Jan 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-714

આ જીવ,ધારણા-ધ્યાન ના યત્નને અનુસરીને-એકપણા,ઘણાપણા,મૂર્ખપણા,પંડિતપણા,દેવપણા,
મનુષ્યપણા-વગેરેને,દેશ-કાળ-ક્રિયાઓના ક્રમથી-કે -એક વખતે-પણ મેળવવાને સમર્થ છે.
જીવ વાસ્તવિક રીતે મર્યાદાઓથી રહિત છે,એટલા માટે સઘળી શક્તિઓ-વાળો છે અને
તે એક,એક દેહના અભિમાન-રૂપ-મર્યાદાઓથી મુક્ત થઇ શકે છે-એટલે તે એક જ કાર્ય કરવાની
શક્તિ-વાળો પણ છે.શક્તિના સ્વભાવને અનુસરીને,તે તે કાર્ય કરવાની વ્યવસ્થા થાય છે.

Jan 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-713

જે કંઈ સ્વપ્નમાં જોવામાં આવે છે અને જે કંઈ સંકલ્પથી જોવામાં આવે છે,
તે દેશ-કાળમાં અધિષ્ઠાન-રૂપે સત્ય છે.
જેમ આ નગરીથી અન્ય નગરીઓ પોતપોતાના પ્રદેશમાં હોવા છતાં,
ત્યાં ગયા વગર અને ઇન્દ્રિય આદિના સામર્થ્ય વિના તે નગરીઓ મળતી નથી,
તેમ,સ્વપ્ન-સંબંધી પદાર્થ પણ જાગ્રતમાં,સુષુપ્તિમાં,અને અન્ય સ્વપ્નમાં પ્રાપ્ત થતો નથી.
સર્વાત્મા આત્મ-ચૈતન્ય,સઘળી વાસનાઓના ભંડાર-રૂપ-અજ્ઞાનમાં,ભોગ આપનારા અદ્રશ્ટે જાગ્રત કરેલી વાસનાઓથી -જેવા જેવા વિષયોના રૂપને ધારણ કરે છે-તેવાતેવા રૂપને તે -ખડું થયેલું જુએ છે.

Jan 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-712

મહામંગલ-રૂપ-પરમાત્મામાં તો વાણીની પણ પ્રવૃત્તિ નથી,એટલે,
પરમાત્મા અને જગત -એ શબ્દથી તથા અર્થથી એક જ છે-એ બંને કદી પણ જુદા નથી.
તરંગ અને જળ-બે જુદાં છે-એમ બોલવું જ યોગ્ય નથી.
જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય ત્યાં સુધી-જ જગતને અને પરમાત્માને-જુદાં કહેવા યોગ્ય છે-પણ,જ્ઞાન થયા પછી તેમ કહેવું એ યોગ્ય નથી.

Jan 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-711

શુદ્ધ પર-બ્રહ્મ કે જે અવિષય છે-તેમાં,વિષયપણાના ઉપાદાન-રૂપ (લીધે) જે અન્યથા જ્ઞાન છે-
તે જ જગત નામના એક માપ નું નિમિત્ત છે.
ચૈતન્ય-એક-રસ-રૂપ-બ્રહ્મમાં,જે જડતા છે તે નિમિત્ત વગરની જ છે,માટે-તે ચૈતન્ય,આકાશની જેમ શૂન્ય છે.
"જગત છે" એમ જાણવું,તે જ બંધ છે અને અને તે જગતને જાણવાની જે વૃત્તિ (ભાવના) છે તે જ મોક્ષ છે,તો હવે જે ભાવના તમને ગમતી હોય તે ભાવનાને તરત જ દ્રઢ કરો.

