Sep 12, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1219

 

અધ્યાય-૧૫-અશ્વત્થામા અને ભીમસેનનું યુદ્ધ 


 II संजय उवाच II भीमसेनं ततो द्रौणि राजन विव्याध पत्रिणा I परया त्वरया युक्तो दर्शयन्नखलाधवम II १ II

સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,પછી,દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઘણી ઉતાવળ કરીને ભીમસેનને એક બાણ વડે વીંધી નાખી પોતાની અસ્ત્રકુશળતા દર્શાવવા માંડી.વળી,મર્મને જાણનારા તે અશ્વત્થામાએ ઝપાટાબંધ નેવું તીક્ષ્ણ બાણો મૂકીને ભીમસેનના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો ને ઉપરાઉપરી બાણો મૂકીને ભીમસેનને રથમાં જ ઢાંકી દીધો.સામે ભીમસેને એક હજાર બાણો મૂકીને અશ્વત્થામાને છાઈ દઈને મોટો સિંહનાદ કર્યો.પરંતુ અશ્વત્થામાએ તે બાણોને અટકાવી મંદ હાસ્ય કરીને ભીમસેનના લલાટમાં એક નારાચ બાણનો પ્રહાર કર્યો.

Sep 11, 2026

ભાગવત રહસ્ય-૨૫૩-Bhgavat Rahasya-253

વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.
વાસનાની પક્કડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના 
ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી.શાંતિ ભોગથી નહિ પણ ત્યાગથી મળે છે.મનુષ્યે વાસના રૂપી
 શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે.
જયારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. 
જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1218

 

અધ્યાય-૧૪-ચિત્રસેન અને ચિત્રનો વધ 


 II संजय उवाच II श्रुतकर्मा ततो राजश्चित्रसेनं महीपतिम I आजघ्ने समरे कृद्वः पंचाशदभि: शिलीमुखैः II १ II

સંજય બોલ્યો-હે રાજન,પછી ક્રોધાયમાન થયેલા શ્રુતકર્માએ એ રણમાં ચિત્રસેનને પચાસ બાણોનો પ્રહાર કર્યો ત્યારે અભિસાર દેશના રાજા ચિત્રસેને પણ સામેથી શ્રુતકર્માને નવ બાણોનો માર મારી તેના સારથિને વીંધી નાખ્યો.ક્રોધિત થયેલા શ્રુતકર્માએ ચિત્રસેનના મર્મસ્થાનમાં નારાચ બાણોથી પ્રહાર કર્યો ત્યારે તે મૂર્છામાં પડી ગયો.થોડીવારે ભાનમાં આવીને ચિત્રસેને એક ભલ્લ બાણથી શ્રુતકર્માના ધનુષ્યને કાપી તેને બાણોથી વીંધ્યો.

Sep 10, 2026

ભાગવત રહસ્ય-૨૫૨-Bhgavat Rahasya-252

આ બાજુ ચિત્રકૂટમાં રામજીએ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યાથી ઘણા લોકો 
મને મળવા આવશે.એટલે રામજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિના આશ્રમમાં રામજી પધાર્યા છે.
અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણમાં ફસાય નહિ તે અત્રિ.મનુષ્ય ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે.
દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં,અને ભગવદ ભજનમાં હૃદય આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1217

 

અધ્યાય-૧૩-કેકયકુમાર વિન્દ અને અનુવિન્દ પડ્યા 


II संजय उवाच II ततः कर्णो महेष्वासः पांडवानामनीकिनिम् I जघान समरे शूरः शरैः सन्नतपर्वभिः II १ II

સંજય બોલ્યો-તે પછી,મહાધનુર્ધર રણશૂરો કર્ણ બાણોનો મારો કરીને પાંડવોની સેનાનો સંહાર કરવા લાગ્યો ત્યારે સામે પાંડવ પક્ષના મહારથીઓ પણ તે કર્ણના મુખ આગળ જ તમારી સેનાને સંહારી રહ્યા હતા.તે વેળા નારાચ બાણોના પ્રહારથી કર્ણે હાથીઓને એટલો બધો માર મારવા મંડ્યો કે તેઓ મોટી ચીસો પાડીને દશેય દિશામાં ભમવા લાગ્યા હતા.ત્યારે નકુલ કર્ણ સામે યુદ્ધ કરવા સત્વર ધસી આવ્યો.અશ્વત્થામા સામે ભીમસેન ચડી ગયો ને સાત્યકિએ વિન્દ-અનુવિન્દને અટકાવી રાખ્યા.

Sep 9, 2026

ભાગવત રહસ્ય-૨૫૧-Bhgavat Rahasya-251

રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, 
ભરત આજ્ઞા માગે છે.રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-ભરત આજ સુધી મેં તને કદી 
નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજીની આજ્ઞાનું પાલન 
કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે.પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.
પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. 
તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.