અધ્યાય-૧૮૨-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)
II भीष्म उवाच II ततः प्रभाते राजेन्द्र सूर्ये विमलतं गते I भार्गवस्य भयासार्ध पुनर्युध्धमववर्तत II १ II
ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,બીજે દિવસે પ્રભાતમાં સૂર્યનો સ્વચ્છ પ્રકાશ પડતાં જ મારી સાથે પરશુરામનું યુદ્ધ શરુ થયું.
પરશુરામે રથમાં સ્થિર બેસી,જેમ,મેઘ પર્વત પર વૃષ્ટિ કરે તેમ મારા પર બાણસમૂહની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બાણોથી મારો સારથી ઘવાયો ને જમીન પર ગબડી પડ્યો.ને થોડા જ સમયમાં તેણે પ્રાણ છોડી દીધા.મારા સારથિના મરણથી,હું ઉન્મત્ત જેવો થઇ ગયો ને રામના પર બાણ ફેંકવા લાગ્યો.તે વખતે રામે એક મૃત્યુતુલ્ય બાણ મારા પર છોડ્યું,રુધિરપાન કરનારું તે બાણ મારી છાતીમાં વાગ્યું ને મારી સાથે જ તે જમીન પર ઢળી પડ્યું.