Aug 31, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1207

અધ્યાય-૩-સંક્ષેપમાં કર્ણવધ કથન 


 II संजय उवाच II हते द्रोणे महेष्वासे तव पुत्रा महारथाः I वभुवरस्वस्थमुखा विषण्णा गतचेतसः II १ II

સંજય બોલ્યો-જયારે મહાધનુર્ધર દ્રોણાચાર્ય મરાયા,ત્યારે તમારા મહારથી પુત્રો દીનમુખા,ખિન્ન અને બેભાન જેવા થઇ ગયા.સર્વ શસ્ત્રધારીઓ મુખને નીચું નમાવી જોઈ રહ્યા હતા અને શોકથી આતુર થઇ ગયા હતા,તેઓ પરસ્પર વાતચીત પણ કરી શકતા નહોતા.તે બધાને ગભરાટમાં પડી ગયેલા જોઈને તમારાં સૈન્યો દુઃખથી ત્રાસ પામીને ઊંચે આકાશ તરફ જ દ્રષ્ટિ કરવા લાગ્યાં.(અર્થાંત તેઓ બધા માનવા લાગ્યા કે હવે તો આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું જ રહ્યું છે) તેમના હાથમાંથી શસ્ત્રો આપોઆપ નીચે પડી જવા લાગ્યાં.આમ સ્તબ્ધ થયેલા સૈન્યને જોઈને દુર્યોધન તેમને કહેવા લાગ્યો કે-

Aug 30, 2026

ભાગવત રહસ્ય-૨૪૧-Bhgavat Rahasya-241

વાલ્મીકિ રામજીને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,
હું કુસંગથી બગડેલો,લૂંટફાટનો ધંધો કરતો.અનેક જીવોની હિંસા કરતો,પણ નારદજીના 
સત્સંગથી મારું જીવન સુધર્યું.એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા,મારી નજર પડી 
અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે-પકડો તેમને અને લુંટો તેમને.
સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.

Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list

Aug 29, 2026

ભાગવત રહસ્ય-૨૪૦-Bhgavat Rahasya-240

કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.
રામજીને એ જોતાની સાથે ઓળખી ગયો છે,રામજીને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.
કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકારનો બદલો લેવા ગયો નથી.
પરંતુ રામજીએ યાદ રાખી ગુહકના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે.અતિસંપત્તિમાં પણ 
રામજી –કેવટના પ્રેમને,કેવટના ઉપકારને ભૂલ્યા નથી.ગુહકને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,
તેણે મારી બહુ સેવા કરી છે.” 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1206

 

અધ્યાય-૨-ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચે સંવાદ 


II वैशंपायन उवाच II हते कर्णे महाराज निशि गावल्गणिस्तदा I दीनो ययौ नागपुरमश्वैर्वातसमैर्जवे II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,કર્ણ મરાયો એટલે તરત જ તે રાતે સંજય ધૃતરાષ્ટ્ર પાસે ગયો.ને રાજાના ચરણમાં મસ્તક નમાવીને કહેવા લાગ્યો કે-'હે રાજન,હું સંજય છું.તમે સુખી છો ને?પોતાના દોષથી આપત્તિ વહોરી લઈને હવે તમે મૂંઝાતા નથી ને?વિદુરે,દ્રોણાચાર્યે,ભીષ્મપિતામહે તથા શ્રીકૃષ્ણે જે જે હિતવચનો કહ્યાં હતાં તેનું સ્મરણ કરીને ને 'તે હિતવચનો મેં માન્યાં નહોતાં'એવો વિચાર કરીને તમે મનમાં દુઃખ કરતા નથી ને? 'પરશુરામ,નારદ,કણ્વ આદિ મહર્ષિઓએ સભામાં મને હિતવચનો કહ્યાં હતાં,છતાં મેં એમનો સ્વીકાર કર્યો નહિ' એમ સંભારીને તમને આજે કોઈ વ્યથા થતી નથીને? તમારા હિતમાં યુક્ત રહેનારા ભીષ્મ તથા દ્રોણાચાર્ય આદિ સુહૃદોને શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યા છે તેમનું સ્મરણ કરીને તમને મનમાં પીડા થતી નથીને?

Aug 28, 2026

ભાગવત રહસ્ય-૨૩૯-Bhgavat Rahasya-239

રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજીને સામે કિનારે જવાનું હતું.
ગંગાજીમાં હોડીમાં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?” 
કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું” 
લક્ષ્મણ પૂછે છે-ભાઈ તું શું મર્મ જાણે છે ?