Jul 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1177

 

અધ્યાય-૧૭૯-ઘટોત્કચનો વધ 

II संजय उवाच II निहत्यालायुधं रक्षः प्रहृष्टात्मा घटोत्कचः I ननाद विविधान्नादान् वाहिन्याः प्रमुखे तव II १ II

સંજય બોલ્યો-અલાયુધનો નાશ કરીને રાક્ષસ ઘટોત્કચનું મન પ્રસન્ન થયું અને તે તમારી સેનાના મોખરે આવી વિવિધ ગર્જનાઓ કરવા લાગ્યો,તેના તુમુલ શબ્દને સાંભળીને તમારા યોદ્ધાઓને અતિ દારુણ ભય થવા લાગ્યો હતો.બીજી તરફ કર્ણ પાંચાલો સામે ધસી ગયો હતો.તેણે તીક્ષ્ણ બાણોથી ધૃષ્ટદ્યુમ્ન ને શિખંડીને અત્યંત ઘાયલ કર્યા હતા ને મોટાં નારાચ બાણોથી સાત્યકિ,યુધામન્યુ અને ઉત્તમૌજા આદિને કંપાવી દીધા હતા.

Jul 14, 2026

ભાગવત રહસ્ય-૧૯૬-Bhgavat Rahasya-196

વામનજી કહે છે-સંધ્યા-ગાયત્રી કરવા માટે જમીન માગું છું,તારી જગ્યામાં બેસી સત્કર્મ કરીશ તો તને પુણ્ય મળશે. હું બ્રહ્મચારી છું.મારે માત્ર ત્રણ પગલાંથી મપાય તેટલી પૃથ્વી જ જોઈએ –તેનું તું દાન કર.બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે.
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા.તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી,આ તો ખુદ નારાયણ આવ્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1176

 

અધ્યાય-૧૭૮-અલાયુધનો નાશ 


II संजय उवाच II संद्रश्य समरे भीमं राक्षसा ग्रस्तमंतिकात् I वासुदेवोब्रवीदराजन घटोत्कचमिदं वचः II १ II

સંજય બોલ્યો-હે રાજન રણસંગ્રામમાં ભીમસેનને અલાયુધના હાથમાં સપડાયેલો જોઈને વાસુદેવે ઘટોત્કચને કહ્યું કે-'હે ઘટોત્કચ,હાલ તો તું આ અલાયુધને મારી નાખ,કર્ણને તો તું પાછળથી પણ મારી શકશે' શ્રીકૃષ્ણની આજ્ઞાથી ઘટોત્કચ અલાયુધ સામે ધસ્યો ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ થવા લાગ્યું.બીજી તરફ અલાયુધના રાક્ષસ સૈન્યને સાત્યકિ આદિએ કાપી નાખવા માંડ્યું હતું,અર્જુન મોટા મોટા ક્ષત્રિયોનો વિનાશ કરી રહ્યો હતો ને ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ કર્ણ સામે ધસ્યા હતા.કર્ણને પાંચાલ સૈન્યનો વિનાશ કરતો જોઈને ભીમસેન પણ હવે કર્ણ સામે ધસ્યો હતો.

Jul 13, 2026

ભાગવત રહસ્ય-૧૯૫-Bhgavat Rahasya-195

જેને ત્યાં દાન માગવા જાય તેના વડવાઓના વખાણ કરે તો દાન આપનાર 
જરા રંગમાં આવે છે.વામનજી બલિરાજાના વખાણ કરે છે.
રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ 
મહાન ભગવદ ભક્ત હતા.પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1175

 

અધ્યાય-૧૭૭-રાક્ષસ અલાયુધનું યુદ્ધ 


II संजय उवाच II तमागतमभिप्रेक्ष्य भीमकर्माणमाहवे I हर्षमाहारयाश्चक्रु: कुरवः सर्व एव ते II १ II

સંજય બોલ્યો-યુદ્ધમાં ભયંકર કર્મ કરનારા રાક્ષસ અલાયુધને રણમાં આવી પહોંચેલો જોઈને કૌરવ પક્ષના સર્વ યોદ્ધાઓ આનંદિત થઇ ગયા.ને રાક્ષસ અલાયુધનું સ્વાગત વચનોથી સન્માન કરવા લાગ્યા.તે વખતે તે રાત્રિમાં કર્ણ અને ઘટોત્કચ વચ્ચે દારુણ દેખાવનું અમાનુષ યુદ્ધ ચાલી રહ્યું હતું.ને સર્વ યોદ્ધાઓ આશ્ચર્યની સાથે જોઈ રહ્યા હતા.દ્રોણાચાર્ય,અશ્વત્થામા અને કૃપાચાર્ય તે ઘટોત્કચનું પરાક્રમ જોઈને ગભરાટમાં પડી ગયા હતા ને દુઃખજનક શબ્દો કહેતા હતા કે-'આજે આપણું સૈન્ય નથી જ' હે મહારાજ,તમારું સૈન્ય ખિન્ન થઇ રહ્યું હતું,સર્વત્ર હાહાકાર થઇ રહ્યો હતો,કોઈને ભાન રહ્યું નહોતું અને સર્વને કર્ણની જિંદગી માટે નિરાશા જ દેખાતી હતી.તે વખતે જ દુર્યોધને અલાયુધને ઘટોત્કચને મારવા મોકલ્યો હતો.

Jul 11, 2026

ભાગવત રહસ્ય-૧૯૪-Bhgavat Rahasya-194

બિલકુલ પરિચય ન હોય –અને માથું નમે તો માનજો કે એ કોઈ ઈશ્વરનો અંશ છે.
વામનજીનો કોઈને ય પરિચય નથી પણ રસ્તામાં સહુ વામન મહારાજને નમસ્કાર કરે છે.
વામનજીનું પ્રાગટ્ય થયું છે-સિદ્ધાશ્રમમાં(જનકપુરી જતાં આ સિદ્ધાશ્રમ આવે છે.)
સિદ્ધાશ્રમથી વામન મહારાજ નર્મદાકિનારે ભૃગુકચ્છ નામના તીર્થમાં આવ્યા છે.
મોટો મંડપ બાંધેલો છે-વામનજી મંડપ નજીક આવ્યા છે.ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે.ત્યારે જ ચારે બાજુ પ્રકાશ પડે છે.