Jan 2, 2017

Gita-Various Gita from Purano and elsewhere-Information in Gujarati

ગીતા
પુરાણોમાં (અને અન્ય જગ્યાઓએ) જોવામાં આવતી-જુદી જુદી ગીતાઓ


  1. ભગવદ્ગીતા-     શ્રીકૃષ્ણનો અર્જુનને ઉપદેશ-મહાભારત-ભીષ્મ-પર્વ-અધ્યાય-૨૫ થી ૪૨
                                 યોગ વસિષ્ઠમાં આ જ ભગવદગીતા નું વર્ણન છે-નિર્વાણ પ્રકરણ-પૂર્વાર્ધ-6-52-થી 58
  1. હરિગીતા-       આ ભગવદગીતાના જેવી જ છે-મહાભારત-શાંતિપર્વ-અધ્યાય-346-નારદના મુખેથી
  2. અષ્ટાવક્ર-ગીતા-  અષ્ટાવક્રનો જનક-રાજાને ઉપદેશ
  3. કપિલ-ગીતા-     કપિલનો મા દેવહુતિને ઉપદેશ -ભાગવત પુરાણ-સ્કંધ-૩
  4. ઉદ્ધવ-ગીતા-     શ્રીકૃષ્ણનો ઉદ્ધવને ઉપદેશ-ભાગવત પુરાણ-સ્કંધ-૧૨
  5. અનુ-ગીતા-       લડાઈ પછી-શ્રીકૃષ્ણનો અર્જુન ને ઉપદેશ-મહાભારત-અશ્વમેધ-પર્વ-અધ્યાય-૧૬
  6. ઉત્તર-ગીતા-     લડાઈ પછી-શ્રીકૃષ્ણનો અર્જુન ને ઉપદેશ-મહાભારત
  7. બ્રાહ્મણગીતા-   ઉપર કહેલી-અનુ-ગીતાના થોડા ભાગને બ્રાહ્મણ-ગીતા પણ કહે છે
  8. દેવી-ગીતા-        દેવી-ભાગવત-સ્કંધ-૭-અધ્યાય-૩૧ થી ૪૦
  9. ભિક્ષુ-ગીતા-      ભાગવત પુરાણ-સ્કંધ-૧૧-અધ્યાય-૧૧
  10. રુદ્ર-ગીતા-        ભાગવત પુરાણ-સ્કંધ-૪ (અધ્યાય-૨૪ થી ૭૯)
  11. રામ-ગીતા-      અધ્યાત્મ-રામાયણ-ઉત્તરાખંડ-સર્ગ-૫ (બ્રહ્માંડ-પુરાણમાં પણ  ઉલ્લેખ છે)
  12. લક્ષ્મણ-ગીતા-  લક્ષ્મણનો ગૂહ-ભીલ-રાજાને ઉપદેશ-રામાયણ-અરણ્યકાંડ
  13. શિવ-ગીતા-      પદ્મ-પુરાણ-પાતાળ-ખંડ
  14. શિવ-સંપાક-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  15. પરાશર-ગીતા-  મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  16. પિંગલ-ગીતા-   મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  17. વિચિખ્યુ-ગીતા-  મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  18. વૃત્ર-ગીતા-         મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  19. હારિત-ગીતા-    મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  20. બોધ્ય-ગીતા-     મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
  21. પાંડવ-ગીતા-   મહાભારત
  22. ગણેશ-ગીતા-   ગણેશ-પુરાણ-ક્રીડા-ખંડ-અધ્યાય-૧૩૮ થી ૧૪૮ (ભગવદ-ગીતા જેવું જ લખાણ)
  23. ઈશ્વર-ગીતા-     કૂર્મ પુરાણ -ઉત્તર વિભાગ-પહેલા 11-અધ્યાય
  24. વ્યાસ-ગીતા-     કૂર્મ પુરાણ-ઉત્તર-વિભાગ -અધ્યાય-12  અને તેની પછીના
    બ્રહ્મ-ગીતા-      (1) સ્કંધ પુરાણ (2) સુત સંહિતા (3) યોગ વસિષ્ઠ-નિર્વાણ પ્રકરણ-ઉત્તરાર્ધ-173-181
  25. યમ-ગીતા-       (1) વિષ્ણુ પુરાણ- (2) અગ્નિ પુરાણ  (3) નૃસિંહ પુરાણ
  26. સૂત-ગીતા-       સ્કંધ પુરાણ-અધ્યાય-13 થી 20
  27. સૂર્ય-ગીતા-      ગુરુ-જ્ઞાનાવસિષ્ઠ-તત્વ-સાર્યાંન (કર્મ-કાંડ)
  28. હંસ-ગીતા-      ભાગવત-પુરાણ-સ્કંધ-11-અધ્યાય-13
  29. જયન્તેય-ગીતા-ભાગવત-પુરાણ-સ્કંધ-11 (2-5)
  30. બુદ્ધ-ગીતા-    ધમ્મપાદ  -બુદ્ધ ગીતા તરીકે ઓળખાય છે
  31. અવધૂત-ગીતા- દત્તાત્રેય -વેદાંત તત્વજ્ઞાન -નાથ સંપ્રદાય
  32. જૈન-મહાવીર-ગીતા- જૈન સંપ્રદાય
  33. અધ્યાત્મ-ગીતા-બુદ્ધિ સાગર મહારાજ
  34. રીભુ ગીતા -બ્રહ્માના પુત્ર રીભુ એ નિદાઘને આપેલ ઉપદેશ (શિવરહસ્ય-માં તેનો ઉલ્લેખ છે-2000 Verses)

