Aug 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1203

 

હે પાર્થ,આ ઘોર અને રોમાંચકારી સંગ્રામમાં અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ આદિ મહાન ધનુર્ધરોના રક્ષણ હેઠળ રહેલી કૌરવો સેનાનો મનથી પણ કોણ પરાભવ કરી શકે તેમ છે?એક માત્ર અનેક રૂપવાળા મહેશ્વર જ તે સેનાનો નાશ કરી શકે કારણકે તે પ્રભુ જયારે આગળ ઉભા હોય ત્યારે કોઈ પણ પુરુષ તેમની સામે ટકી શકે નહિ.ત્રણેય લોકમાં એક પણ પ્રાણી તેમની બરાબરનું નથી,સંગ્રામમાં તેમની ગંધમાત્રથી શત્રુ બેભાન થઇ જાય છે,મરણશરણ થઇ જાય છે.દેવો પણ તેમને નમસ્કાર કરતાં જ સ્વર્ગમાં રહી શકે છે.વળી આ લોકમાં પણ મનુષ્યો તે દેવને નમન કર્યા કરે છે.જે ભક્તપુરુષો,વરદ,રુદ્ર,ઉમાપતિ અને સર્વના ઈશ તે શંકરદેવને અનન્ય ભાવથી સદા ઉપસે છે તેઓ આ લોકમાં પરમસુખ પામીને અંતે પરમ ગતિને પામે છે માટે તું તે શાંત દેવને નમસ્કાર કર.(28)

Aug 25, 2026

ભાગવત રહસ્ય-૨૩૬-Bhgavat Rahasya-236

દશરથને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યાએ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરીને બોલ્યાં-બેટા,ભરત રાજા બને અને તું વનમાં 
 જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-પણ મારા મનમાં કોઈ 
વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે-તારા વિના તારા પિતાનું શું થશે ? ભરતનું અને 
અયોધ્યાનું શું થશે ?તારો વિયોગ ભરતથી સહન થશે નહિ.બેટા, હું તારી સાથે આવું,
પણ પતિવ્રતાનો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1202

 

અધ્યાય-૨૦૨-શ્રીશંકર માહાત્મ્ય-વ્યાસ અને અર્જુન 


II धृतराष्ट्र उवाच II तस्मिन्नति रथे द्रोणे निहते पार्षतेन वै I मामकाः पांडवाश्चैव किमकुर्वन्नतः परम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દ્રોણાચાર્યના મર્યા પછી,મારા ને પાંડુપુત્રોએ શું કર્યું હતું?

સંજય બોલ્યો-દ્રોણાચાર્યના મરણ પછી,કૌરવ સૈન્ય ભાગીને ઉભું હતું ત્યારે પોતાના વિજયની એક આશ્ચર્યજનક ઘટના જોઈને અર્જુન અકસ્માત ત્યાં આવેલા વ્યાસજીને એ સંબંધમાં પૂછ્યું કે-'હે મહર્ષિ,જયારે હું મારા બાણો દ્વારા શત્રુસેનાનો સંહાર કરી રહ્યો હતો ત્યારે મારા જોવામાં આવ્યું હતું કે એક અગ્નિના સમાન તેજસ્વી પુરુષ મારી આગળ ચાલી રહ્યા હતા.

Aug 24, 2026

Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list

ભાગવત રહસ્ય-૨૩૫-Bhgavat Rahasya-235

મંથરા કહે છે-રામ તો આનંદમાં જ હોય ને ? રામનો તેમના પિતા આવતી કાલે 
રાજ્યાભિષેક કરે છે.રામના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. 
કૈકેયી અતિ ભોળી છે.મંથરાએ હાર ફેંકી દીધો.કૈકેયીને આશ્ચર્ય થયું-તે પૂછે છે-
મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને આટલું દુઃખ 
કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.

Aug 23, 2026

ભાગવત રહસ્ય-૨૩૪-Bhgavat Rahasya-234

અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેકની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,
પણ દેવોને દુઃખ થયું છે.તેનું એક કારણ હતું-તેઓ ને થયું કે- 
જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણને કોણ મારશે ? દેવોએ વિઘ્નેશ્વરી દેવીનુ 
 આહવાન કર્યું છે. દેવીને કહ્યું-કે-અયોધ્યા જઈ તું રાજ્યાભિષેકમાં વિઘ્ન કર.
રામજીને સુખ-દુઃખ થવાનું નથી.તે તો આનંદરૂપ છે.દશરથરાજાને સદગતિ મળવાની છે.