Oct 28, 2011

ધર્મ ના નામે અધર્મ




ભારત માં વેદો ,ઉપનિષદો,પુરાણો,ગીતા વગેરે પુસ્તકો  અને ધર્મ અને આત્મબોધ ના જ્ઞાનને
લગતી ઘણી બધી અમૂલ્ય માહિતી હયાત છે.
તેમ છતાં તેના પ્રત્યે લક્ષ્ય અપાતું નથી.!!!

ભૂતકાળ માં લગભગ આવું જ બનેલું હશે.

જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાણી
ત્યારે ત્યારે ધર્મ ના ઓઠા હેઠળ અધર્મ ફાલી ઉઠે છે.

ધર્મ ના નામે --વેદો,પુરાણો અને ગીતાના નામે ---
ધર્મ ઠગો પોતાના લોભ અને લાલચ ઘુસાડી દે છે.

નવા નવા દેવો,દેવીઓ ,વૈભવી મંદિરો અને વૈભવી આશ્રમો ની રચના કરી
વૈભવી જીવન જીવતા લોકો નો એક વર્ગ ઉભો થઇ જાય છે.

સનાતન અને નિત્ય સત્યો નું  "અગ્નિ તેજ" આવ ધર્મ ઠગો નું માધ્યમથી ઢંકાઈ જાય છે.

પ્રજ્વલિત અગ્નિ ના અંગારા પર રાખ જામી જાય છે.

અને લોકો આવા ધર્મ ઠગોના અધર્મૃરૂપી  ધર્મને સાચો માનવા લાગે છે.

આવે વખતે ખૂબ જ વિરલ વ્યક્તિત્વ જેવાકે બુદ્ધ.મહાવીર કે શંકરાચાર્ય જેવા
આવીને અંગારા ની રાખ પર ફુંકો મારી સનાતન સત્યો ના અગ્નિને ફરીથી સ્થાપિત કરે છે.

પણ ફરી પાછું ઉપર બતાવ્યું તેમ જ થોડા ક જ  સમય માં અંગારા પર ફરીથી રાખ વળવી
ચાલુ થાય છે.અને ફરીથી ધર્મઠગો નો લોભ અને લાલચ છવાઈ જાય છે.........

અત્યારે હાલ ની પરિસ્થિતિ પણ આવી જ છે!!

આવે સમયે માનવી માં અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે........

આવા અસંખ્ય પ્રશ્નો ની હારમાળાઓ કંઇક આવી હશે?

--ઈશ્વર ક્યાં છે? ઈશ્વર છે?
   અને જો તે હોય તો દેખાતા કેમ નથી?

--આટઆટલા  જુદા જુદાજુદા ઈશ્વરો કેમ?
  ઈશ્વરના આટઆટલા મંદિરો કેમ?
   શું મંદિરો માં ઈશ્વર વસી શકે? અને જો વસી શકતા હોય તો કયા ઈશ્વર સાચા?
 
--ઈશ્વર પાસે જો આખી દુનિયા નો વૈભવ હોય તો તેને માટે-તેના મંદિર માટે  આટલા ફંડ ફાળા કેમ
  ઉઘરાવવા પડે છે?

--મંદિર માં ઈશ્વરનું અને મંદિરના પુજારીઓ નું આવું વૈભવી જીવન કેમ?

--મંદિરમાં બેઠેલા ઈશ્વરને જોવા જવા ટીકીટ ના પૈસા કેમ?

--ભગવાને આટલી અસમાનતા ઓ પેદા કેમ કરી ?
  કોઈની પાસે અઢળક પૈસા તો કોઈની પાસે ખાવાના સાંસા?

--આવી રીતે જગત ક્યાં સુધી ચાલશે?જગત પેદા કેમ થયું ? અને અન્ત ક્યારે?

