Aug 29, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1206

 

અધ્યાય-૨-ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચે સંવાદ 


II वैशंपायन उवाच II हते कर्णे महाराज निशि गावल्गणिस्तदा I दीनो ययौ नागपुरमश्वैर्वातसमैर्जवे II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,કર્ણ મરાયો એટલે તરત જ તે રાતે સંજય ધૃતરાષ્ટ્ર પાસે ગયો.ને રાજાના ચરણમાં મસ્તક નમાવીને કહેવા લાગ્યો કે-'હે રાજન,હું સંજય છું.તમે સુખી છો ને?પોતાના દોષથી આપત્તિ વહોરી લઈને હવે તમે મૂંઝાતા નથી ને?વિદુરે,દ્રોણાચાર્યે,ભીષ્મપિતામહે તથા શ્રીકૃષ્ણે જે જે હિતવચનો કહ્યાં હતાં તેનું સ્મરણ કરીને ને 'તે હિતવચનો મેં માન્યાં નહોતાં'એવો વિચાર કરીને તમે મનમાં દુઃખ કરતા નથી ને? 'પરશુરામ,નારદ,કણ્વ આદિ મહર્ષિઓએ સભામાં મને હિતવચનો કહ્યાં હતાં,છતાં મેં એમનો સ્વીકાર કર્યો નહિ' એમ સંભારીને તમને આજે કોઈ વ્યથા થતી નથીને? તમારા હિતમાં યુક્ત રહેનારા ભીષ્મ તથા દ્રોણાચાર્ય આદિ સુહૃદોને શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યા છે તેમનું સ્મરણ કરીને તમને મનમાં પીડા થતી નથીને?

Aug 28, 2026

ભાગવત રહસ્ય-૨૩૯-Bhgavat Rahasya-239

રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજીને સામે કિનારે જવાનું હતું.
ગંગાજીમાં હોડીમાં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?” 
કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું” 
લક્ષ્મણ પૂછે છે-ભાઈ તું શું મર્મ જાણે છે ? 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1205 (Book-Part-5)

(૮) કર્ણ પર્વ (Book-Part-5)

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.

II वैशंपायन उवाच II ततो द्रोणे हते राजन दुर्योधनमुखा नृपाः I भृशमुद्विग्नमनसो द्रोणपुत्रमुपागमन II १ II

વૈશંપાયન બોલ્યા-'આમ,હે રાજન,દ્રોણાચાર્ય હણાયા,એટલે મનમાં અત્યંત ઉદાસ થયેલા દુર્યોધન આદિ રાજાઓ અશ્વત્થામાની પાસે ગયા,ને શારદવતીના સુત અશ્વત્થામાની આસપાસ વીંટાઇને બેઠા.એક મુહૂર્તકાળ સુધી તેમણે પરસ્પર અનેક શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો કહી સંભળાવ્યા,ને પછી તે સર્વે રાજાઓ સાવધાન થઈને પોતપોતાના તંબુઓમાં ગયા.તંબુઓમાં જઈને પણ તે રાજાઓને સુખ થયું નહિ કારણકે તેઓ દુઃખ ને શોકથી વ્યાકુળ થઈ ગયા હતા.ખાસ કરીને કર્ણ,દુઃશાસન,અને શકુનિ તો સાથે મળીને વિચાર કરતા દુર્યોધનના તંબુમાં જ સુઈ રહ્યા.ત્યાં તેઓ,પોતે પાંડવોને જે દુઃખ આપ્યું હતું તેનો વિચાર કરવા લાગ્યા.જુગારમાં કપટ,દ્રૌપદીનું અપમાન-આદિ વિચાર કરતા તે રાત્રિ તેમને સો વર્ષ જેવડી થઇ ગઈ હતી.

Aug 27, 2026

ભાગવત રહસ્ય-૨૩૮-Bhgavat Rahasya-238

શ્રુંગવેરપુરમાં ગંગાજીને રામચંદ્રજી પ્રણામ કરે છે.ગુહકરાજને ખબર પડી-કે સીતારામ 
પધાર્યા છે.તે ત્યાં આવ્યો છે.ગુહકે કહ્યું-કે-મારું રાજ્ય તમને અર્પણ કરું છું,
રાજ્ય તમારું છે,મારે ત્યાં રહો,ગામમાં પધારો.
રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમના ઝાડ નીચે-મુકામ કર્યો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1204

 

ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,ભગવાન શંકરે આખી પૃથ્વીને જ પોતાના રથરૂપ બનાવી,નાગરાજ શેષને રથના ધૂંસરારૂપ બનાવ્યો,સૂર્યચંદ્રને રથનાં પૈડાં બનાવ્યાં.ત્યારે એ ત્ર્યંમ્બકે,ઐલપુત્ર તથા પુષ્પદંત નામના બે સર્પોને ધૂંસરીના છેડાનાં બંધન બનાવ્યાં,મંદરાચલ પર્વતને રથનો યૂપ બનાવ્યો.એ મહેશ્વરે ચાર વેદને ચાર ઘોડા બનાવ્યા ને ગાયત્રી-સાવિત્રીને ઘોડાઓની લગામ બનાવી.ૐકારને ચાબુક બનાવ્યો,બ્રહ્માને સારથી બનાવ્યા,વિષ્ણુને ઉત્તમ બાણ બનાવ્યા,અગ્નિને બાણનું ભાથું,વાયુને બાણનાં પીંછા ને યમરાજને બાણની પૂંખ બનાવ્યો.આવા દિવ્ય રથમાં બિરાજીને તે ભગવાન શંકર ત્રિપુરનો નાશ કરવા નીકળ્યા ત્યારે દેવો ને મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા.

Aug 26, 2026

ભાગવત રહસ્ય-૨૩૭-Bhgavat Rahasya-237

સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથને સમજાવે છે-કે-
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.
કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.
તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજીએ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.