Feb 12, 2026

ભાગવત રહસ્ય-૬૨-Bhgavat Rahasya-62

'સુખકે માથે શિલ પડો, હરિ હૃદયસે જાય,
બલિહારી વહ દુઃખકી ,જો પલ પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય'
હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે-કે-સીતાજીને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદમાં છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1044

 

અધ્યાય-૩૮-અભિમન્યુની વીરતા 


II धृतराष्ट्र उवाच II तथा प्रमथमानं तं महेष्वामानजिह्नगै: I आर्जुनि मामका: संख्येकेर्त्वेनं समवारयन II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-આમ સીધાં જનારાં બાણોથી મોટામોટા ધનુર્ધરોને ત્રાસ પમાડી રહેલા અભિમન્યુને,

મારા કયા કયા યોદ્ધાઓએ યુદ્ધમાં આગળ વધતાં અટકાવ્યો?

Feb 11, 2026

ભાગવત રહસ્ય-૬૧-Bhgavat Rahasya-61

કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુએ કરેલા ઉપકારોને- ભૂલ્યા નથી.કુંતાજી કહે છે-પ્રભુએ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખમાંથી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1043

 

અધ્યાય-૩૭-અભિમન્યુનું પરાક્રમ 


II संजय उवाच II तां प्रभग्नां चमूं द्रष्ट्वा सौभ्द्रेणामितौजसा I दुर्योधनो भृशं कृद्वः स्वयं सौभद्रमभ्यपात II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા અભિમન્યુએ એ સેનાને હરોળમાંથી તોડી નાખી એ જોઈને દુર્યોધન અત્યંત કોપાયમાન થઇ ગયો અને તે જાતે જ અભિમન્યુ સામે ધસી આવ્યો.તેને જોઈ દ્રોણાચાર્ય સર્વ યોદ્ધાઓને કહેવા લાગ્યા કે-'આપણા રાજાનું રક્ષણ કરો,કારણકે પરાક્રમી અભિમન્યુ આપણા બધાના દેખાતા સારાસારા યોદ્ધાઓને જ પ્રથમ મારે છે' દ્રોણની આજ્ઞા થતાં યોદ્ધાઓ દુર્યોધનનું રક્ષણ કરવા આગળ ધસ્યા.દ્રોણ,અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ,કૃતવર્મા,શકુની,બૃહદબલ,મદ્રરાજ,

ભૂરિશ્રવા,શલ,પૌરવ અને વૃષસેન વગેરે યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવી અભિમન્યુને છાઈ દેવા માંડ્યા.

Feb 10, 2026

ભાગવત રહસ્ય-૬૦-Bhgavat Rahasya-60

કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. 
પુષ્ટિ-ભક્તિમાં વ્યવહાર અને ભક્તિને જુદાં માનવામાં આવતાં નથી.
યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્તની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.
મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ.
મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંતમાં આવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1042

 

અધ્યાય-૩૬-અભિમન્યુની ચડાઈ 


II संजय उवाच II सौमद्रस्तद्वच: श्रुत्वा धर्मराजस्य धीमतः I अचोदयत यंतारं द्रोणानिकाय भारत II १ II

સંજય બોલ્યો-હે ભારત,બુદ્ધિમાન ધર્મરાજનું તે વચન સાંભળીને અભિમન્યુએ પોતાના સારથિને દ્રોણાચાર્યના સૈન્ય તરફ રથ હાંકવાની આજ્ઞા કરી,ત્યારે સારથીએ તેને કહ્યું કે-'હે આયુષ્યમાન,પાંડવોએ આપણા પર મોટો ભાર મુક્યો  છે,માટે એક ક્ષણ વાર બુદ્ધિ સાથે વિચાર કર્યા પછી તમે યુદ્ધ કરો તો ઠીક.દ્રોણ અતિકુશળ છે,તેમણે અસ્ત્રવિદ્યામાં ઘણો પરિશ્રમ કર્યો છે ત્યારે તમે અત્યંત સુખમાં ઉછરીને મોટા થયા છો' ત્યારે અભિમન્યુએ જરા હસીને સારથિને કહ્યું કે-