Nov 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-674

જયારે નેત્રની કીકીઓ  (પડળ-આદિ દોષો) ન હોય ત્યારે જ,અત્યંત સ્વચ્છ (નવીન રત્ન જેવી) હોય છે.પણ પછી તેઓમાં ઘડો-આદિ પદાર્થોના પ્રતિબિંબ સહિત-ચિત્તની વૃત્તિ,પેસે છે.
આવી રીતે નેત્રની કીકીઓ દ્વારા અંદર પેઠેલો પ્રતિબિંબ-રૂપ-પદાર્થનો
"હું છું" એવા અભિમાન-વાળા જીવની સાથે સંયોગ થાય છે.
આમ,ઘડો-આદિ બાહ્ય પદાર્થો બહાર દેખાય છે-
તે છતાં હૃદયમાં અહંકાર ધરાવનાર જીવના જાણવામાં આવે છે.

Nov 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-673

એ જીવ-બુદ્ધિનો ભેદ અને આકારોનો (કાળના ભેદથી) ભેદ થવાને લીધે,
કામ-ક્રોધ-હર્ષ-ખેદ-વગેરેથી રંગાઈને,જાણે જુદા-જુદા પ્રકારનો હોય,તેવો થઇ જાય છે
અને કાળે કરીને (લિંગ-શરીર-રૂપ-સ્વ-ભાવને લીધે)
જેમાં અનંત વાસનાઓ-રૂપ-કણિકાનો ઉદય પણ થાય છે-એવા આકારને પામે છે.
આમ,વાસનાઓ પ્રગટ થવાથી,શરીર-આદિ,સ્થાવર-આદિ,જંગમ-આદિ આકાર થાય છે.

Nov 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-672


ચૈતન્ય-કે જે-આકાશ કરતાં પણ અતિ-સ્વચ્છ છે,તેણે,ચૈતન્ય-પણાને લીધે,પોતાના જ સ્વરૂપને,
પૂર્વપૂર્વની વાસના અનુસાર "લિંગ-સ્વ-રૂપે" કલ્પી લીધેલું છે, કે જે શરીર જગતની સ્થિતિના મૂળ-પણાને પ્રાપ્ત થયું છે.અને જેના અવયવોમાંથી જ ઇન્દ્રિયો-આદિ અને ઘડો-આદિ પ્રાપ્ત થયેલ છે.

ઇન્દ્રિય દ્વારા બહાર નીકળેલું લિંગ-શરીરમાંનું ચિત્ત-ઘડો-આદિમાં વ્યાપીને-પોતાની વૃત્તિમાં-
પ્રતિબિમ્બિત થયેલા ઘડા-આદિ ને (પદાર્થોને) બાહ્ય જેવા જ આકારથી હૃદયમાં લઇ જઈને બેસાડે છે,
જેથી કાળાંતરમાં "સ્મૃતિ" (યાદ) થાય છે.

Nov 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-671

રામ કહે છે કે-હે મહારાજ,બીજા ઘણા લોકોના બોધને વધારવા,હું હવે એક વાત સહજ પૂછું છું,
માટે પિતા જેમ બાળક પર કોપ ના કરે તેમ આપ મારા પર કોપ ના કરશો.

કાન,નાક,આંખ,જીભ,ચામડી-એ મરણ પામેલા પ્રાણીના શરીરમાં હોવા છતાં પણ,
અને પ્રત્યક્ષ રીતે દેખાવા છતાં પણ પોતપોતાના વિષયોને કેમ જાણતા નથી?
અને જીવતાં માણસોના શરીરમાં એ પોતપોતાના વિષયોને કેમ જાણે છે?

Nov 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-670

હે રામચંદ્રજી,તમે સૂતાં,જાગતાં,ચાલતાં કે ઉભા રહેતાં પણ હ્રદયમાં "હું સ્વયંપ્રકાશ ચેતન અને વ્યાપક પરમાત્મા જ છું"એવો અનુભવ કર્યા કરો.અને જ્ઞાન-સ્વ-રૂપ (બ્રહ્મ-સ્વ-રૂપ) થાઓ.
જે આદિ-અંતથી રહિત અને સ્વયંપ્રકાશ જે પરમ-પદ છે તે તમે જ છો,તમે સર્વ-વ્યાપક છો,એક-રૂપ છો,અને શુદ્ધ બોધ-મય છો.જેમ સેંકડો ઘડાઓમાં,માટી એક જ છે,અને ઘડો માટીથી જુદો નથી,તેમ,સેંકડો પદાર્થોમાં બ્રહ્મ,એક જ છે ને (જગત કે જગતના પદાર્થો) આત્માથી જુદા નથી.