Please provide any additional info-OR-any comment OR suggestion- lalaji@sivohm.com

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-710

પછી તે ત્રણે જણ ચિદાકાશના કોઈ એક પ્રદેશમાં રહેલા અને અનેક પ્રાણીઓના ઘોંઘાટથી ભરેલા,જીવટના ચિત્તના પરિણામ-રૂપ-બીજા બ્રહ્માંડમાં બ્રાહ્મણના રહેવાના (દ્વીપ-પ્રાંત-દેશ-પુર-ગામમાં થઇ) ઘરમાં ગયા.  બ્રાહ્મણને જગાડી,તેમાં પોતાના ચિત્તના અંશ-રૂપ-ચિત્તની-અને-
પોતાના અંશભૂત ચિદાભાસ-રૂપ જીવની (અગાઉની જેમ જ) "યોજના" કરી.

Jan 1, 2017

Satya Narayan Katha ane Puja-Gujarati Book



Sai Sat Charit-OR-Sai Bhagvat-Gujarati Book

This book is for Archive and online reading only-not downloadable


Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-709

જેમ,અંકુર છોડ બને છે,તેમ વાસના પોતે જ,આ પોતાનો "આ દેહ છે" એમ જુએ છે-
કે જે દેહ કેવળ શૂન્ય વિસ્તાર-વાળો જ છે.જો વાસનાનું અવલોકન કરવા લાગીએ તો-
અવલોકન કરવા લાગતાં જ -વાસના કંઈ (થોડી) પણ અવશેષ (બાકી) રહેતી નથી.
વાસનાનો નાશ કરવો પડે તેમ પણ નથી,કેમ કે વાસના મુદ્દલે છે જ નહિ,
માટે આપણે વાસના હોવાની ભ્રાંતિ રાખવી જ નહિ.આ જગત-રૂપ-ભ્રમ કે જે મિથ્યા જ ઉઠેલો છે,તેને (તે જગતના ભ્રમને) બિલકુલ ભૂલી જવું-એ જ આપણને -તે ભ્રમ ટાળી નાખવાને માટે- બસ છે.

Dec 31, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-708

રુદ્ર (મનમાં) બોલે છે કે- અહો,નિર્જળ દેશોમાં જળની જેમ-અસત્ય છતાં સત્ય લાગતી અને જગતને મોહ આપનારી આ વિચિત્ર માયા ફેલાઈ છે.હું પ્રથમ પારમાર્થિક (પરમ અર્થ-રૂપ) સ્થિતિથી ચૈતન્ય જ હતો,
તે પછીથી માયાને લીધે સૃષ્ટિના સંકલ્પોને પ્રાપ્ત થયો,એ મને હવે યાદ આવ્યું.

