંતુ એ યુદ્ધમાં ગુરુનું સન્માન કરીને મંદ વેગવાળાં બાણો જ ફેંક્યા હતાં ને તે બાણોના પ્રહારથી કૃપાચાર્યને મૂર્છા આવી ગઈ ને તેઓ રથની બેસણી પર બેસી ગયા.
May 28, 2026
ભાગવત રહસ્ય-૧૬૧-Bhgavat Rahasya-161
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1143
અધ્યાય-૧૪૬-જયદ્રથનો વધ
II संजय उवाच II श्रुत्वा निनादं धनुषश्व तस्य विष्पष्टमुत्कृष्टभिवान्तकस्य I शक्राशनिस्फ़ोटसमं सुघोरं विकृष्णमाणस्य धनंजयेन II १ II
સંજય બોલ્યો-અર્જુને જયારે પોતાના ધનુષ્યને ખેંચ્યું હતું,ત્યારે તેનો ટંકારાવ,કાળની સ્પષ્ટ ગર્જના સરખો તથા ઇન્દ્રના વજ્રના સ્ફોટ સમો અતિઘોર સંભળાયો હતો.હે રાજન,ત્યારે તમારું સૈન્ય ત્રાસથી ઉદ્વિગ્ન થઇ ગયું હતું.એ સમયે અર્જુન સર્વ દિશાઓમાં એકી સાથે સર્વ અસ્ત્રોનો પ્રયોગ કરી દેખાડતો હતો.ને રણમાં ઘૂમતો હતો.પછી,તેણે એકદમ ક્રોધે ભરાઈને દુરાસદ ઐન્દ્રાસ્ત્ર પ્રગટ કર્યું.એટલે તરત જ ત્યાં દિવ્ય અસ્ત્રોથી મંત્રેલાં સેંકડો બાણો પ્રગટ થવા લાગ્યાં.અર્જુન સામે જે જે યોદ્ધાઓ આવતા હતા તેઓ સર્વે બળબળતા અગ્નિ સામે જતા પતંગિયાંની જેમ નાશ પામતા હતા.એ વેળા સંગ્રામમાં અર્જુને ચાલુ કરેલા મહાસ્ત્રોના અતિ દુસ્તર અને મહાઘોર પ્રવાહમાં મોટામોટા યોદ્ધાઓ ડૂબી મરતા હતા.એ મહાન સમરાંગણ મૃત્યુની સંહારભૂમિ જેવું જણાતું હતું.મૂર્તિમાન કાળની જેમ રણમાં ઘૂમી રહેલા એ અર્જુનના પરાક્રમને જોઈને,કૌરવો પૂર્વે કદી નહિ જોયેલા એવા મોટા ભયમાં આવી પડ્યા.સર્વે મહારથીઓનું ઉલ્લંઘન કરીને તે જયદ્રથની સામે પહોંચી ગયો ને ચોસઠ બાણો મારીને તેને વીંધી નાખ્યો.અર્જુનને જયદ્રથ સામે આવેલો જોઈને યોદ્ધાઓ પોતાના જીવિતને માટે,નિરાશ થઇ રણમાંથી નિવૃત્ત થઇ ગયા.




