Nov 23, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૫

સીતાજીને મૃગનો લોભ તો થયો હતો જ અને લોભથી વિવેકનો નાશ થાય છે,
લોભથી બુદ્ધિ અશુદ્ધ થયેલી હતી,એમાં ચીસના સાંભળવાથી “ભય” નો ઉમેરો થયો,
આજ સુધીના રામનાં પરાક્રમોને તે વિસરી ગયા,તેમની ધીરજ રહી નહિ, અને એકનિષ્ઠાથી સેવા કરનાર લક્ષ્મણને અનાર્યોની પેઠે કઠોર અને અનુચિત વેણ સંભળાવ્યાં.અને લક્ષ્મણને કહે છે કે -તારી દાનત સારી નથી!

Nov 22, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૪


બીજી બાજુ શ્રીરામે લીલા કરી.લક્ષ્મણજી વનમાં કંદમૂળ લેવા ગયા હતા,ત્યારે શ્રીરામે સીતાજીને કહ્યું કે-હવે તમે અગ્નિમાં પ્રવેશ કરો,ને પર્ણકુટીમાં તમારી છાયાને રાખો.
આનંદ રામાયણમાં લખ્યું છે કે-શ્રીરામની આજ્ઞા થતા,સીતાજી એ ત્રણ રૂપ ધારણ કર્યા,એક-રૂપે તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો,બીજા-રૂપે તે રામ-સ્વરૂપમાં લીન થયાં અને ત્રીજા છાયા રૂપે તેઓ પર્ણકુટીમાં રહ્યા.

Nov 21, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૩

રાવણે બહુ વિચાર કર્યો અને અંતે,એણે મારીચને મૃગના વેશે રામજીની પાસે મોકલવાનું નક્કી કર્યું.તે વિચારે છે કે-“જો રામ ઈશ્વર હશે,સર્વજ્ઞ હશે તો મૃગને જોઈને તે તરત જ સમજી જશે અને મૃગની પાછળ નહિ દોડે,અને જો લોભાઈને મૃગની પાછળ દોડે તો સમજવું કે –તે ઈશ્વર નહિ પણ સામાન્ય માનવી છે.અને જો રામ સામાન્ય માનવી જ સાબિત થાય તો પછી સીતાને ઉપાડી લાવવી એ તો રમત વાત છે.અને જો રામ ઈશ્વર સાબિત થાય તો યે શું? હું ભજન-બજન કરી ને તેને પામવામાં માનતો નથી,હું તો તેની સાથે વેર બાંધીશ.પણ વેર કેમ બાંધવું?” ત્યારે પાછો તેનો અહંકાર બોલી ઉઠયો કે –સીતાને ઉપાડી લાવીને.

Nov 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૨

રામજી એ જોઈ લીધું કે-હવે ભીષણ સંગ્રામ થશે.તેથી તેમણે લક્ષ્મણની સાથે સીતાજીને થોડે દૂર આવેલી ગુફામાં મોકલી દીધાં અને પોતે એકલા ચૌદ હજારની સેના સામે સજ્જ થઇને ઉભા.હાકોટા અને પડકારો પાડતું રાક્ષસોનું સૈન્ય આવી પહોંચ્યું.રામચંદ્રને આમ એકલા ઉભેલા જોઈને આકાશમાં યુદ્ધ જોવા આવેલા દેવો ફફડવા માંડ્યા.લડવાવાળો બીતો નથી પણ દેવો બીએ છે.દેવોને વિજય જોઈએ છે પણ એમને લડવું નથી,જોવું છે ને ફૂલો વરસાવવા છે.

Nov 19, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૧

સત્યમાં જોવા જાવ તો શૂર્પણખા વિધવા છે,છતાં કહે છે કે-હું કુંવારી છું.એના 
ધણીને રાવણે જ માર્યો હતો,અને પોતાની બહેનને વિધવા કરી હતી.રાવણને તો 
બહેન શું કે બનેવી શું? એના અહંકારની વચ્ચે જે આવે તેને તે ખતમ કરી નાખતો.
અહંકાર માત્ર સ્વાર્થને જ ઓળખે છે.
રામજી શૂર્પણખાને કહે છે કે-હું તો પરણેલો છું,બાઈ,જો આ રહી મારી પત્ની સીતા.આ સાંભળતાં જ શૂર્પણખા દંત કટકટાવીને ભયંકર અવાજ કરી બોલી-એ સીતા તો મહા વિરૂપ છે,તે તારી સ્ત્રી થવાને યોગ્ય નથી,પણ તું જરા પણ ગભરાતો નહિ,પરણ્યા પછી એને હું ખાઈ જઈશ.