Dec 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-707

બીજની અંદર રહેલા અંકુરના જેવા આકાર-વાળી અને સાક્ષી-ચૈતન્યના પ્રકાશથી-
તે લતાને એવું સ્વપ્ન આવ્યું કે-"મને બીજો કોઈ કાપી નાખે છે"
એટલે પોતે ભમરો છે-તેવું તેણે સ્વપ્નમાં જોવામાં આવ્યું.
એ ભમરો,કમલિની પર ખુબ પ્રેમ રાખી,કમળની નાળમાં જ રહેવા લાગ્યો.
એક દિવસ એ કમલિનીને ઉખેડવા હાથી આવ્યો,અને કમળની નાળની સાથે તે ભ્રમર,
હાથીના દાંતમાં આવી જતાં તેના ચૂરા થયા.મરણ પામેલા એ ભમરાને હાથીનાં દર્શનથી,
હાથીના આકારની ભાવનાના બળથી,પોતે મદઝરતો હાથી થયો છે-એમ તેણે જોયું.

Dec 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-706

(૬૨) એક સન્યાસીને અનેક દેહ-પ્રાપ્તિનો ભ્રમ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ વિષયમાં હું એક ઈતિહાસ કે જેમાં
કોઈ એક વિચારશીલ સન્યાસીને જે કંઈ થયું હતું તેનું વર્ણન છે-તે કહું છું,તો તમે સાંભળો.
કોઈ એક સન્યાસી પોતાના આશ્રમને યોગ્ય,શ્રવણ,મનન અને સમાધિ-રચીને આખો દિવસ ગાળતો હતો.
સમાધિના અભ્યાસથી વાસનાઓનો ત્યાગ કરવામાં સમર્થ થયેલું તે સંન્યાસીનું ચિત્ત,
જે સ્થિતિનું ચિંતન કરતુ,તે સ્થિતિને તુરત જ પામતું હતું.

Dec 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-705

આમ,મિથ્યા-પુરુષથી (સ્વપ્ન-રૂપ-પુરુષથી) જે ઉત્પન્ન થયેલું હોય,તે-મિથ્યા જ હોય-એમ સિદ્ધ થાય છે,
એટલા માટે,આ સંસાર,જન્મ-મરણ,સ્વર્ગ-નરક-આદિ ક્રિયાઓ કરવામાં સમર્થ છતાં પણ
તેમાં સત્ય-પણાની ગાઢ ભાવના કરવી-તે યોગ્ય નથી,તે ગમે તેમ કરીને પણ છોડી દેવી જોઈએ.
આપણને સ્વપ્નમાં જે સૃષ્ટિ-વગેરે દેખાય છે,તેની તે સમયે (સ્વપ્નના સમયે) તે સૃષ્ટિમાં દ્રઢ પ્રતીતિ જ થાય છે,
પણ તે સ્વપ્નમાં તે સૃષ્ટિની (સ્વપ્ન ની હોવાને લીધે) સત્યતા સિદ્ધ થતી નથી.

Dec 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-704

(૬૧) જગતની સ્વપ્ન-તુલ્યતા
રામ કહે છે કે-હે મહારાજ,જેમ આપણને સ્વપ્નમાં શહેરો-ગામો-વગેરે પ્રતિત થાય છે,
તેવી રીતે,જો બ્રહ્મા-આદિને પણ પોતપોતાના દેહનો પરિગ્રહ પ્રતિત થયો હોય
તથા તેવી જ રીતે -તે બ્રહ્મા-આદિને-જો આ સઘળું જગત પ્રતિત થયું હોય,
તો તેમાં (તે જગતમાં) આપણને અત્યંત દ્રઢ સાચા-પણું કેમ પ્રતિત થાય છે?
અને તે બ્રહ્મા-આદિને કેમ થતું નથી?

જો આપ "આપણને લાંબા કાળના (જગતના) પરિચયને લીધે,ખોટામાં સાચા-પણું પ્રતિત થાય છે"
એમ કહેશો,તો,બ્રહ્મા-આદિને તો આપણા કરતાં પણ વધુ લાંબા કાળના પરિચયને લીધે,
તેમને પણ,ખોટામાં (ખોટા જગતમાં) સાચા-પણું પ્રતિત થવું જોઈએ.