Nov 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-669

રામ કહે છે કે-અત્યંત નિર્મળ,બ્રહ્મ-સદા એક-રૂપે જ રહેલું હોય,તો તેમાં તેથી વિરુદ્ધ સ્વભાવવાળી અવિદ્યાની પ્રાપ્તિ કેમ સંભવે? અને જગત-રૂપ-વિવર્ત પણ કેમ થાય?

વસિષ્ઠ કહે છે કે-સિદ્ધાંત એવો છે કે-"સર્વ જગત બ્રહ્મ જ હતું,બ્રહ્મ જ છે અને બ્રહ્મ જ રહેશે,વળી,તે બ્રહ્મ નિરાકાર છે અને આદિ-અંતથી રહિત છે,અને અવિદ્યા (માયા-અજ્ઞાન) પણ મુદ્દલે છે જ નહિ" બ્રહ્મ-ઇત્યાદિ નામો આપીને "વાચ્ય-વાચક"નો જે ક્રમ બનાવવામાં આવ્યો છે-તે-ઉપદેશને માટે "કલ્પિત" જ છે.માટે તેમાં (તે બ્રહ્મમાં) કોઈ જાતનું દ્વૈત થાય છે-એવું  સમજવું નહિ.

Nov 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-668

એ આત્મ-પદ માયાથી સબલ નથી,પ્રલય-રૂપ પણ નથી,વસ્તુ આદિ-રૂપ પણ નથી,અને આ લોક કે પરલોકમાં,વાયુ વગેરેથી થતા શોષણ-વગેરે વિકારોથી કદી પણ પોતાના સ્વ-રૂપમાંથી ભ્રષ્ટ થતું નથી.
જેમ હજારો ઘડાઓ ફૂટી જતાં પણ,(તે ઘડાની અંદરનું કે બહારનું)આકાશ ખંડિત થતું નથી (ઘડાકાશ (ઘડાની અંદર રહેલું આકાશ) મહાકાશ (બહારના આકાશમાં) માં મળી જાય છે) તેમ, હજારો દેહ જન્મતા-મરતાં,પણ સર્વના અધિષ્ઠાન-રૂપ એ આત્મ-તત્વ ખંડિત થતું નથી.

Nov 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-667

(૪૮) દૃશ્ય થી ભિન્ન બ્રહ્મનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પરમ-તત્વ કે જેમાં -ઈંડાની અંદર  રહેલા મોરની જેમ,ફેલાયેલું આ જગત-ત્રણે કાળમાં કદી ઉત્પન્ન થયું જ નથી,તે જ શુદ્ધ તત્વ ઉપરના દ્રષ્ટાંત ના તાત્પર્ય નો વિષય છે.
જેમાં વાસ્તવિક રીતે કંઈ પણ ઉત્પન્ન થયું નથી,તેમાં જ સઘળું જગત અવિદ્યા (માયા કે અજ્ઞાન) થી છે,અને તે જ તત્વ આ દેહમાં પણ પ્રાણ-રૂપ થઈને વિષય સંબંધી સુખો-રૂપે અને વિચિત્ર ભોગો-રૂપે સ્ફુરે છે.

Nov 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-666

જગતમાં દેખાતા સર્વ સ્થૂળ પદાર્થો પાંચ મહાભૂત (આકાશ-વાયુ-તેજ-જળ-પૃથ્વી) ના પંચીકરણથી બનેલા છે,
એટલે જે આ અપંચીકૃત ભૂતો (પંચીકરણ પહેલાના) છે-તે જ ચિત્ત છે,અને જે ચિત્ત છે-તે જ બ્રહ્મ છે.
આ રીતે,ક્રમથી સ્થૂળ પદાર્થોનો ક્રમેક્રમે (તેના પાછળનો) વિચાર કરતાં અંતે જે રૂપ બાકી રહે છે-તે બ્રહ્મ છે.

