Jul 10, 2026

ભાગવત રહસ્ય-૧૯૩-Bhgavat Rahasya-193

જૈમિનીની વાત સાંભળી –વ્યાસજીએ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભનમાં પડ્યા.જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું –વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1174

 

અધ્યાય-૧૭૬-દૂર્યોધન તરફથી રાક્ષસ અલાયુધનું રણે ચડવું 

II संजय उवाच II तस्मिस्तथा वर्तमाने कर्णराक्षसयो र्मुधे I अलायुधो राक्षसेन्द्रो वीर्यवानभ्यवर्तत II १ II

સંજય બોલ્યો-કર્ણ અને ઘટોત્કચનું એ પ્રમાણે યુદ્ધ થતું હતું ત્યારે રાક્ષસરાજ અલાયુધ મોટી રાક્ષસ સેના સાથે લઈને આવ્યો.પોતાના પૂર્વ વેરનું સ્મરણ કરીને ભીમસેનને મારી નાખવાની ઈચ્છાથી તે આ યુદ્ધમાં જોડાયો હતો કારણકે ભીમસેને તેની જ્ઞાતિના મહાપરાક્રમી બ્રાહ્મણભક્ષક એવા રાક્ષસ બકાસુર,રાક્ષસ કિર્મીરને અને પોતાના મિત્ર હિડિમ્બાસુરને ભીમે મારી નાખ્યા હતા.ભીમપુત્ર રાક્ષસ ઘટોત્કચ સામે યુદ્ધ કરવાની લાલસાથી તેણે દુર્યોધનને કહ્યું કે-

Jul 9, 2026

ભાગવત રહસ્ય-૧૯૨-Bhgavat Rahasya-192

વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. 
માતા અદિતિએ લંગોટી આપી છે.ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-
સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે.
આજથી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1173

 

અધ્યાય-૧૭૫-રાક્ષસ ઘટોત્કચનું યુદ્ધ 

 II धृतराष्ट्र उवाच II यतदवैकर्तन: कर्णो राक्षसश्च घटोत्कचः I निशीथे समसज्जेतां तद्युध्धमभवत्कथं II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે મધ્યરાત્રિના સમયે કર્ણ અને ઘટોત્કચ સામસામે ભેટ્યા ત્યારે તેમનું યુદ્ધ કેવું થયું હતું?તે ઘોર રાક્ષસનું સ્વરૂપ કેવું હતું?તેને રથ,ઘોડા અને સર્વ આયુધો કેવાં હતાં? તેની ધજા,ધનુષ્ય,કવચ,ટોપ એ બધાં કેવાં હતાં ?

Jul 8, 2026

ભાગવત રહસ્ય-૧૯૧-Bhgavat Rahasya-191

કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા કરવા ગયા છે.અદિતિ ઘરમાં એકલાં છે.પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે.માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1172

 

અધ્યાય-૧૭૪-અલંબુષનો વધ-રાક્ષસે રાક્ષસને માર્યો 


II संजय उवाच II दष्ट्वा घटोत्कचं राजन सूतपुत्ररथंप्रति I आयान्तं तु तथायुक्तं जिघांसु कर्णमाहवे II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ રણમાં કર્ણનો વધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલો ઘટોત્કચ સૂતપુત્રના રથ તરફ ધસી આવતો હતો તે જોઈને તમારા પુત્ર દુર્યોધને દુઃશાસનને કહ્યું કે-'તું મોટી સેનાને લઈને જલ્દી જા અને કર્ણની બરાબર રક્ષા કર.જોજે એ ઘોર રાક્ષસ પ્રમાદમાં આવીને કર્ણનો નાશ કરી ન જાય'તેવામાં જટાસુરનો બળવાન પુત્ર રાક્ષસ અલંબુષ,દુર્યોધન પાસે આવી પહોંચ્યો અને તેણે દુર્યોધનને કહ્યું કે-'જો તમારી આજ્ઞા હોય તો હું એકલો જ પાંડવોનો વિનાશ કરીશ કેમ કે પૂર્વે મારા પિતા જટાસુરને તે ક્ષુદ્ર પાંડવોએ,રાક્ષસોનો વિનાશ કરે તેવા વૈદિક કર્મનું અનુષ્ઠાન કરીને મારી નાખ્યા છે તેનો હું બદલો લેવા ઈચ્છું છું.મારા એ શત્રુઓના લોહીથી હું મારા મૃત પિતાની પૂજા કરવા ઈચ્છું છું માટે મને અનુજ્ઞા આપવાની કૃપા કરો'