Apr 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1096

 

અધ્યાય-૧૦૦-આશ્ચર્યચકિત સૈન્યો 


 II संजय उवाच II सलिले जनिते तस्मिन् कौंतेयेन महात्मना I निस्तारिते द्विपसैन्ये कृते च शरवेश्मनि II १ II

સંજય બોલ્યો-મહાત્મા અર્જુને જયારે તે શત્રુઓના સૈન્યને ખાળી રાખ્યું,જળ ઉત્પન્ન કર્યું અને બાણગૃહ તૈયાર કર્યું ત્યારે મહાતેજસ્વી વાસુદેવ રથમાંથી ઉતારીને ઘોડાઓને છોડવા લાગ્યા ને તેમનાં શરીરમાંથી બાણો ખેંચી કાઢવા મંડ્યા.પૂર્વે કદી નહિ જોયેલું તે અદભુત કર્મ જોઈને સર્વ સિદ્ધોનાં,ચારણોનાં ટોળામાં ને સૈનિકોમાં 'ધન્ય-ધન્ય' એવા મહાન શબ્દો થઇ રહ્યા.ત્યારે અર્જુન પૃથ્વી પર ઉભો રહી,જરા પણ વ્યથા પામ્યા વિના પોતાની તરફ ધસી આવતા અનેક બાણોનો અને શસ્ત્રોનો નાશ કરતો હતો.અર્જુન અને વાસુદેવના એ અદભુત પરાક્ર્મના કૌરવો પણ વખાણ કર્યા વિના રહ્યા નહોતા.

Apr 5, 2026

ભાગવત રહસ્ય-૧૧૩-Bhgavat Rahasya-113

પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવી,તેનું પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોકમાં જાય છે.ત્યાંથી સૂક્ષ્મ જીવ –વાદળમાં વર્ષા-રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્નમાં દાખલ થાય છે.અન્નમાંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિમાં આવે છે.(આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1095

 

અધ્યાય-૯૯-અવંતિકુમાર વિન્દ અનુવિન્દ પડ્યા 


 II संजय उवाच II विवर्तमाने त्वादित्ये तत्रास्तशिखरं प्रति I रजसा कीर्यमाणे च मंदिभूते दिवाकरे II १ II

સંજય બોલ્યો-તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળના શિખર પ્રત્યે જવા માટે ધીમેધીમે ઉતરતા હતા,અને ધૂળથી વ્યાપ્ત થઈને જાણે નિસ્તેજ થયા હોય તેમ લાગતું હતું.વિજયની ઈચ્છાવાળા સૈન્યો જયારે આમ યુદ્ધ કરવામાં તલ્લીન થયાં હતાં,ત્યારે વાસુદેવ અને અર્જુન જયદ્રથ તરફ જઈ રહ્યા હતા.અર્જુન બાણો મૂકીને રથ ચાલ્યો જાય તે પ્રમાણે રસ્તો કરી આપતો  હતો.જ્યાં જ્યાં તેમનો રથ જતો ત્યાં કૌરવ સેનામાં ભંગાણ પડતું હતું.અર્જુન પોતાના રથના આગળના ભાગમાં એક કોશ જેટલા પ્રદેશ સુધી બાણો ફેંકતો હતો.ને રથ જયારે,તે એક કોશ આગળ નીકળી જતો ત્યારે તેનાં બાણો શત્રુઓનો નાશ કરતાં હતાં,કારણકે શ્રીકૃષ્ણ વાયુસમાન ઘોડાઓથી આગળ વધ્યે જતા હતા ને જગતને વિસ્મય પમાડતા હતા.

Apr 4, 2026

ભાગવત રહસ્ય-૧૧૨-Bhgavat Rahasya-112

મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે એક ઉંદર આવી તેમની ગોદમાં ભરાયો.ઉંદરની પાછળ –બિલાડી પડી હતી. મહાત્માને દયા આવી. તેમણે ઉંદરને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી નહિ શકે.તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં......

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1094

 

અધ્યાય-૯૮-સાત્યકિનો સપાટો 


II धृतराष्ट्र उवाच II बाणे तस्मिन्निकृते ध्रुष्ट्ध्युम्ने च मोहिते I तेन वृष्णिप्रविरेण युयुधानेन संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સંજય,જયારે યાદવવીર સાત્યકિએ દ્રોણાચાર્યના બાણને વચમાંથી જ કાપી નાખીને 

ધૃષ્ટદ્યુમ્નને છોડાવ્યો ત્યારે મહાધનુર્ધર દ્રોણાચાર્યે કોપાયમાન થઈને યુદ્ધમાં સાત્યકિ પર શું કર્યું હતું?

Apr 3, 2026

ભાગવત રહસ્ય-૧૧૧-Bhgavat Rahasya-111

જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.
જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.