Nov 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-665

ચૈતન્ય-રૂપ-ગર્ભ,કે જે જગત હોય ત્યારે પણ હોય છે અને જગત ન હોય ત્યારે પણ હોય છે,
તે જ સત્ય છે અને જગતનું મૂળ-તત્વ પણ એ જ છે-માટે જગત બ્રહ્મ-મય છે એમ પણ કહેવાય છે અને તે બ્રહ્મ જ છે -એમ પણ કહેવાય છે.
જેમ શિલાના ઉદરથી જુદો પાડીએ -તો કમળ-વન-વગેરે શબ્દોનો મુદ્દલે અર્થ છે જ નહિ,તેમ ચૈતન્યથી,જગત છુટું પાડવામાં આવે તો-જગત મુદ્દલે છે જ નહિ.

Nov 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-664

બ્રહ્મમાં જ્યાં જેવો આકાર કલ્પવામાં આવે છે ત્યાં તેવો આકાર પ્રતીત થાય છે,
એટલા માટે,જે કંઈ છે તે સઘળું બ્રહ્મની સત્તા-રૂપ જ છે અને સુષુપ્તિની પેઠે જ રહેલ છે.જેમ શિલાની અંદર કલ્પાયેલાં મિથ્યા-ભૂત કમળો કદી પણ સાચી સ્થિતિ મેળવતાં નથી,
તેમ,બ્રહ્મની અંદર કલ્પાયેલી સૃષ્ટિ-આદિ મિથ્યાભૂત દશાઓ કદી પણ પોતાની અલગ સ્થિતિને પ્રાપ્ત થતી નથી.

Nov 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-663

\જેમ કમળ-વન શિલાથી જુદું ન હોવા છતાં,પણ જુદી આકૃતિ-વાળું જણાય છે,
તેમ આ જગત એ ચૈતન્યથી ભિન્ન નથી છતાં જુદી આકૃતિ-વાળું જણાય છે.
જેમ,શિલાની અંદર ચક્રો તથા કમળો-સુષુપ્તિ જેવી અવસ્થાથી રહે છે,
તેમ ચૈતન્યની અંદર આ બ્રહ્માંડો સુષુપ્તિ જેવી અવસ્થામાં રહેલાં છે.
જેમ,શિલાની અંદર કમળોની પંક્તિ કે મરીની અંદર તેની તીખાશ- ઉદય કે અસ્ત પામતી નથી,તેમ,ચૈતન્યમાં આ સૃષ્ટિ ઉદય કે અસ્ત પામતી નથી.

Nov 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-662

હે રામચંદ્રજી,આ વિષયમાં વિસ્મય આપનારી,બીજી એક રમણીય કથા હું કહું છું તે તમે સાંભળો.કોઈ સ્થળમાં સ્નિગ્ધ,સ્પષ્ટ,કોમળ સ્પર્શ-વાળી,ઘાટી અને કદી ક્ષોભ નહિ પામેલી એક મોટી શિલા છે.તે શિલાનીઅંદર રમણીય તથા ખીલેલાં ઘણાં કમળો છે-કે જેની સંખ્યા ગણી શકાતી નથી ! એ સઘળાં કમળો એકબીજામાં પરોવાયેલાં પાંદડાં-વાળાં છે,કે જે પરસ્પરથી લાગેલાં પણ છે ને જુદાં પણ છે,છાનાં પણ છે ને પ્રગટ પણ છે!

Nov 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-661

પોતાના જૂના રહેઠાણને નહિ છોડતાં-અને એમ છતાં પણ તે ગર્ભ અનુક્રમથી વ્યવહારમાં સમર્થ થયેલ છે.
(એ ગર્ભની) ચપળ-રૂપ-વાળી-વ્યવહાર "શક્તિ"એ -જ -
તે નિર્વિકાર સ્વ-રૂપમાં આવા "જગત-રૂપ દેખાવ" ફેલાવ્યો છે-કે જે દેખાવ,
"આ આકાશ છે,આ કાળ છે,આ નિયમ છે,આ ચલન-રૂપ ક્રિયા છે,આ સંકલ્પનો વિસ્તાર છે, આ જુદીજુદી દિશાઓ છે,આ રાગ-દ્વેષ છે,આ ગ્રાહ્ય-ત્યાજ્ય છે,આ તું-પણું-હું-પણું છે,આ ઉંચે -નીચે છે,આ આગળ-પાછળ છે"
એવી અનંત કલ્પનાઓ-રૂપી રચનાના રહસ્યથી ચારે બાજુ  વિસ્તાર-પામેલ છે.

