Oct 22, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1250

 

વળી,મદ્રદેશના દુરાચારી મનુષ્યો સાથવો તથા માછલાંઓનું ભક્ષણ કરનારા હોય છે,એટલું જ નહિ તેઓ ગાય સુદ્ધાંનું માંસ ખાય છે,ને મદિરાનું પણ કરી મદોન્મત્ત થઈને ઘરમાં ચીસો પાડ્યા કરે છે ને અન્યોન્ય બકવાદો કર્યા કરે છે.તે મનુષ્યો ગર્વિષ્ઠ હોય છે ને તેમનાં અશુભ કર્મો જગતમાં પ્રખ્યાત છે,માટે તેમની સાથે વેર બાંધવું નહિ,મિત્રતા કરવી નહિ કે કોઈ જાતનો સંબંધ રાખવો નહિ.તેમની સંગતિ કરીને મનુષ્ય પતિત થાય છે.વળી,આ લોકમાં જયારે કોઈને વીંછી કરડે છે અને અતિશય વેદના થાય છે ત્યારે વિદ્વાન વૈદ્યો ઝેર ઉતારવા આ પ્રમાણે મંત્ર ભણે છે.

Oct 21, 2026

ભાગવત રહસ્ય-૨૮૫-Bhagvat Rahasya-285

વસુદેવજી મહા વૈષ્ણવ છે,અને વૈષ્ણવ(ભક્ત) દુઃખી થાય તો પરમાત્મા પધારે છે.
વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.
પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને 
દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો 
હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1249

 

અધ્યાય-૪૦-શલ્ય પ્રત્યે કર્ણનાં દુષ્ટ વચનો 


II संजय उवाच II अधिक्षिप्तस्तु राधेयः शल्येनामिततेजसा I शल्यमाह सुसंकृद्वो वाक् शल्यमवधारयन II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા શલ્યરાજે જયારે કર્ણનું અપમાન કર્યું ત્યારે તેને અત્યંત ક્રોધ ચઢી ગયો.'વાણીરૂપ 

શલ્યથી આ વીંધનારો છે માટે જ આનું નામ શલ્ય છે' એવો મનમાં નિશ્ચય કરીંને કર્ણ શલ્યને કહેવા લાગ્યો કે-

'હે શલ્ય,ગુણવાન પુરુષ જ ગુણવાનોના ગુણો જાણે છે.તું તો ગુણોથી હીન છે તેથી ગુણ-અવગુણ ને શી રીતે જાણે?અર્જુનનાં અસ્ત્રો,ક્રોધ,વીર્ય,ધનુષ્ય,બાણો ને તેના પરાક્રમને હું બરોબર જાણું છું.ને શ્રીકૃષ્ણના માહાત્મ્યને જેટલું હું જાણું છું તેટલું તું જાણતો નથી.મારા ને અર્જુનના વીર્યને જાણીને જ હું તે અર્જુનને યુદ્ધમાં બોલાવી રહ્યો છું.

Oct 20, 2026

ભાગવત રહસ્ય-૨૮૪-Bhagvat Rahasya-284

કૃષ્ણકથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને શુકદેવજી પ્રસન્ન થયા છે.શુકદેવજી કહે છે-કે-
કૃષ્ણકથામાં તારો પ્રેમ જોઈ મને બહુ આનંદ થાય છે,રાજા તારે લીધે મને પણ કૃષ્ણકથા-ગંગાનું 
પાન કરવાનો લાભ મળ્યો.આ કૃષ્ણકથા-ગંગા પ્રગટ થઇ પછી ભાગીરથી ગંગાજીનું મહત્વ 
ઓછું થયું છે.આ કૃષ્ણકથા-ગંગા અનેકને પાવન કરે છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો તેનાથી મનનો મેલ ધોવાતો નથી.ખાલી શરીર શુદ્ધ થાય છે,
જયારે આ કૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે.મનને શુદ્ધ કરે છે.માટે કૃષ્ણ કથા શ્રેષ્ઠ છે.વળી કૃષ્ણકથા-ગંગા જ્યાં ઈચ્છો 
ત્યાં પ્રગટ થાય છે,ભાગીરથી-ગંગા ને કહો –કે અમારા શહેરમાં પ્રગટ થાઓ-તો તે ત્યાં શું પ્રગટ થશે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1248

 

અધ્યાય-૩૯-કર્ણ અને શલ્ય વચ્ચે ટપાટપી 


II शल्य उवाच II मा सूतपुत्र दानेन सौवर्ण हस्तिपडगवम I प्रयच्छ पुरुषायाद्य दक्ष्यसि त्वं धनंजयम् II १ II

શલ્ય બોલ્યો-'ઓ સૂતપુત્ર,તું હાથી સમાન બળવાળા છ બળદોથી જોડેલા સુવર્ણના રથનું દાન કર મા ! તું કેવળ મુરખાઇથી જ આટલું બધું ધન આપી દેવા તૈયાર થયો છે કારણકે આજે તું વિના પ્રયાસે જ અર્જુનને જોઇશ.તું એક મૂઢ પુરુષની જેમ બીજાઓને ધન આપી દેવા તૈયાર થયો છે,ને મોહને લીધે સમજતો નથી કે અપાત્રે દાન કરવાથી કેટલા દોષો પ્રગટ થાય છે.તું ધનનો વ્યર્થ દુરુપયોગ કરવા જ ધારે છે.આટલા બધા ધનથી તો અનેક જાતના યજ્ઞો થઇ શકે.તું તે ધન વડે યજ્ઞો જ કર્યા કર !

Oct 19, 2026

ભાગવત રહસ્ય-૨૮૩-Bhagvat Rahasya-283

ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,
તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે 
સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.
સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.