--આ પાપ અને પુણ્ય શું છે?તેની કોને રચના કરી?
   પાપી ઓ નું સુખી જીવન અને પુણ્યશાળીઓ નું દુઃખી  જીવન કેમ?

--જો આત્મા અને પરમાત્મા એક જ (અદ્વૈત) હોય તો પછી --
   પાપ અને પુણ્ય ,નીતિ અને અનીતિ,ધર્મ અને અધર્મ એવ ભેદ ને સાચા કેમ માની શકાય?

--આપણી પાસે જે છે તે બીજાને આપી પરોપકાર શું કામ કરવો?

--આપણી પાસે જે વસ્તુ નથી તે જો બીજાની પાસે હોય તો તેને રહેંશીનાખી -મારી નાખી તે વસ્તુ
  શા માટે ના લઇ લેવી?
  જો પૈસાદારો નો પ્રાણ લેવો તે પાપ હોય તો જયારે તેમની સંપતિ આપણા હાથ માં આવે તો
   તે પુણ્ય ના કહેવાય?

--એક પશુ બીજા પશુને મારીને ખાય છે ...અરે માનવી તે પશુ ને મારી ને ખાય છે....
   છતાં આવા જીવો સુખી કેમ હશે?પાપી સુખી કેમ?

--મરણ પછી જો યમદંડ ભોગવવાનો હોય તો અત્યારે તેની શી ચિંતા?
   આપણે મરી જઈએ પછી ફળ ભોગવવા આપણે ક્યોં રહેવાના છીએ?

--આ જન્મ માં આપણને ગયા જન્મ નું કોઈ જ સ્મરણ થતું નથી તો પછી આ
  પુનર્જન્મ નું ચક્કર શું સાચું હશે?

--પુનર્જન્મ ની અત્યારે શું કામ ચિંતા કરવી?મ્રત્યુ ની ચિંતા શું કામ?
  આત્મા ના ઉદ્ધાર ની શું કામ ચિંતા?

--શુભ મુહુર્તો અને શુભ સમય જોઈને થએલા લગ્નો છતાં જગતમાં વિધવા ઓ કે વિધુરો કેમ?
  સંતતિ વગરના આટઆટલા યુગલો કેમ?

આવા આવા અનંત પ્રશ્નો જોઈ ને વધારાના  પ્રશ્ન થયા વગર રહેતા નથી............

કે આવા પ્રશ્નો કેમ ઉભા થાય છે?અને આ પ્રશ્નો નું નું સમાધાન શું?

સત્ય નું અજ્ઞાન (સત્ય જ્ઞાન નો અભાવ) પ્રશ્નો ઉભા કરે છે.

સત્ય નું જ્ઞાન પ્રશ્નો નું સમાધાન કરે છે.અને

આત્મા નું જ્ઞાન --આત્મ "સ્વ-રૂપ" ની ઓળખાણ - એ જ સત્ય જ્ઞાન છે.

સર્વ સુખો નો ભંડાર આ જ્ઞાન છે જેને
આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન કહી શકાય કેમકે તે બંને એક જ છે.

અને આ જ્ઞાન મેળવવા બહુ આઘાપાછા કે દોડવાની જરૂર નથી......

માત્ર "હું કોણ છું?" તેનો વિચાર કરવાની જરૂર છે.
વિચાર કરીને નિર્ણય લેવાની જરૂર છે.

અને આ નિર્ણય માં સર્વ પ્રશ્નો  અને જવાબો સમાઈ જાય છે--
અને સર્વ પ્રશ્નો અને જવાબ નો નિકાલ થઇ જાય છે.

આપણા આધ્યાત્મ શાસ્ત્રો માં આ સત્ય જ્ઞાન વિષે વર્ણન છે.
એટલે આ શાસ્ત્રો એક સાધન કહી શકાય.