Nov 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-660

(૪૫) પરબ્રહ્મ નું બીલા-રૂપે વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ વિષયમાં બોધને માટે "વિસ્મય નો ઉલ્લાસ કરનારી અને રમણીય" કથા હું કહું છું તે તમે સાંભળો.હજારો યોજનના વિસ્તાર-વાળું,નિર્મળ,સ્પષ્ટ અને હજારો યુગો વીતવા છતાં પણ જે પાકી જતું નથી એવું એક મોટું બીલું છે.એ બીલું અવિનાશી રસથી ભરેલું છે,અમૃત કરતાં પણ અધિક રસ-વાળું છે,અને જુનું છતાં કોમળતાથી ભરેલું છે.

Nov 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-659

વસિષ્ઠ કહે છે કે-જો અંદર વાસના નહિ હોય -અને ઇન્દ્રિયોની ક્રિયાઓ કર્યા કરશો-
તો સેંકડો આઘાતો થયા છતાં-આકાશની જેમ વિકાર-વશ થશો નહિ.
જ્ઞાતા-જ્ઞાન-તથા જ્ઞેય -ઇત્યાદિ-ત્રિપુટીઓને તથા દુઃખને પણ આત્માની સાથે એક કરી દઈને-તેમને શાંત-પણાથી અનુભવશો-તો તમને ફરીવાર સંસારનો ફેરો થશે નહિ.

Nov 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-658

(૪૪) જ્ઞાનની દૃઢતા ના ઉપાય

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,રાગ (આસક્તિ) વગેરેથી રહિત ઇન્દ્રિયોની સાથે ચાલુ વિષયોમાં જ રહેનારા,પણ ભૂત-ભવિષ્યનું ચિંતન નહિ કરનારા અને કર્તા-પણા-ના અભિમાન વગરના-મન-થી તમે જે કરો -તે કર્યું ના જ કહેવાય.

Nov 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-657

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જગતની તે ક્રિયાઓ તમારી નથી અને તમે તેઓના પણ નથી-આ પ્રકારનું જે કંઈ આ જગત છે-તે તુચ્છ જ છે-માટે વૃથા શા માટે શોક ધરો છે?
હે ચૈતન્ય-માત્ર-વ્યાપક-સ્વ-રૂપ-વાળા,જે કંઈ જગત છે તે તમારો જ વિવર્ત છે,માટે પોતાના સ્વ-રૂપના વિવર્તમાં હર્ષ કે શોક કરવો ઘટતો નથી.

Nov 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-656

(૪૩) રામની કૃતાર્થતા
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મહાદેવજીએ એ રીતે મને તત્વનો ઉપદેશ આપ્યો અને તે પ્રમાણે હું સમજ્યો.આ જગત જે રીતે રહ્યું છે તે તમે પણ સમજી ચુક્યા છો.
આ જેને આધારે જે (જગત) દેખાય છે અને જેને આધારે -તેને જોનાર જે જીવ છે-તે સઘળું મિથ્યા છે,તો-તેમાં સાચું કોને કહેવું અને ખોટું કોને કહેવું? સઘળું ખોટું જ છે.

Nov 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-655

શિલાના આકાશ (શિલાનું આકાશ-એ શિલા-રૂપ જ છે) ની જેમ -અનુભવ-રૂપ-આત્મ-ચૈતન્યની,પોતાના સ્વ-રૂપમાં જ જે સ્થિતિ થવી-તે જ-અનાદિ પ્રકાશ આપનાર "બ્રહ્મ" શબ્દ થી કહેવાય છે.અને અભિમાન ની વૃદ્ધિ થી-જેમ જેમ સંસાર વધતો જાય છે,તેમ મિથ્યાભૂત દિશા,દેશ,કાળે -કરેલી-"મર્યાદાઓ" આવી પડતાં આત્માનો પ્રકાશ ઓછો થાય છે-અને એથી આત્મા ક્ષુદ્ર બનતો જાય છે.