Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 22, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1025
અધ્યાય-૧૯-અર્જુનનાં દિવ્યાસ્ત્રો
II संजय उवाच II द्रष्ट्वा तु संनिवृतौंस्तान् संशप्तकगणान पुनः I वासुदेव महात्मार्जुनः समभापत II १ II
સંજય બોલ્યો-આમ સંશપ્તકયોદ્ધોની ટુકડી ફરી યુદ્ધ કરવા માટે પાછી ફરેલી જોઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-
'હે હૃષીકેશ,આપણા રથને તે સંશપ્તકોની ટુકડી સામે હંકારો.મને લાગે છે કે તેઓ જીવતા સંગ્રામ છોડશે નહિ.આજે તેમને હું રણમાં રોળી નાખીશ' ત્યારે શ્રીકૃષ્ણે મંદહાસ્ય કરીને અર્જુનની ઈચ્છા પ્રમાણે રથને હાંક્યો.સામે ક્રોધાયમાન થયેલી સંશપ્તકોની ટુકડીએ અનેક પ્રકારના આયુધોને હાથમાં લઈને અર્જુનને બાણોના સમૂહથી છાઈ દીધો ને અર્જુનને ઘેરી લીધો.
Jan 21, 2026
ભાગવત રહસ્ય-૪૨-Bhgavat Rahasya-42
શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1024
અધ્યાય-૧૮-ત્રિગર્તોના નાશનું મંગલાચરણ-સુધન્વા માર્યો ગયો
II संजय उवाच II ततः संशप्तका राजन समे देशे व्यवस्थिताः I व्युह्यानिकं रथैरेव चन्द्राकारं मुदापुता:II १ II
સંજય બોલ્યો-હે રાજન,ત્યાર પછી હર્ષમાં આવી ગયેલા સંશપ્તક યોદ્ધાઓ પોતાના સૈન્યને રથો વડે ચંદ્રાકારે ગોઠવીને સપાટ પ્રદેશમાં ઉભા રહ્યા.અર્જુનને સામે આવતો જોઈને તેઓએ મોટા શબ્દથી હર્ષનાદો કરી મુક્યા.તેમને હર્ષમાં આવેલા જોઈને અર્જુને મંદહાસ્ય કરીને શ્રીકૃષ્ણને કહ્યું કે-હે દેવકીપુત્ર,યુદ્ધમાં મરવાની ઈચ્છાથી આવેલા આ ત્રિગર્તભાઈઓને તમે જુઓ.આ રડવાના સમયે તેઓ હર્ષયુક્ત થયેલા છે.આ પાપી પુરુષોને દુર્લભ એવા દિવ્યલોકને તેઓ આજે પામશે'
Jan 20, 2026
ભાગવત રહસ્ય-૪૧-Bhgavat Rahasya-41
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1023
સંશપ્તકવધ પર્વ
અધ્યાય-૧૭-ત્રિગર્તોની પ્રતિજ્ઞા અને અર્જુનનું પ્રયાણ
II संजय उवाच II ते सेने शिबिरं गत्वा न्यविशांपते I यथाभागं यथान्यायं यथागुल्मं च सर्वश II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે બંને પક્ષની સેનાઓ પોતપોતાની છાવણીમાં જઈને યથાયોગ્ય વિભાગ પ્રમાણે તથા પોતપોતાનાં પ્રથમથી નિયત કરેલાં સ્થાન પ્રમાણે સર્વસ્થળે વિશ્રાંતિ લેવા લાગી.સૈન્યોને પાછાં વાળી પરમ દુઃખી મનવાળા દ્રોણાચાર્યે દુર્યોધનને જોઈને લજ્જાપૂર્વક તેને કહ્યું કે-'મેં તને પ્રથમ જ કહ્યું હતું કે જ્યાં સુધી અર્જુન યુદ્ધમાં ઉભો હશે ત્યાં સુધી યુધિષ્ઠિરને પકડી શકાય તેમ નથી.તમે અતિશય પ્રયત્ન કરી રહ્યા હતા,છતાં અર્જુને જે પરાક્રમ કરી દેખાડ્યું છે તે પરથી જ તું મારા વચન પર શંકા કરીશ નહિ.હું તને ખરું જ કહું છું કે-કોઈ પણ ઉપાયે જો અર્જુનને યુદ્ધમાંથી દૂર કરવામાં આવે તો જ યુધિષ્ઠિર તારે સ્વાધીન થશે.