ધર્મ ઠગો એ ઉભું કરેલું કે તેમણે બનાવેલું જ્ઞાન તે સાચું નથી.
માત્ર તેમના ખિસ્સા ભરવા માટે તેમણે જે જ્ઞાન બનાવ્યું છે તે
સત્ય જ્ઞાન કેમ હોઈ શકે?

"સ્વ-ધર્મ" કે જે સાચો ધર્મ છે -સત્ય છે-

તેને બદલે
આ ધર્મ ની ઓઠે --ધર્મ ના નામે-

ધર્મ ઠગો ના -લોભ અને લાલચ ના બનેલ

આવા અત્યારના પ્રચલિત વૈભવી ધર્મો-મંદિરો-ઈશ્વરો -આશ્રમો નો
બનાવેલ ધર્મ -ને

ધર્મ કહેવો કે અધર્મ કહેવો ?????????

અનિલ શુક્લ -૨૦૧૧

Oct 23, 2011

ધર્મ અને અધર્મ


ધર્મ અને અધર્મ
દૈવી સંપત્તિ -આસુરી સંપત્તિ

છાંદોગ્યપનીષદ ના પ્રથમ અધ્યાય ના બીજા ખંડ ના  પહેલાં ષ્લોક માં
કહે છે કે.......

સત્ય નું (શાસ્ત્રોનું )જ્ઞાન અને સત્ય (શાસ્ત્રીય) ક્રિયા ઓ (કર્મો) ના
અનુષ્ઠાન વડે
ઉચ્ચ પણે પ્રકાશિત થયેલી
ઇન્દ્રિયોની વૃત્તિઓ --(દૈવી સંપતિ--ધર્મ )
તે દેવો છે.

તેનાથી વિપરીત(ઉલટી)

વિષયો માં આશક્ત અને જીવન કે શરીર ને પોષવા ની માત્ર
વૃતિઓ --(આસુરી સંપતિ--અધર્મ)
તે અસુરો છે.

આ દેવો અને અસુરો એકબીજા ના વિષયોનું અપહરણ કરવામાં જાગ્રત રહી
નિરંતર સંગ્રામ કરતા રહે છે.

એટલે કે-

વિષય ભોગની -વાસના વાળી ઇન્દ્રીયવૃત્તીઓ (અધર્મ -આસુરી સંપત્તિ )
હમેશા
પરમાત્મા વિષયક વૃત્તિઓનો (ધર્મ--દૈવી સંપત્તિ)
પરાભવ કરવા ઈચ્છે છે.

એવી જ રીતે

પરમાત્મા વિષયક વૃત્તિઓ ,વિષયભોગ -વાસના વાળી વૃત્તિઓ નો
પરાભવ કરવા પ્રયત્ન કરે છે.

------------------------------------------------------------------------------------------

માનવી માં આ ધર્મ-અધર્મ ,દૈવી સંપતિ-આસુરી સંપતિ નું યુદ્ધ સદા એ ચાલતું
હોય છે.અને આશ્ચર્યને વાત એ છે કે સામાન્ય માનવી આને ઓળખી
શકતો નથી.સમજી શકતો નથી.

આ વસ્તુ ને સમજાવવા મહર્ષિ વેદ વ્યાસે વેદો ની રચના કરી.
રચના કર્યા પછી પણ તે વ્યાકુળ હતા -
સામાન્ય માનવી વેદો ને સમજવા તૈયાર નહોતો.

દેખાતી સહેલી આ વાત સામાન્ય માનવી ને જો ઉદાહરણ થી સમજાવવા માં
આવે તો તે રસપ્રદ બને .
અને આવા જ કૈક કારણસર દેવો અને અસુરો -વગેરેના ઉદાહરણો આપીને
વ્યાસ જી એ એમની કુશાગ્ર બુદ્ધિ નો ઉપયોગ કરી પુરાણો ની
રચના કરી.

સુક્ષ્મ પરમાત્મા નું સ્થૂળ દ્રષ્ટાંત -દેવો બનાવ્યા .

