Oct 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1243

પછી,શ્રીશંકરે દેવગણોથી વીંટાઇને અસુરો તરફ પ્રયાણ કર્યું.એ વેળા તેમના પાર્ષદો તેમની પૂજા કરતા હતા ને કેટલાએક માંસાહારી દુરાસદ ભૂતગણો તેમની આગળ આગળ નૃત્ય કરતા દોડાદોડ કરતા ગર્જનાઓ કરતા હતા.એ વખતે મોટામોટા ઋષિઓ અનેક જાતનાં સ્તોત્રોથી શ્રીશંકરની સ્તુતિ કરતા હતા અને તેમના તેજમાં વારંવાર વૃદ્ધિ કરતા હતા.તેમની આગળ હજારોની સંખ્યામાં ગંધર્વો વાદિત્રો વગાડી રહ્યા હતા.જોતજોતામાં તો તેઓ ત્રિપુરની સન્મુખ જઈ પહોંચ્યા.તે વખતે તેમના નંદિકેશ્વરે (પોઠિયાએ)અતિ મહાન ગર્જના કરી મૂકી.

Oct 14, 2026

ભાગવત રહસ્ય-૨૭૮-સકંધ-૧૦-પૂર્વાર્ધ-Bhagvat Rahasya-278-Skandh-10-Purvardh

હવે દશમ સ્કંધ (પૂર્વાર્ધ)ની શરૂઆત થાય છે. ભાગવતનું ફળ દશમ સ્કંધ છે.
દશમ સ્કંધમાં શુકદેવજી ખીલ્યા છે. તેમના ઇષ્ટદેવની કથા છે,લાલાજીની કથા છે.
શ્રીમદ ભાગવત સાત દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે.અનેક જન્મ અનેક સાધન કરતાં પણ 
મળે નહિ -તે અતિ દુર્લભ મુક્તિ –પરીક્ષિત રાજાને સાત દિવસમાં મળે છે.
ભાગવતની શરૂઆતમાં-પરીક્ષિત રાજાનો પ્રથમ પ્રશ્ન હતો કે-
જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1242

અધ્યાય-૩૪-ત્રિપુરાખ્યાન (ચાલુ)

 II दुर्योधन उवाच II पित्रुदेवर्षिसंघेभ्योमये दत्ते महात्मना I सत्कृत्य शंकरं पराः ब्रह्मा लोकहितं वचः II १ II

દુર્યોધન બોલ્યો-પિતૃઓ,દેવો અને ઋષિઓના સંઘોને મહાત્મા શંકરે એ પરમાત્માને જ્યારે એમ કહ્યું ત્યારે તેમનું સન્માન કરીને પિતામહ બ્રહ્મા બોલ્યા કે-'હે દેવેશ,આપના અનુગ્રહથી જ મેં આ પ્રજાપતિપદ પ્રાપ્ત કર્યું છે,કે જે પદ પર સ્થિત થઈને મેં દાનવોને વર આપ્યો છે પણ હવે તદ્દન મર્યાદાને ઉલ્લંઘી ગયેલા તે દાનવોનો સંહાર કરવા તમારા સિવાય બીજો કોઈ દેવ સમર્થ નથી.આ સર્વ દેવો તમારે શરણે આવ્યા છે માટે કૃપા કરો અને દાનવોનો નાશ કરો.'

Oct 7, 2026

ભાગવત રહસ્ય-૨૭૭-Bhagvat Rahasya-277

કામ-ને શાસ્ત્રમાં હિત શત્રુ કહ્યો છે,એ કામ કરે છે-શત્રુનું,પણ બતાવે છે-કે-હું તમારો મિત્ર છું.
યયાતિ રાજા વિલાપ કરે છે-“મેં મારી શક્તિનો દુર્વ્યય કર્યો,મેં મારું શરીર બગાડ્યું,”
કામ-ક્રોધને મિત્ર ન બનાવતાં તેને વેરી બનાવી તેમને ત્યજવા જોઈએ.
દેવયાનીના મોટા પુત્ર –યદુના વંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.નાના પુત્ર પુરુએ પોતાની યુવાની 
પિતાને આપેલી,તેથી પિતાએ રાજ્ય તેને આપ્યું છે.
આગળ જતાં આ વંશમાં દુષ્યંત અને રંતિદેવ નામના રાજા થયા.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1241

અધ્યાય-૩૪-ત્રિપુરાખ્યાન (ચાલુ)

 II दुर्योधन उवाच II पित्रुदेवर्षिसंघेभ्योमये दत्ते महात्मना I सत्कृत्य शंकरं पराः ब्रह्मा लोकहितं वचः II १ II

દુર્યોધન બોલ્યો-પિતૃઓ,દેવો અને ઋષિઓના સંઘોને મહાત્મા શંકરે એ પરમાત્માને જ્યારે એમ કહ્યું ત્યારે તેમનું સન્માન કરીને પિતામહ બ્રહ્મા બોલ્યા કે-'હે દેવેશ,આપના અનુગ્રહથી જ મેં આ પ્રજાપતિપદ પ્રાપ્ત કર્યું છે,કે જે પદ પર સ્થિત થઈને મેં દાનવોને વર આપ્યો છે પણ હવે તદ્દન મર્યાદાને ઉલ્લંઘી ગયેલા તે દાનવોનો સંહાર કરવા તમારા સિવાય બીજો કોઈ દેવ સમર્થ નથી.આ સર્વ દેવો તમારે શરણે આવ્યા છે માટે કૃપા કરો અને દાનવોનો નાશ કરો.'

Oct 6, 2026

ભાગવત રહસ્ય-૨૭૬-Bhagvat Rahasya-276

સૂર્યવંશમાં છેલ્લો રાજા સુમિત્ર થયો.હવે ચંદ્રવંશનો પ્રારંભ થાય છે.ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.
અત્રિનો પુત્ર ચંદ્ર,ચંદ્રનો પુત્ર બુધ અને બુધનો પુરુરવા.પુરુરવાનો આયુ.
આ વંશમાં આગળ જતાં યયાતિ નામનો રાજા થયો.ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી,
એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર છે,યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયેલાં.