અધ્યાય-૧૧૧-દશમો દિવસ (ચાલુ) કૌરવોનો ઘેરો
॥ संजय उवाच ॥ सात्यकिं दंशितं युद्धे भीष्मायान्युद्यतं रणे I आर्ष्यश्रुंगीमहेष्वासो वारयामास संयुगे ॥१॥
સંજયે કહ્યું-એ યુદ્ધમાં દંશ રાખીને ભીષ્મ સામે લડવા તત્પર થયેલા સાત્યકિને,ઋષ્યશૃંગનો પુત્ર અલંબુશ આગળ વધતો અટકાવવા લાગ્યો,ત્યારે ક્રોધાયમાન થયેલા સાત્યકિએ તેને નવ બાણોનો માર માર્યો.એટલે સામે તે રાક્ષસે પણ સામે બાણો મૂકીને સાત્યકિને પીડિત કર્યો ને સિંહની જેમ ગર્જના કરવા લાગ્યો.એટલામાં ભગદત્ત ત્યાં આવી પહોંચ્યો ને તેણે સાત્યકિ પર પ્રહાર કર્યો એટલે સાત્યકિએ રાક્ષસ સામે યુદ્ધ પડતું મૂકીને ભગદત્ત સામે બાણોથી પ્રહાર કરવા માંડ્યો.ભગદત્તે સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું એટલે સાત્યકિએ બીજું ધનુષ્ય લઈને તેને વીંધી નાખ્યો.



