અધ્યાય-૧૪૦-રાજેન્દ્ર અલંબુષનો વધ
II धृतराष्ट्र उवाच II अहन्यहनि मे दीप्तं यशः पतति संजय I हता मे वहवो योधा मन्ये कालस्य पर्ययम II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દિવસે દિવસે મારો ઉજ્જવળ યશ નાશ પામતો જાય છે ને મારા ઘણા યોદ્ધાઓ માર્યા ગયા છે આથી હું માનું છું કે મારો કાળ પલટાયો છે.અશ્વત્થામા ને કર્ણના રક્ષણ તળે રહેલા અને દેવોને પણ દુર્ગમ એવા મારા સૈન્યમાં અર્જુન,સાત્યકિ ને ભીમ પેસી ગયા છે.તેમના પરાક્રમને વૃદ્ધિ પામતું હું સાંભળું છું ત્યારે શોકાગ્નિ મને બાળી રહ્યો છે.જયદ્રથ સહીત સર્વ રાજાઓને હું કાળથી ગ્રસિત થયેલા જ જોઉં છું.હવે આગળ થયેલા યુદ્ધનું તું મને યથાર્થ કહી સંભળાવ.