અને તે દેવો ને માનવી (રામ અને કૃષ્ણ )રૂપે રજુ કર્યા.
અને તેમના જીવન ના કાર્યો મારફત ઉપદેશ આપ્યો.

આ ઉપદેશ થી સામાન્ય માનવી માં -ભક્તિ -પેદા થાય છે.
અને ખરા જિજ્ઞાસુ માનવીઓને -જ્ઞાન માર્ગ -ની છુપી
ગલી-કુંચીઓ સહેલાઇ થી હાથ માં આવે છે.

ખૂબ પ્રચલિત એવા મહાભારત -પુરાણ-માં વ્યાસજી એ
દૈવી અને આસુરી સંપત ના યુદ્ધ નો પ્રસંગ જોઈએ તો
તેમની અગાધ  બુદ્ધિ  તરફ માન થયા વગર રહેશે નહી.

અંધ ધ્રુતરાષ્ટ્ર (મોહ-અવિવેક) અને
દુર્યોધન (વિષયી-કામી )
સઘળું રાજ્ય (શરીર-પ્રદેશ)
દબાવી પોતાના કાકા
પાંડુના (વિવેક ના) પુત્રો
યુધિષ્ઠિર(ધર્મ)વગેરે ને
કોઈ ભાગ આપતા નથી .

આ વિષયે બહુ સમજાવ્યા છતાં તે માનતા નથી .સમજતા નથી .
એટલે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

અર્જુન (મંદ વિરાગ) યુધ્ધના ખરા સમયે શિથિલ (શોક-મોહ થી)થાય છે.
ત્યારે
શ્રી કૃષ્ણ (આત્મા-પરમાત્મા) -દેવ રૂપે--તેને
સ્વ-ધર્મ સમજાવી અને
તેના મંદ વિરાગ ને સુદઢ વિરાગ માં રૂપાંતરિત કરી
દૈવી સંપતિ નું પ્રદાન કરે છે.

અને આમ જયારે મંદ વિરાગ (અર્જુન) સુદ્રઢ વિરાગ માં રૂપાંતરિત થાય છે.
ત્યારે
દૈવી સંપતિ (ધર્મ-સ્વ-ધર્મ)
આસુરી સંપત્તિ (અધર્મ -મોહ-લોભ)
ઉપર તેનો વધ કરી વિજયી બને છે.

----------------------------------------------------------------------------------
ઉપસંહાર-

કલ્યાણ નો માર્ગ બહિર-દ્રષ્ટિ થી બહાર (બ્રહ્માંડમાં) શોધવાથી હાથ લાગે તેમ નથી.
માત્ર
આંતર દ્રષ્ટિથી શરીર માં શોધવાથી જ હાથ લાગે તેમ છે.

Oct 20, 2011

નિર્વિચાર અવસ્થા




અડધી રાતે જયારે ચારે બાજુ અંધારું હોય છે ત્યારે દુરનો કે નજદીક નો
નાના માં નાનો અવાજ સાંભળી શકાય છે.

અને તે સમય નું જો બરોબર નિરિક્ષણ કે અવલોકન  કરીએ તો-
તે નાના માં નાનો અવાજ જયારે સંભળાય છે ત્યારે આપણા મન માં કોઈ જ
બીજો વિચાર હોતો નથી.

આપણી બધી જ ઇન્દ્રીઓ ની- શક્તિ- આપણે તે અવાજ ક્યાંથી ,કેવો અને શેનો
આવે છે તેમાં લગાડી દઈએ છીએ.\

આમ ઇન્દ્રીઓ ની બધી જ શક્તિ માત્ર સાંભળવાના કામ માં લાગે છે ત્યારે
પૂરી એકાગ્રતા થાય છે.

જેને નિર્વિચાર અવસ્થા પણ ગણી શકાય.
કેમ કે
તે વખતે ભૂતકાળ ની માન્યતાઓ કે ભવિષ્ય ની ગણતરી નો કોઇજ -વિચાર-
હોતો નથી.

