“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 19, 2026
ભાગવત રહસ્ય-૧૭૩-Bhgavat Rahasya-173
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1155
અધ્યાય-૧૫૭-સોમદત્ત,બાહલીક,નાગદત્ત આદિ કુરુઓનો વધ
II संजय उवाच II द्रुपदस्यात्मजान द्रष्ट्वा कुन्तिभोजसुतांस्तथा I द्रोणपुत्रेण निहतान राक्षसांश्च सहस्त्रशः II १ II
સંજય બોલ્યો-અશ્વત્થામાએ આ પ્રમાણે દ્રુપદરાજાના ને કુંતીભોજના પુત્રોને તથા હજારો રાક્ષસોને મારી નાખ્યા તે જોઈને યુધિષ્ઠિર,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આદિ યોદ્ધાઓ સાવધાન થઈને યુદ્ધ કરવા માટે જ મનમાં નિશ્ચયવાળા થયા.હે ભારત,તે વખતે તમારા અને શત્રુયોદ્ધાઓનું ભયંકર યુદ્ધ થઇ રહ્યું.સાત્યકિને જોઈને સોમદત્ત ફરીથી તેની સામે ધસી આવ્યો.તેને આવતો જોઈને ભીમસેન સાત્યકીની મદદે આવ્યો ને સોમદત્તને વીંધવા લાગ્યો હતો.પુત્રોના દુઃખથી પીડાયેલા એ વૃદ્ધ સોમદત્તને સાત્યકિએ દશ તીક્ષ્ણ બાણો વડે વીંધી નાખી,એક શક્તિના પ્રહારથી તેને ઘાયલ કરી નાખ્યો.બીજી તરફથી ભીમસેને એ સોમદત્તના મસ્તક પર ઘોર એવું પરિઘ માર્યું,તે જ વખતે સાત્યકિએ પણ એક મોટું તીક્ષ્ણ બાણ સોમદત્તની છાતીમાં માર્યું.આ બંને પ્રહારોથી સોમદત્ત ધરણી પર ઢળી પડ્યો.
Jun 18, 2026
ભાગવત રહસ્ય-૧૭૨-Bhgavat Rahasya-172
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1154
પોતાની માયાને નષ્ટ થયેલી જોઈને ક્રોધી ઘટોત્કચે ઘોર બાણો છોડીને અશ્વત્થામાને લોહીલુહાણ કરી નાખ્યો,ત્યારે સામે અશ્વત્થામાએ દશ બાણો છોડીને ઘટોત્કચને મર્મસ્થાનોમાં વીંધી ઘાયલ કરી નાખ્યો.વ્યથા પામેલા ઘટોત્કચે એક લાખ આરાવાળું ચક્ર ફેંક્યું,કે જેને અશ્વત્થામાએ બાણો વડે વચમાં જ તોડી પાડ્યું.તેવામાં ઘટોત્કચનો પુત્ર અંજનપર્વા ત્યાં ધસી આવ્યો અને અશ્વત્થામાને બાણોથી ઢાંકીને તેને રોકી રાખ્યો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.અશ્વત્થામાએ,તે અંજનપર્વાના ઘોડાઓ,સારથિ ને રથનો નાશ કર્યો,એટલે તે અંજનપર્વાએ ખડગ ને ગદા ફેંકી કે જેને અશ્વત્થામાએ નિષ્ફળ કરી.હવે તે અંજનપર્વા મોટી ગર્જના કરીને આકાશમાં ઉડીને વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો એટલે અશ્વત્થામાએ તેને ત્યાં પણ બાણોથી વીંધી નાખ્યો એટલે તે પાછો પૃથ્વી પર ઉતરી આવ્યો.ત્યારે અશ્વત્થામાએ,તે અંજનપર્વાને બાણોથી મારી નાખ્યો.
Jun 17, 2026
ભાગવત રહસ્ય-૧૭૧-Bhgavat Rahasya-171
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1153
અધ્યાય-૧૫૬-મોટા મોટા મહારથીઓનું ઘમસાણ
II संजय उवाच II प्रायोपविष्टे तु हते पुत्रे सात्यकिना तदा I सोमदत्तो भृशं कृद्वः सात्यकी वाक्यमब्रवीत् II १ II
સંજય બોલ્યો-સાત્યકિએ રણમાં અનશન વ્રતનો સ્વીકાર કરીને બેઠેલા સોમદત્તપુત્ર ભૂરિશ્રવાને મારી નાખ્યો હતો તેથી સોમદત્ત અત્યંત ક્રોધે ભરાઈને સાત્યકિને કહેવા લાગ્યો કે-'હે સાત્યકિ,ક્ષાત્રધર્મથી વિમુખ થઈને,તેં શસ્ત્રોને ત્યાગીને બેઠેલા દીન પુરુષ પર પ્રહાર કરીને અનાર્ય.પાપભર્યું ને અતિક્રૂર કર્મ કર્યું છે.ઓ દુરાચારી,તું આજના રણમાં તે કર્મનું ફળ પામીશ.આજે હું મારા પુત્રોના સોગંધ ખાઈને કહું છું કે-તને જો અર્જુન રક્ષે નહિ તો આજ રાત્રિની સમાપ્તિ પહેલાં તને મારી નાખીશ.'


