Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 17, 2026
ભાગવત રહસ્ય-૩૮-Bhgavat Rahasya-38
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1021
અધ્યાય-૧૫-શલ્યને રણમાંથી દૂર લઇ જવો
II धृतराष्ट्र उवाच II बहूनि सुविचित्राणि द्वन्द्वयुद्धामि संजय I त्वयोक्तानि निशम्याहं स्पृहयामि स्वचक्षुपाम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,તેં અનેક પ્રકારના અદભુત દ્વંદ્વયુદ્ધો મને કહ્યાં તે સાંભળીને,હું ચક્ષુવાળા મનુષ્યોના
દૃષ્ટિસુખને ઈચ્છું છું.લોકમાં આશ્ચર્યરૂપ એવા આ કૌરવ-પાંડવના યુદ્ધને મનુષ્યો ગાયા જ કરશે.આ યુદ્ધને
સાંભળતાં મને તૃપ્તિ થતી જ નથી માટે તું હવે શલ્ય અને અભિમન્યુના યુદ્ધ વિષે આગળ કહી સંભળાવ.
Jan 16, 2026
ભાગવત રહસ્ય-૩૭-Bhgavat Rahasya-37
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1020
અધ્યાય-૧૪-ઘોર યુદ્ધ-અભિમન્યુનું પરાક્રમ
II संजय उवाच II ततः स पांडवानीके जनयन सुमहद् भयम् I वयचरत पृतनां द्रोणो दहन कक्षमिवानालः II १ II
સંજય બોલ્યો-પછી,પાંડવોના સૈન્યમાં મહાન ભય ઉત્પન્ન કરી રહેલા એ દ્રોણાચાર્ય,ઘાસને બાળી નાખતા અગ્નિની જેમ સેનામાં ઘુમવા લાગ્યા.તેમને જોઈને સૃન્જય યોદ્ધાઓ કંપી ઉઠ્યા.ચાલાક હાથવાળા દ્રોણાચાર્યે છોડેલાં બાણો રથીઓ,ઘોડેસ્વારો,
હાથીઓ અને પાળાઓને વીંધી નાખતાં હતાં. તે દ્રોણાચાર્યે તે રણભૂમિ પર સેંકડો કલેવરોથી ભરેલી ભયંકર નદી વહાવી દીધી.
કાળો કેર વર્તાવતા એ દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર વગેરેએ ચારે બાજુથી ધસારો કર્યો.પણ તેમને ધસી આવતા જોઈને તમારા પરાક્રમી પુત્રો તેમને ચારે બાજુથી રોકવા લાગ્યા.તે સમયનો દેખાવ રૂવાં ઉભા કરી નાખે તેવો હતો.
Jan 15, 2026
ભાગવત રહસ્ય-૩૬-Bhgavat Rahasya-36
ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણનું સુખ એજ અમારું સુખ-એવો -પ્રેમનો આદર્શ હતો.શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ.
એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે-કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણને કહેજો –કે-
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1019
અધ્યાય-૧૩-અર્જુને યુધિષ્ઠિરને આપેલું આશ્વાસન
II संजय उवाच II सांतरे तु प्रतिज्ञाते राज्ञो द्रोणेन निग्रहे I ततस्ते सैनिकाः श्रुत्वा तं युधिष्ठिरनिग्रहम् II १ II
સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડવાની છળભરી પ્રતિજ્ઞા કરી,તે સાંભળીને સર્વ સૈનિકો ચોતરફ સિંહનાદો કરવા લાગ્યા ને બાહુઓ ઠોકવા લાગ્યા.દ્રોણાચાર્યની એ પ્રતિજ્ઞાને ધર્મરાજે ગુપ્તચરો દ્વારા તુરત જ જાણી લીધી અને પોતાના સર્વ ભાઈઓ ને બીજાઓને એકઠા કરીને તેમણે અર્જુનને કહ્યું કે-'તમે એવી નીતિ રચો કે તેથી દ્રોણાચાર્યની એ ધારણા સફળ થાય નહિ.જો કે દ્રોણાચાર્યે છળવાળી પ્રતિજ્ઞા કરી છે.ને તે છળનો ભાર તેમણે તારા પર સ્થાપ્યો છે.માટે તું મારી પાછળ રહીને યુદ્ધ કરજે કે જેથી દુર્યોધન દ્રોણાચાર્ય દ્વારા પોતાની ઈચ્છાને સંપૂર્ણ કરી ન શકે'