પછી જે બને છે
તે અવાજ નું -અર્થઘટન ---અને તેને અનુસરી ને થતું કર્મ .......

આપણા ભૂતકાળ ના અનુભવ જ્ઞાન ને આધારે આપણે તે અવાજ ને ઓળખીએ છીએ.
અને નક્કી થાય કે તે કોઈ પ્રાણી કે મનુષ્ય ના પગલાં નો કે બીજો કોઈ અવાજ છે.

રૂમ માં સુતા હોઈએ તો --ડરવા જેવું હોય એવું નક્કી થાય તો -
બારણું બંધ કરવું -તે -કર્મ- છે.

આ આખી પ્રક્રિયા એટલી બધી ઝડપી છે કે તેને ઊંડા આંતરિક -નિરિક્ષણથી જ
સમજી શકાય.બીજી કોઈ રીત નથી.

માત્ર સાંભળવું  અને ધ્યાન થી સાંભળવું એ બંને વચ્ચે નો ભેદ સમજીએ -- .

 --માત્ર સાંભળવું -એ પ્રક્રિયા માં
   કોઈ વસ્તુ સમજવાની કે તેનો અર્થ કરવાની અને તેને ભૂતકાળના
   અનુભવ જ્ઞાન ની સાથે કસવાની -વગેરે ઘણી બધી પ્રક્રિયા ઓ
  એક સાથે ચાલતી હોય છે.
--ધ્યાન થી સાંભળવું -એ પ્રક્રિયા માં આમાંનું કંઈજ હોતું નથી.

ટૂંક માં ધ્યાન થી સાંભળવા ની પ્રક્રિયા વખતે નિર્વિચાર અવસ્થા પેદા થાય છે.
જે બહુ જ થોડા પળ પુરતી જ હોય છે.

લગભગ આવીજ રીતે કોઈ વસ્તુ નું ધ્યાન થી અવલોકન કે નિરિક્ષણમાં
(બાહ્ય કે આંતરીક)થાય છે.

ઘણી વખત આપણે એટલા મશગુલ હોઈએ છીએ ત્યારે કોઈ બાજુમાંથી પસાર થાય
તો પણ ખબર પડતી નથી.કે કોઈ કશું બોલે તો પણ સંભળાતું નથી.

આવો અનુભવ આપણા ઘણા બધાને હોયછે.

એ પળો એવી હોય છે કે આપણી બધીજ ઇન્દ્રિઓ ની શક્તિ કશાક એક
વસ્તુ કે વિચાર પર કેન્દ્રિત થઇ જાય છે.
અને જાત ને વિસરી જઈએ છીએ.

એક એવી નિર્વિચાર અવસ્થા માં પહાંચી જવાય છે કે
-મન કોઈ કામ કરતુ નથી --કોઇજ વિચાર ઉદભવતો નથી--
--કોઈ જ અર્થઘટન થતું નથી--ઇન્દ્રીઓ મન માં કંઈજ વૃતિઓ કે
હલન ચલન પેદા કરી શક્તિ નથી --
-મન પ્રશાંત (તરંગ વિહીન) થાય છે .

અને એક અપાર આનંદ અને જેની કશાજ જોડે સરખામણી ના થઇ શકે તેવું
સુખ પેદા થાય છે  જેનું વર્ણન શબ્દોથી થઇ શકે જ નહી.

આમ જોવા જઈએ તો ------
ઉપરનાં બંને પ્રસંગો વખતે-
ધ્યાનથી સાંભળવાની અને ધ્યાન થી અવલોકન કરતી વખતે --
પળો માટે આપણે અપાર સુખ નો અનુભવ કરી લઈએ છીએ.

મજાની વસ્તુ તો એ છે કે આ કોઈ -પ્રક્રિયા - નથી .
સહજતા થી ઉદભવી  જાય છે.

