વાલી,શ્રીરામને કહે છે કે “હે,રામ,એક ક્ષત્રિય તરીકે તેં દગાથી,છુપાઈને મને વાનરને વગર અપરાધે માર્યો છે.આથી તારો યશ કલંકિત થયો છે,તું અધર્મી છે ને રાજધર્મને જાણતો નથી.
સાધુચરિત દશરથ રાજાનો પુત્ર થઇ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મ-ધ્વજ-પણું,એ ઘાસથી ઢંકાયેલા કુવા જેવું છે,
તું જટા-વલ્કલનો વેશ ધારણ કરીને આવો અધર્મ આચરે છે?