May 19, 2026

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1135

 

અધ્યાય-૧૩૯-ભીમસેન કર્ણની ભયંકર ઝપાઝપી 


 II संजय उवाच II ततः कर्णो महाराज भीमं विध्वा त्रिभिः शरैः I मुमोच शरवर्षाणि विचित्राणि बहूनि च II १ II

સંજય બોલ્યો-પછી,હે મહારાજ,કર્ણે ભીમસેનને ત્રણ બાણોથી વીંધ્યો અને અનેક વિચિત્ર બાણોની વૃષ્ટિ છોડવા માંડી.તેમ છતાં,ભીમ જરાયે વ્યથા પામ્યો નહિ અને એક તીક્ષ્ણ કર્ણ આકારના બાણ વડે,કર્ણના કાન પર અતિ પ્રહાર કરીને તેના કુંડળને જમીન પર પાડી દીધું,ને એક બીજા ભલ્લ બાણ વડે તેની છાતી પર સખ્ત પ્રહાર કર્યો.પછી,એક બાણથી તેના લલાટને ચીરી નાખ્યું.આમ અત્યંત વીંધાયેલો,લોહીલુહાણ થયેલો કર્ણ,રથના ઊંટડાની સહાય લઈને આંખ મીંચી ગયો.એક મુહૂર્ત કાલે જયારે તેને ભાન આવ્યું ત્યારે તેને અતિ ક્રોધ ચડ્યો,ને અતિવેગપૂર્વક તેણે ભીમના રથ પર ધસારો કર્યો.

May 18, 2026

ભાગવત રહસ્ય-૧૫૨-Bhgavat Rahasya-152

એક દિવસ ઇન્દ્ર સિંહાસન પર બેઠા હતા.તે વખતે બૃહસ્પતિ ઇન્દ્રસભામાં આવ્યા.
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1134

 

અધ્યાય-૧૩૮-ભીમ અને કર્ણનો પુનઃ સમાગમ 


II धृतराष्ट्र उवाच II महानयनयः सूत ममैवात्र विशेषतः I स इदानीमनुप्राप्तो मन्ये संजय शोचतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,આમાં ખાસ કરીને મારો પોતાનો જ મહાન અન્યાય છે અને તે જ આ સમયે મારી આગળ ખડો થયો છે એમ હું માનું છું.હવે તો મારા મનમાં એમ જ થઇ ગયું છે કે-'જે થયું તે થયું' કેમ કે હવે આ સંબંધમાં હું શું કર્તવ્ય કરી શકું?મારી અનીતિને જ કારણે આ જે વીર પુરુષોનો ને મારા પુત્રોનો સંહાર થયો છે.તે વિષે તું કહે.

May 17, 2026

ભાગવત રહસ્ય-૧૫૧-Bhgavat Rahasya-151

અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયાથી-માયા માં ફસાયેલો 
(૨) અજ=ઈશ્વર,ઈશ્વર માં સર્વ રીતે મળી ગયેલો.
માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્ન-માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1133

 

અધ્યાય-૧૩૭-ભીમસેનનું યુદ્ધ (ચાલુ)


 II संजय उवाच II भीमसेनस्य राधेयः श्रुत्वा ज्यातलनिःस्वनम् I नामृष्यत यथा मत्तो गजः प्रितिगजस्वनम् II १ II

સંજય બોલ્યો-જેમ,કોઈ એક મગદળ હાથી સામેથી બીજા હાથીની ગર્જનાને સાંખી રહે નહિ,તેમ કર્ણ,ભીમસેનના ધનુષ્યની દોરીના ટંકારાવને સાંખી રહ્યો નહિ.બે ઘડી સુધી તો તે દૂર ખસી ગયો હતો,પણ તેણે,રણમાં પાડી નાખેલા તમારા પુત્રોને જોયા.તે જોઈને તેનું મન ઉદાસ થઇ ગયું,ને લાંબો ઉષ્ણ નિશ્વાસ નાખીને તે પુનઃ સાક્ષાત કાળની જેમ પ્રયાસ કરતો ભીમસેન સામે ગયો ને બાણોની વૃષ્ટિ કરી તેને ઢાંક્યો.ભીમસેને તે કર્ણના બાણોનો અસહ્ય વેગને જોઈને તેના બાણોના મોટા ઢગને,સામે બાણોના પ્રહાર કરીને અટકાવી દીધા.ને સામે તેને બાણોથી છાઈ  દીધો.