ટૂંકા માં -
આ સહજતાથી ઉદભવતી સુખ ની ક્ષણો કાયમી નથી .
તો
પ્રશ્ન એ થાય કે તેને કાયમી કેમ કરી બનાવી શકાય?

ઉપર જોયું તેમ -શરીર,મન અને ઇન્દ્રીઓ -એક એકાગ્રતા ની
સંવાદિતા એ પહોંચી સુખ નું પ્રદાન કરે છે.
પણ આજુ બાજુનું વાતાવરણ જો આ સંવાદિતા માં સાથ ના પુરાવે તો
તરત જ  તે સુખ વિદાય લે છે.

પણ જો કોઈ એવી સ્થિતિ થાય અને મન,બુદ્ધિ અને ઇન્દ્રીઓ એક- મેળ થી
નિર્વિચાર અવસ્થા માં રહે તો
વાતાવરણ ને સંવાદિત થવું પડે છે.

કોઈ સંજોગો માં આ વાતાવરણ સંવાદિત થઇ જાય તો
પ્રશાંત મન -કે પરમાનંદ ની અવસ્થા કાયમી થઇ જાય છે.

અને આ કાયમી અવસ્થા થયા પછી આ પ્રશાંત મન ને કોઈ જ
આધાર ની જરૂર પડતી નથી.અને
કોઈ પણ જાતની વિસંવાદિતા થાય તો તેની કોઇજ
અસર થતી નથી.

આમ શરૂઆતમાં વાતાવરણ ની સંવાદિતા સર્જવી જરૂરી હોય છે.
પણ પાછળ થી એની જરૂર રહેતી નથી.

બીજા વિકલ્પો માં
જુદા જુદા યોગો કે જે ગીતા માં બતાવ્યા છે.
તે જ્ઞાનયોગ-કર્મયોગ-ભક્તિયોગ
આવી સંવાદિતા સર્જવામાં સહાયક થાય છે.

Oct 15, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૧

 Go to Page   1......2......3......4......5 ..   

કુંડલીની

ને સરળતાથી સમજવા માટે

પ્રાણ,
નાડી, અને
ચક્રો ને
સહુ પ્રથમ સમજવાનો પ્રયાસ કરીએ ...

સાધના ની શરૂઆત માં સાધક આ  બધું જ્ઞાન મન-બુદ્ધિ માં આરોપણ- ના -
કરે તેવી સલાહ ઋષિ ઓ એ આપેલી છે.
એમ છતાં કોઈ આવું આરોપણ કરે તો -
ભ્રમણાઓ-સંશયો વધી અને માર્ગ માં અડચણો થઇ -
સાધનાની ગતિ ધીમી થઇ જવાની શક્યતા ઓ છે.

કારણ કે આ બધુજ સુક્ષ્મ છે.નરી આંખે કે તર્ક થી દેખાય તેવું નથી.
-------------------------------------------------------------------------------------
પ્રાણ 
-----
મુખ્યત્વે -ઋષિ ઓએ તેમના અનુભવ મુજબ
 -પ્રાણ ના પાંચ મુખ્ય વિભાગ કર્યા છે અને
--પાંચ ઉપ પ્રાણ નો પણ ઉલ્લેખ છે.

આ બધા વિભાગો અત્યારના વિજ્ઞાન મુજબ છુટાછુટા દેખાડવા શક્ય નથી.
પણ તે સાધના ના થોડાક ઉપલા સ્તરે અનુભવવા શક્ય જરૂર બને છે.

શરૂઆત માં માનસિક રીતે તેનું આરોપણ કરવાની જરૂર નથી .
એનો અનુભવ આપમેળે થશે એમ જણાવવામાં આવ્યું છે.

જો કે શરૂઆત માં એવું પણ બને કે આ વસ્તુ માનવા જ ઘણા કોઈ
બુદ્ધિજીવી ઓ -ના -થાય .એમણે અહીં જ વાંચવાનું બંધ કરી તેમનો કિંમતી
સમય ના બગાડવો.

