અધ્યાય-૧૮૭-અંબાનો અગ્નિમાં પ્રવેશ
II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे तपसे धृतनिश्चयां I द्रष्ट्वा न्य्वर्त्ययंस्तात् किं कार्यमिति चाब्रुवन् II १ II
ભીષ્મે કહ્યું-'તે પછી,સર્વ તપસ્વીઓ,તપને માટે નિશ્ચયવાળી તે કન્યાને જોઈને તેને તપથી અટકાવતા પૂછવા લાગ્યા કે-'તારે કયું કાર્ય સિદ્ધ કરવું છે?' અંબાએ કહ્યું-'ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને રઝળતી કરી છે.માટે તે ભીષ્મના વધ માટે મેં આ તપની દીક્ષા ધારણ કરી છે.હું સ્ત્રીપણાથી બહુ કંટાળી ગઈ છું ને પુરુષ જન્મ મેળવવાના નિશ્ચયપૂર્વક ભીષ્મનો બદલો લેવાની ઈચ્છા રાખું છું.માટે તમારે મને આ કાર્યમાં મને અટકાવવી નહિ' ત્યારે,તે મહર્ષિઓની વચ્ચે પાર્વતીપતિ શંકરે પોતાના સ્વરૂપથી દર્શન આપી વર આપતાં કહ્યું કે-'તું ભીષ્મનો વધ કરીશ'





