હવે પરસ્પર નિશ્ચય કરીને તે ત્રણે પોતાને વિહાર કરવા માટેનાં તેવાં ત્રણ નગરો તૈયાર કરાવવા મહાસુર મયદાનવ પાસે ગયા કે જે અસુરોનો વિશ્વકર્મા હતો.તેણે પોતાના તપ અને બુધ્ધિબળના આશ્રયથી ત્રણ નગરોની રચના કરી દીધી.તેણે એક નગર સુવર્ણનું બનાવી સ્વર્ગમાં સ્થાપ્યું,,બીજું રૂપાનું નગર આકાશમાં સ્થાપ્યું અને અને ત્રીજું લોખંડનું પૃથ્વીમાં સ્થાપ્યું.વધુમાં આ ત્રણેય નગરો સંચાર કરી શકતાં હતાં.તે દરેક નગર સો યોજન લંબાઈ અને પહોળાઈનું હતું.તેમાં ઘણાં ઘરો,મહેલો,કિલ્લાઓ ને રાજમાર્ગોનું બાંધકામ થયું હતું.સુવર્ણના નગરનો રાજા તારકાક્ષ,રૂપાનો રાજા કમલાક્ષ અને લોઢાના નગરનો રાજા વિદ્યુન્માલી હતો.આ ત્રણેય નગરોના રાજા થઈને તે ત્રણેય દૈત્યોએ પોતાના અસ્ત્રોના તેજથી ત્રણેય લોકોને દબાવી દીધા.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Oct 6, 2026
Oct 5, 2026
ભાગવત રહસ્ય-૨૭૫-Bhagvat Rahasya-275
સીતાજીનાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.જેમનું જીવન સુંદર થાય એને
પરાભક્તિનાં દર્શન થાય છે.સમુદ્રને (સંસાર સમુદ્રને) ઓળંગીને જે જાય,ત્યારે તેને
પરાભક્તિનાં દર્શન થાય.માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામના પ્રતાપે હનુમાનજીમાં
દિવ્ય શક્તિ છે.તે શક્તિથી તે સમુદ્રને ઓળંગે છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1239
અધ્યાય-૩૩-ત્રિપુરાખ્યાન
II दुर्योधन उवाच II भूय एव तु मद्रेश यत्ते वक्ष्यामि तच्छ्रुणु I यथा पुरावृतमिदं युद्धे देवासुरे विभो II १ II
દુર્યોધન બોલ્યો-હે સમર્થ મદ્રરાજ,પૂર્વે દેવાસુર યુદ્ધ પ્રસંગે જે ઐતિહાસિક બનાવ બન્યો હતો તે હું તમને કહી સંભળાવું છું.મારા પિતાની સમક્ષ મને આ ઐતિહાસિક કથા માર્કંડેય મહર્ષિએ કહી હતી.તે તમે સાંભળો તે પછી મનમાં વિચાર કરો,તેમાં કોઈ પણ જાતની શંકા કરશો નહિ.હે રાજન,પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પરસ્પરને જીતવાની ઈચ્છાથી તારકાસુરરૂપ રોગનો નાશ કરવાના કારણે મહાન સંગ્રામ થયો હતો તેમાં દેવોએ દૈત્યોનો પરાજય કર્યો હતો.એમ સાંભળવામાં આવ્યું છે.
Oct 4, 2026
ભાગવત રહસ્ય-૨૭૪-Bhagvat Rahasya-274
સાત્વિકતા આવશે નહિ.વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી.
વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહિ રહેવાનું.વિલાસી લોકોથી દૂર જવાનું છે-
વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહિ રહેવાનું.વિલાસી લોકોથી દૂર જવાનું છે-
દૂર રહેવાનું છે. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે.ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી.
વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.
કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.
Oct 3, 2026
ભાગવત રહસ્ય-૨૭૩-Bhagvat Rahasya-273
કલહ નથી,ઈર્ષ્યા નથી.કલહનું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે
વેર ના કરો.જીવન થોડું છે.અયોધ્યાકાંડ પ્રેમનું દાન કરે છે.
રામનો ભરતપ્રેમ, રામનો સાવકી માતા પ્રત્યેનો પ્રેમ-વગેરે આ કાંડમાં જોવા મળે છે,
રામનો ભરતપ્રેમ, રામનો સાવકી માતા પ્રત્યેનો પ્રેમ-વગેરે આ કાંડમાં જોવા મળે છે,
રામ ની નિર્વેરતા જોવા મળે છે.
Oct 2, 2026
ભાગવત રહસ્ય-૨૭૨-Bhagvat Rahasya-272
કૌશલ્યા જેવી માતા થઇ નથી.રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,
કે-ભરત જેવો ભાઈ થયો નથી.વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.
ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ,પતિપ્રેમ,
પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-તે રામાયણમાં બતાવ્યું છે.
પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-તે રામાયણમાં બતાવ્યું છે.
Subscribe to:
Posts (Atom)





