Apr 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1094

 

અધ્યાય-૯૮-સાત્યકિનો સપાટો 


II धृतराष्ट्र उवाच II बाणे तस्मिन्निकृते ध्रुष्ट्ध्युम्ने च मोहिते I तेन वृष्णिप्रविरेण युयुधानेन संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સંજય,જયારે યાદવવીર સાત્યકિએ દ્રોણાચાર્યના બાણને વચમાંથી જ કાપી નાખીને 

ધૃષ્ટદ્યુમ્નને છોડાવ્યો ત્યારે મહાધનુર્ધર દ્રોણાચાર્યે કોપાયમાન થઈને યુદ્ધમાં સાત્યકિ પર શું કર્યું હતું?

Apr 3, 2026

ભાગવત રહસ્ય-૧૧૧-Bhgavat Rahasya-111

જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.
જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1093

 

અધ્યાય-૯૭-દ્રોણ અને ધૃષ્ટદ્યુમ્ન 


 II संजय उवाच II तथा तस्मिन् प्रवृत्ते तु संग्रामे लोमहर्षणे I कौरवेयास्त्रिधाभूतान् पांडवा: समुपाद्रवन् II १ II

સંજય બોલ્યો-આમ રુંવાં ઉભા થઇ જાય તેવો સંગ્રામ મચી રહ્યો હતો ત્યારે પાંડવોએ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલા કૌરવ સૈનિકો સામે ધસારો કર્યો.એ યુદ્ધમાં ભીમસેન જલસંઘ સામે ને યુધિષ્ઠિર કૃતવર્મા સામે ચઢી ગયા.ધૃષ્ટદ્યુમ્ન,દ્રોણાચાર્ય સામે ધસ્યો અને બંને વચ્ચે ધમાસાણ સંગ્રામ થયો.તે બંનેએ સામસામાં બાણોનો વરસાદ વરસાવ્યો કે જેથી તે રણભૂમિ,સૈનિકોના મસ્તકોથી ભરચક થઇ ગઈ.બંને વચ્ચે નિર્મર્યાદ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને પોતાના ઘોડાઓને દ્રોણાચાર્યના ઘોડાઓ સાથે અથડાવી દીધા.ને દ્રોણાચાર્યને સમીપમાં જોઈને ધૃષ્ટદ્યુમ્ને ધનુષ્યનો ત્યાગ કરીને ઢાલ-તલવાર હાથમાં લીધી ને તેમના રથની ઇષ પર થઈને તેમના રથમાં દાખલ થયો.

Apr 2, 2026

ભાગવત રહસ્ય-૧૧૦-Bhgavat Rahasya-110

એક વખત નારદજી વૈકુઠલોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા.
શોધતાં શોધતાં છેવટે-ભગવાનને - ધ્યાનમાં બેઠેલા જોયા.નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ? ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન કરું છું.નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે?કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ?
ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1092

 

અધ્યાય-૯૬-દ્વંદ્વ યુદ્ધ 

 II संजय उवाच II राजन संग्राममाश्चर्य शृणु कीर्तयतो मम I कुरूणां पांडवानां च यथा युद्धमवर्तत II १ II

સંજય બોલ્યો-હે રાજન,કૌરવો ને પાંડવોનું જે આશ્ચર્યભર્યું યુદ્ધ થયું હતું તે હું તમને યથાવત કહું છું,સાંભળો.એ રણમાં દ્રોણાચાર્ય વ્યુહના મોખરામાં રહી પાંડવો સામે યુદ્ધ કરતા હતા.તે સમયે અવંતિકુમારોએ વિરાટરાજા પ્રહાર કર્યો ને તેમનું લોહીની છોળોવાળું દારુણ યુદ્ધ થયું.યજ્ઞસેનના પુત્રે બાહલીકરાજા પર ઘોર બાણોથી પ્રહાર કર્યો ત્યારે સામે તેણે પણ પ્રતિ પ્રહાર કર્યો.બંનેએ છોડેલાં બાણોથી સર્વ દિશાઓ ઢંકાઈ ગઈ હતી અને ત્યાં કંઈ પણ ઓળખાતું નહોતું.દ્રૌપદીના પાંચ પુત્રો આવીને એ બાહલીક સામે યુદ્ધ કરતા હતા ને તેના પર તીક્ષ્ણ બાણો વરસાવતા હતા.

Apr 1, 2026

ભાગવત રહસ્ય-૧૦૯-Bhgavat Rahasya-109

જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર)માં મળી જાય છે.-તેને જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું 'હું પણું'
ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.