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્મા-આદિ જયારે પૂર્વ-કલ્પમાં "ઉપાસક-સ્થિતિ"માં હતા,ત્યારે તેમને તત્વજ્ઞાન નહિ હોવાથી,
(તેમને) તે સમયની સૃષ્ટિ (હમણાં આપણા અનુભવમાં આવતી સૃષ્ટિની જેમ)
સઘળા જીવ-આદિ અને પદાર્થોની સહિત સત્ય જ લાગતી હતી,
પણ હવે (આ કલ્પમાં-આ સૃષ્ટિ) તત્વજ્ઞાન (થી બાધિત) થવાને લીધે મિથ્યા જ લાગે છે.

સૃષ્ટિનો,તત્વજ્ઞાનથી બાધ થયા વગરનો, લાંબા જગતનો પરિચય, જ
સૃષ્ટિ ની સત્યતાની ભ્રાંતિની દ્રઢતાનું કારણ થાય છે.
જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ -ચૈતન્યના સર્વ-વ્યાપક-પણાને લીધે,જીવ સર્વ-રૂપ થાય છે,
અને તે સંસાર સાચો લાગે છે.
બ્રહ્માને તત્વ-જ્ઞાનથી બાધિત થયેલો સ્વપ્ન જેવો આ પ્રપંચનો પ્રતિભાસ ઉઠેલો છે,
તે પ્રતિભાસ આપણા જેવા અજ્ઞાની લોકોની "અહંતા-પ્રતિતી "ની સાથે "એકીભૂત" થવાથી (એક થવાથી)
આપણને અત્યંત દૃઢ થઈને રહ્યો છે.

જેમ,  સૂતેલો પુરુષ,પોતાના સ્વપ્નના શીઘ્ર વિનાશપણાને,કર્મોના પ્રતિબંધને લીધે જાણતો નથી,
તેમ બ્રહ્મા-આદિ પણ પોતાની દ્રષ્ટિથી બાધિત થયેલા આ જગત-રૂપી-સ્વપ્નને,
કર્મોના પ્રતિબંધને લીધે,શીઘ્ર વિનાશી જાણતા નથી,

હે રામચંદ્રજી,સુતેલા પુરુષને જેમ -સઘળા જીવો તથા જગતનું પ્રતિભાસ-રૂપ-સ્વપ્ન-"પ્રવાહ-રૂપ" લાગે છે,
તેમ,બ્રહ્માને પણ આ સમષ્ટિ-જગત-રૂપ-સ્વપ્ન,બાધિત હોવા છતાં પણ "પ્રવાહ-રૂપ" લાગે છે.
જેમ,આંબાથી ઉત્પન્ન થયેલી ગોટલી,પાછી આંબા-રૂપ જ પરિણામ પામવાને લીધે,આંબા-રૂપ જ છે,
તેમ,મન-રૂપ-સ્વપ્ન-પુરુષથી ઉત્પન્ન થયેલું આ જગત પણ-સ્વપ્ન-પુરુષ-રૂપ જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Dec 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-703

હે રામચંદ્રજી,એ તત્વને પામ્યા પછી શોક કરવો પડતો નથી,ભૂખ-તરસથી પીડાવું પડતું નથી
અને ભીંત વગેરેથી રોકાવું પડતું નથી.અપાર બ્રહ્માકાશ-રૂપ એ પરમાત્મા સર્વત્ર સામાન્ય-સત્તા-રૂપે રહે છે.
તે વિષે જો,જરા પણ વિચાર કરવામાં આવે તો તમે પલભરમાં જ જીવનમુક્ત મુનિ થશો.
અને વ્યવહાર સંબંધી કાર્યો કર્યા કરવા છતાં પણ ફરીથી પરિતાપ પામશો નહિ.

