Aug 29, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-24

આ ધારણા વિવિધ પ્રકારની હોય છે-કલ્પનાની જરાક રમત પણ સાથો સાથ કરી શકાય.
દાખલા તરીકે-મનને હૃદયની અંદર એક "બિંદુ" નો વિચાર કરવામાં લગાડવું એ કઠણ છે,પણ,
સહેલો રસ્તો છે કે-ત્યાં એક કમળની કલ્પના કરવી-કે જે કમળ પ્રકાશથી અને ઝળહળતી જ્યોતિથી
ભરપૂર છે.અગાઉ આવી ગયું-તેમ સુષુમ્ણાની અંદરના જુદા જુદા કેન્દ્રોને પણ-પ્રકાશમય કલ્પી શકાય.

Aug 26, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-23

જે મનુષ્ય પોતાના મનને -મગજમાંના ઇન્દ્રિયોના કેન્દ્રો સાથે -પોતાની ઇચ્છાનુસાર જોડવામાં કે તેમનામાંથી હટાવી લેવામાં સફળ થયો છે-તે "પ્રત્યાહાર" માં સફળ થયો છે એમ જાણવું.પ્રત્યાહાર નો અર્થ છે કે-"પાછું વાળવું" મન ની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવીને  અને તેને  પાછી વાળીને,તે મનને ઇન્દ્રિયોની ગુલામીમાંથી,જયારે આપણે મુક્ત કરી શકીશું,ત્યારે જ આપણે સાચા સ્વાતંત્ર્ય તરફ પગલું લીધું ગણાશે,ત્યારે જ આપણે સાચા ચારિત્ર્યવાન કહેવાઈશું,નહિતર તો આપણે માત્ર જડ યંત્રથી વધુ કશું નથી.

Aug 25, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-22

દરેક આત્મા નું ધ્યેય છે -મુક્તિ-સ્વામિત્વ.
જડ પદાર્થ અને વિચારની ગુલામીમાંથી મુક્તિ અને બાહ્ય તથા આંતરિક પ્રકૃતિ પર સ્વામિત્વ.
બીજા મનુષ્ય તરફથી આવતો દરેક ઈચ્છા-પ્રવાહ
(પછી તે ગમે તે સ્વરૂપમાં હોય -ઇન્દ્રિયો પર પરાણે લાદી લીધેલા  કાબુરૂપે કે મન ને કોઈ વિકૃત સ્થિતિ નીચે લાવી દેવાના રૂપે હોય) તે-જૂના ભૂતકાળના વિચારો,વહેમોના બંધનની --હયાત (હાજર) રહેલી વજનદાર મજબૂત સાંકળમાં એક કડી વધારે ઉમેરી ને (મુક્તિ તો દૂર રહી પણ) તે સાંકળ -બંધન ને વધુ મજબૂત કરે છે.

Aug 24, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-21

પ્રત્યાહાર અને ધારણા
"પ્રાણાયામ" પછીના બે પગથિયાંને "પ્રત્યાહાર" અને "ધારણા" કહેવામાં આવે છે."પ્રત્યાહાર" નો અર્થ થાય છે "પાછું વાળવું" મનની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવી.અને ઇન્દ્રિયોની ગુલામીમાંથી તેને મુક્ત કરવું. અને "ધારણા" એટલે મનને અમુક સ્થળે ચોંટાડી રાખવું.

Aug 23, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-20

જેઓ દિવસમાં બે વાર -આ પ્રાણાયામનો અભ્યાસ કરશે-તેમનામાં શરીર અને મનની શાંતિ આવશે,અવાજની મધુરતા -વગેરે આવશે-પણ જે આ પ્રાણાયામની ક્રિયામાં આગળ વધશે-તેમની જ કુંડલિની જાગ્રત થશે, તેમની સમગ્ર પ્રકૃતિમાં પરિવર્તન થવા લાગશે અને તેમના જ્ઞાનનો ગ્રંથ ખુલ્લો થઇ જશે.પછી તેમને જ્ઞાન મેળવવા પુસ્તકો પાસે દોડી જવાની જરૂર નહિ રહે.તેમનું પોતાનું મન જ -
એક અનંત જ્ઞાનનો ભંડાર બની જશે.