Sep 4, 2026

Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ

Image result for janmashtami
શ્રાવણ માસ, કૃષ્ણપક્ષની અષ્ટમી (આઠમ) છે.
ને આજે પરમાત્માનું જગતમાં પ્રાગટ્ય થવાનું છે.
અંતઃકરણની શુદ્ધિ થાય,ત્યારે ભગવાન અંદર પ્રગટે છે.
પણ આજે તો પ્રભુ –બહાર પ્રગટ થવાના છે.
એટલે સમષ્ટિ અને અષ્ટધા પ્રકૃતિની આજે શુદ્ધિ થઇ છે.

સમય(કાળ),દિશાઓ,ધરતી,જળ-વગેરે (પંચમહાભૂતો)
આજે આનંદમાં છે. કમળ મધ્ય-રાત્રિએ ખીલતાં નથી,
પણ આજે –પ્રભુ નું આગમન થવાનું છે,તેથી –તે ખીલ્યાં છે.
મેઘો, આજે આનંદમાં ગડગડાટ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1211

 

અધ્યાય-૭-કૌરવોમાંના જીવતા મહારથીઓ 


 II धृतराष्ट्र उवाच II मामकास्यास्य सैनस्य ह्रतोत्सेक्स्य संजय I अवशेषं न पश्यामि ककुदे मृदिते सति II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,જેમ,કોઈ એક ક્ષુદ્ર તલાવડીના ઘણા ખરા જળને ક્યારાઓમાં વાળી લીધા પછી તે તલાવડી નથી જ એમ મનાય છે તેમ,ભીષ્મ,દ્રોણાચાર્ય ને કર્ણ આદિ પ્રધાન પુરુષોનો વિનાશ થતાં હવે મને સૈન્ય બાકી રહેલું નથી જ એમ દેખાય છે.કુરુઓમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ અને દ્રોણાચાર્ય મરણ પામ્યા છે એ સાંભળીને,હવે તુચ્છ રીતે જીવવાનું મને કંઈ પ્રયોજન દેખાતું નથી.કર્ણનો મને શોક થતો નથી કેમકે જ્યાં ભીષ્મ ને દ્રોણાચાર્ય મરાયા ત્યાં તે કર્ણનો શો હિસાબ? હે સંજય,હવે તું મારા સૈન્યમાં જે જીવતા છે તેમને પણ તું નામોદ્દેશપૂર્વક મને કહે.જેઓ જીવે છે તેઓ બધા મરી જ ગયા છે એમ હું માનું છું' 

Sep 3, 2026

ભાગવત રહસ્ય-૨૪૫-Bhgavat Rahasya-245

પ્રાતઃકાળમાં આંગણામાં ભીડ થઇ છે.બધાને આશા છે કે રામ-સીતા અયોધ્યામાં પાછા આવશે.
ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે આવે,
બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથમાં વિરાજ્યા છે.
આજે કૈકેયીનો કળિ ઉતરી ગયો છે અને તે પણ રામના દર્શન કરવા તૈયાર થયાં છે.
ભરતજી માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો છે,પણ તે રથમાં બેસવાની ના પડે છે. લોકો કહે છે કે 
–તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલીશું. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1210

અધ્યાય-૬-પાંડવ પક્ષના મરણ પામેલા મહારથીઓ 

 II धृतराष्ट्र उवाच II आख्याता मामकास्तात निहता युधि पांडवैः I हताश्च पांडवेयानां मामकैर्ब्रुहि संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત,એ યુદ્ધમાં પાંડવોએ મારેલા મારા જે યોદ્ધાઓના નામ તેં કહ્યા,

તે જ પ્રમાણે મારા યોદ્ધાઓએ મારી નાખેલા પાંડવ યોદ્ધાઓના નામનિર્દેશ તું મને કહે.

સંજય બોલ્યો-હે રાજન,મહાબળવાન કુંતીરાજને ભીષ્મપિતામહે અમાત્યો અને પરિવાર સહીત મારી નાખ્યા છે.વળી પાંડવો પર પ્રીતિ રાખનારા સર્વ નારાયણોને,બલભદ્રોને અને સેંકડો શૂરા યોદ્ધાઓને ભીષ્મપિતામહે યુદ્ધમાં પાડી નાખ્યા છે.સત્યજિત રાજા,વૃદ્ધ દ્રુપદરાજ અને વિરાટરાજને દ્રોણાચાર્યે રણમાં રોળી નાખ્યા છે.અભિમન્યુને દુઃશાસનના પુત્રે માર્યો છે.અમ્બષ્ઠના પુત્રને દુર્યોધનના પુત્ર લક્ષ્મણે મારી નાખ્યો છે.ને બૃહન્તરાજાને દુઃશાસને યમગૃહે મોકલ્યો છે.

Sep 2, 2026

ભાગવત રહસ્ય-૨૪૪-Bhgavat Rahasya-244

રાજા દશરથની શોકસભામાં ભરત ઉભા થયા છે.સીતા-રામના સ્મરણમાં આંખમાંથી આંસુ 
નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠના ચરણમાં વંદન કરે છે,અને કહે છે-કે-ગુરુદેવની અને માતાની 
આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે.બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. 
પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.મારે બધા લોકોને એટલું જ પૂછવાનું છે કે-
મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યાનું કલ્યાણ થશે? શું મારું કલ્યાણ થશે ? 
મેં મારા મનથી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1209

 

અધ્યાય-૫-કૌરવ પક્ષના મરણ પામેલા મહારથીઓ 


 II वैशंपायन उवाच II इति श्रुत्वा महाराज धृतराष्ट्रोम्बिकासुतः I अब्रवीत संजयं सूतं शोकसंविज्ञमानसः II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્ર શોકથી વિહવળ મનવાળા થઇ ગયા ને સંજયને કહેવા લાગ્યા કે-'હે સંજય,મારી દુષ્ટ નીતિને પરિણામે જ મારો પુત્ર દુર્યોધન અલ્પાયુષી થયો છે.કર્ણ અને દુઃશાસનને મરણ પામેલા સાંભળીને મને અત્યંત શોક થાય છે ને તે મારુ કલેજું કાપી નાખે છે તો પણ હું હજી આ દુઃખના પારને તરી જવા ઈચ્છું છું માટે મારા સંશયને દૂર કર ને કૌરવ તથા પાંડવોમાં કયા કયા મહારથીઓ જીવે છે?ને ક્યા મરી ગયા છે તે મને કહે'