૧ . પ્રાણ --નું સ્થાન -નાક થી છાતી સુધી છે.
              --નું કાર્ય શ્વાસ નું ગ્રહણ અને હૃદય નું છે.

૨.અપાન --નું સ્થાન નાભી ની નીચે છે.
              --નું કાર્ય ઉચ્છવાસ અને ઉત્સર્ગ(મળ દ્રવ્યો નું) છે.

૩.સમાન --નું સ્થાન પ્રાણ અને અપાન ની વચ્ચેનું છે.(હૃદય થી નાભી)

૪.ઉદાન --નું સ્થાન કંઠ અને કંઠથી ઉપર મસ્તક માં છે.
             --નું કાર્ય શરીર ને ઉત્થિત રાખવાનું છે.
                (વ્યષ્ટિ પ્રાણ ને સમષ્ટિ પ્રાણ જોડે સમન્વય કરાવવાનું)

૫.વ્યાન --નું સ્થાન સર્વત્ર શરીર માં છે.
             --નું કાર્ય રુધિરાભિસરણ છે.

આ સિવાય બીજા પાંચ ઉપ પ્રાણો નો ઉલ્લેખ પણ છે.

૧. નાગ -નું કાર્ય ઓડકાર અને છીંક છે.
૨.કુર્મ.  --નું કાર્ય સંકોચ છે.
૩.કૂકર.--નું કાર્ય ભુખ-તરસ છે.
૪.દેવદત્ત.--નું કાર્ય નિદ્રા અને તંદ્રા છે.
૫.ધનંજય.--નું કાર્ય મૃત્યુ બાદ શરીર નું ફૂલી જવું છે.
                --  કહે છે કે મૃત્યુ બાદ પણ તે શરીર માં રહે છે.
                 --નાસિકા ના છિદ્રો માં તેનું સ્થાન છે.

 Go to Page   1......2......3......4......5 ..   


કુંડલીની-સરળ સમજ --ભાગ -૨
 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

Oct 14, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૨


 Go to Page   1......2......3......4......5 ..   



ભાગ-૧ માં પ્રાણ વિષે વિચાર્યું હવે નાડી વિષે વિચારીએ

નાડી--
-------
નાડી વિષે  સમજવું અને સમજાવવું અઘરું છે.

ઘણા લોકો -
નાડી ને જ્ઞાન તંતુ જોડે સરખાવે છે.
જે સાચું નથી .
કારણ કે જ્ઞાનતંતુ નું ઉદગમસ્થાન -મગજ- છે. પણ

નાડી નું ઉદગમસ્થાન
નાભિ ની નીચે અંડાકાર -કંદ-માં છે.
અને તે સુવર્ણ જેવો છે અને સૂક્ષ્મ શરીર નો ભાગ છે.

આ- કંદ- અત્યારના શરીર વિજ્ઞાન મુજબ જોઈ શકાય તેવો નથી.

અનુભવ થી સમાધિના ઉચ્ચ સ્તરો પરથી જે ઋષિ મુની ઓ એ
સમજાવ્યું છે તે મુજબ-

શરીરમાં પ્રાણ ના પ્રવાહો વહે છે.
અને આ પ્રાણ ના પ્રવાહો જેમાં થઈને (કલ્પિત રીતે ) વહે તેને -નાડી- કહે છે.

જુદા જુદા ગ્રંથો માં નાડી ઓની સંખ્યા જુદી જુદી બતાવી છે.

પણ ગોરક્ષ શતક મુજબ જોઈએ તો -
૭૨૦૦૦ નાડી ઓ માં ૭૨ મુખ્ય છે.
આ ૭૨ માં ૧૦ મુખ્ય છે.જે મહત્વની છે.

અને આ ૧૦ માં જે વધુ પ્રચલિત છે તે ત્રણ  છે.

