Aug 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1197

 

અધ્યાય-૧૯૯-નારાયણાસ્ત્રનો પ્રયોગ 


II संजय उवाच II ततः स कृदनं चक्रे रिपूणां द्रोननन्दनः I युगान्ते सर्वभूतानां कालसृष्टा इवांतकः II १ II

સંજય બોલ્યો-પછી,કાળથી સરજાયેલો યમ,જેમ,પ્રલયકાળે સર્વ ભૂતોનો સંહાર કરે તેમ,દ્રોણપુત્ર અશ્વત્થામા શત્રુઓનો સંહાર કરવા લાગ્યો,ને અનેક બાણો મૂકીને શત્રુઓને મારીમારીને મડદાંનો મોટો પહાડ ખડો કરી મુક્યો.તે વખતે અશ્વત્થામાએ જોશથી મોટી ગર્જના કરીને પોતાની પ્રતિજ્ઞાનું તમારા પુત્રને શ્રવણ કરાવ્યું.'આ ધર્મનો ડોળ ધરી રહેલા યુધિષ્ઠિર સમક્ષ જ હું તેમની સર્વ સેનાને ભગાડી દઈશ ને ધૃષ્ટદ્યુમ્નને તો જરૂર મારી નાખીશ.આ મારી સત્ય પ્રતિજ્ઞા છે માટે આપણી સેનાને પછી વાળ' એ સાંભળીને દુર્યોધને મોટો સ્નાદ કરીને સર્વ સેનાને યુદ્ધમાં પાછી વાળી.અશ્વત્થામાની આગેવાની હેઠળ તે બંને સેના વચ્ચે મહાયુદ્ધ થઇ રહ્યું.

Aug 17, 2026

ભાગવત રહસ્ય-૨૨૮-Bhgavat Rahasya-228

મારીચ આવ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા પણ રામજીના દર્શન માત્રથી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-
તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી.તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે 
રામ-લક્ષ્મણને પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથાના એ સર્વ દ્વાર પર રામજી જ દેખાય છે.
મારીચને આશ્ચર્ય થાય છે.
યજ્ઞ કે કોઈ પણ સત્કર્મમાં –ઇન્દ્રિયોના પ્રત્યેક દ્વાર ઉપર રામને પધરાવવાથી તે સત્કર્મ 
 પૂર્ણ બને છે.નામ-જપ કરવો,કથા સાંભળવી,મનથી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.
ગરીબમાં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1196

અધ્યાય-૧૯૮-ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિની અન્યોન્યને ધમકી 


II धृतराष्ट्र उवाच II सांगा वेदा यथान्यायं येनाधीता महात्मना I यस्मिन्न साक्षाद्वनुर्वेदो ह्विनिषेवे प्रतिष्ठित:II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ મહાત્માએ અંગો સહીત વેદોનો અભ્યાસ કર્યો હતો,સાક્ષાત ધનુર્વેદે જે વિનયશીલ આચાર્યનો આશ્રય કર્યો હતો અને જેમની કૃપાથી જ આ નરસિંહો આ રણમાં દેવોથી પણ ન બની શકે તેવાં અમાનુષ કર્મો કરી રહયા છે,તેવા આચાર્યનો ધૃષ્ટદ્યુમ્ને ઘાત કર્યો છે ત્યારે કોઈ ક્ષત્રિયે ક્રોધ જ ન કર્યો? ધિક્કાર છે તેમને ! હે સંજય,તે સમયે ધૃષ્ટદ્યુમ્નનાં વચનો સાંભળીને બીજા સર્વ રાજાઓ ને ધનુર્ધરોએ,તેને શું કહ્યું હતું તે મને કહે'

Aug 16, 2026

ભાગવત રહસ્ય-૨૨૭-Bhgavat Rahasya-227

અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે છે,
પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.
બ્રાહ્મણ પરમાત્માના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખથી પરમાત્મા આરોગે છે.
અગ્નિની જ્વાળા એ પરમાત્માની જીભ છે.પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડમાં અગ્નિને 
આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1195

 

અધ્યાય-૧૯૭-ભીમસેન અને ધૃષ્ટદ્યુમ્નનાં અર્જુન પ્રત્યે વચનો 


II संजय उवाच II अर्जुनस्य  वचः श्रुत्वा नोचुस्तत्र महारथाः I अप्रियं वा प्रियं वापि महाराज धनंजयम् II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,અર્જુનનાં એ વચનો સાંભળીને ત્યાં રહેલા સર્વ મહારથીઓએ અર્જુનને પ્રિય કે અપ્રિય કશું જ સામું કહ્યું નહિ પણ એ વચન સાંભળીને ભીમસેન કોપીને જાણે અર્જુનની નિંદા કરતો હૉય તેમ બોલી ઉઠ્યો કે-અરે પાર્થ,આ તો તું અરણ્યવાસી મુનિના જેવું ને તીક્ષ્ણ વ્રત આચરતા બ્રાહ્મણના જેવું ધર્મવચન કહે છે,પણ ક્ષત્રિયો તો સર્વ કોઈનું રખવાળું કરે છે.તું ક્ષત્રિયનાં સર્વ ગુણોથી યુક્ત છે ને આપણા કુળમાં ધુરંધર છે છતાં આજે આમ અજ્ઞાનીની જેમ બોલે છે તે તને શોભતું નથી.ખરે,તારું પરાક્રમ ઇન્દ્રના જેવું જ છે ને તું પણ કદી ધર્મનું ઉલ્લંઘન કરતો નથી,તો કયો પુરુષ તારી પૂજા નહિ કરે?કારણકે તેર વર્ષના ક્રોધ અને દુઃખને અંતે પણ તું આજે ધર્મની જ અભિકાંક્ષા રાખે છે !!

Aug 15, 2026

ભાગવત રહસ્ય-૨૨૬-Bhgavat Rahasya-226

વિશ્વામિત્રની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે.જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.વિશ્વામિત્રે કહ્યું કે-આ ભયંકર રાક્ષસી બાળકો ની 
હિંસા કરે છે-માટે તેને તમે મારો.
કૃષ્ણલીલાનો આરંભ પૂતના રાક્ષસીના વધથી થયો છે-રામલીલ નો તાડકા રાક્ષસીના વધ થી 
થયો છે.તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકાને વિવેકરૂપી બાણ મારે છે-તાડકાનો ઉદ્ધાર કર્યો.