Dec 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-702

ચૈતન્ય,જો,ચિત્તપણા-રૂપ તથા ચિત્તના ઉપરામ-રૂપ-વ્યર્થ દશાઓ ના ધરે,
તો બંધ-મોક્ષનું નામ પણ રહેતું નથી.
"મને મોક્ષ થાઓ" એવી ઈચ્છા પણ પૂર્ણ-પણાના ક્ષયનું કારણ છે,
અને "મોક્ષ ના થાય તો પણ ઠીક" એવી ઈચ્છા પણ બંધનરૂપ છે.
ચૈતન્યનું દ્રશ્યોથી રહિત જે અખંડ સ્વ-રૂપ છે-તે જ કલ્યાણ-રૂપ છે.
સ્વયંપ્રકાશ,અખંડ,સર્વથી પર,અને ત્રિપુટી વિનાના-એ સ્વ-રૂપને જ પરમ-પદ સમજો.

Dec 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-701

ચૈતન્યના વિવર્ત નો બાધ થવાથી,ચિત્ત બ્રહ્માકાર પરિણામ પામતાં,જીવ-પણા અને
જગત-રૂપ-પણાનો,જે (કલ્પિત) અંશ દૂર થાય છે-તે જ પરમ પુરુષાર્થ છે અને વાસનાનો નાશ છે.આમ,ચૈતન્યના વિવર્તનો બાધ થવાથી-આ સંસાર શાંત થઇ જાય છે.
ચૈતન્યનો વિવર્ત મિથ્યા હોવા છતાં જડતા ધારણ કરે છે,એટલા માટે
"વિવર્તથી રહિતપણું-એ જ,અજડ અને પરમ-ચૈતન્યનું સ્વ-રૂપ છે" એમ અનુભવી લોકો કહે છે.

Dec 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-700

જ્ઞેયોથી રહિત જે સ્વભાવિક જ્ઞાન છે -અને દ્રશ્યોથી રહિત જે સ્વભાવિક દર્શન છે-તે જ પરમપદ છે એમ સમજો.
તે જ ઉત્તમ દ્રષ્ટિ છે,તે જ ઉત્તમ મહિમા છે,તે જ ઉત્તમ માન્ય છે,તે જ આત્મા છે,તે જ વિજ્ઞાન છે,તે જ સર્વથી શૂન્ય બ્રહ્મ છે,તે જ પર છે,તે જ શ્રેષ્ઠ છે,તે જ શાંત શિવ છે,તે જ વિદ્યા છે,અને તે જ સર્વોત્તમ સ્થિતિ છે.

Dec 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-699

જેમ,લોકોની દ્રષ્ટિ પરમાણુને જોઈ શક્તી નથી,
તેમ કોઈ પણ લોકો,એ સર્વથી ન્યારા,સ્વચ્છ પદને,નિદિધ્યાસન વિના જોઈ શકતા નથી.
જે પરમ પદમાં,સર્વ ઘટ-પટ-આદિ સ્થૂળ પદાર્થોનો પણ બાધ થઇ જાય છે,
એ પરમ પદમાં બિચારી સુક્ષ્મ વાસનાઓ શું કરી શકે તેમ છે?
જેમ અગ્નિથી હિમ લીન (ઓગળી) જાય છે,તેમ,શુદ્ધ ચૈતન્યને પામીને અવિદ્યા લીન થઇ જાય છે.

Dec 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-698

હે અર્જુન,જેમાં લાંબુ લાંબુ ભ્રમણ થયા કરે છે,તેવું આ જગત -
વાસના-રૂપી રજ્જુથી બંધાયેલું છે,અને વાસના-રૂપી ફાંસીથી ટુંપાયા કરે છે.
જેમ,અરીસામાં પ્રતિબિંબ રહે છે-તેમ આ જગત બ્રહ્મમાં રહેલું છે,
માટે આધાર (અધિષ્ઠાન) થી અભિન્ન હોવાને લીધે,છેદન-ભેદન થવા છતાં જગતનો નાશ નથી.
આમ હોવાથી, આ જગતમાં કોનું શું ભેદાય કે છેદાય? શાથી-શીરીતે-કે ક્યાં  ભેદાય કે છેદાય?
આવા જ્ઞાનને લીધે તમારી વાસનાઓ પણ બ્રહ્મથી જુદી નથી જ,એમ સિદ્ધ થાય છે.