૧.સુષુમ્ણા---કરોડ રજ્જુ ની મધ્યમાં તેનું સ્થાન છે.
૨.ઈડા ------કરોડ રજ્જુ ની ડાબી બાજુ તેનું સ્થાન છે.
૩.પિંગલા --કરોડ રજ્જુ ની જમણી બાજુ તેનું સ્થાન છે.

આ ત્રણે નું ઉદગમસ્થાન નાભિ નીચેના કંદ થી શરુ થઇ -
મૂલાધાર ચક્ર (નીચેની બાજુ) સુધી જઈ સહસ્ત્રાર ચક્ર સુધી જાય
એવું સમજી શકાય.

આટલું સમજાય તો વધુ આગળ સમજાય ..................
અને તે સમજવા ગોરક્ષ સતક નો આશરો લેવો રહ્યો.

જો કે આ અનુભવ થી જ સમજાય એવી વસ્તુ લાગે છે.
અને તર્ક થી તે સમજી શકાતી નથી જ............

 Go to Page   1......2......3......4......5 ..   


કુંડલીની-સરળ સમજ --ભાગ -૩
 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

Oct 13, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૩


 Go to Page   1......2......3......4......5 ..   



ભાગ-૧ માં પ્રાણ વિષે સમજ્યા
ભાગ -૨ માં નાડી વિષે સમજયા
અને હવે ચક્રો અને કુંડલીની વિષે સમજીએ.

ચક્રો -
----
સાત ચક્રો નું વર્ણન છે.
જેનું સ્થાન મુખ્યત્વે કરોડ રજ્જુ માં (કલ્પિત રીતે -સુક્ષ્મ રીતે) છે.

કરોડ રજ્જુ ના નીચેના છેડે થી શરુ થઇ તે છેક માથાના ઉપરના ભાગ સુધી છે.

૧.મૂલાધાર
૨.સ્વાધિષ્ઠાન
૩.મણિપુર
૪.અનાહત
૫.વિશુદ્ધ
૬.આજ્ઞા
૭.સહસ્ત્રાર

આ ચક્રો વિષે વધુ --પછી ક્યારેક ......
----------------------------------------------------------------------------------

કુંડલીની -
---------
પ્રાણ શક્તિ નો એક ભાગ જેની શક્તિ અદભૂત છે. અને જેને
કુંડલીની શક્તિ કહે છે.
તે મૂલાધાર માં -યોનીસ્થાન માં (ત્રિકોણાકાર )
સુષુપ્ત અવસ્થા માં પડી રહે છે.

સુષુમ્ણા નાડી કંદ થી શરુ થઇ નીચે બાજુ જઈ
આ કુંડલીની ને જગાવી અને ચક્રો માં થી પસાર થઇ
છેક સહસ્ત્રાર સુધી લઇ જાય છે.

અહીં યોની સ્થાન ની વ્યાખ્યા થોડી ઉપયોગી નીવડે છે.

ખાલી કે પોલી જગ્યા ને યોની કહેછે.
યોની સ્થાન -ગુદા-માં શિવની છે જે ત્રિકોણાકાર છે.
તેવું વર્ણન છે.

બહુ જ સરળ રીતે આમ સમજાવી કે સમજી શકાય ....


 Go to Page   1......2......3......4......5 ..   


ચક્રો ની વિગત વાર માહિતી

 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

Oct 7, 2011

જગત નો નિયંતા


બહુ સમય પહેલા વાંચેલી એક વાત યાદ આવે છે ,,,,,,

એક ચિત્રકાર નાસ્તિક હતો 
એક દિવસ ઘેર આવ્યો અને જોયું કે -
તે જે કેનવાસ સવારે કોરું મુકીને ગયેલો તેના પર 
કોઈકે પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે દોરી નાખ્યું છે ......

ગુસ્સે થઇ દીકરા ને બોલાવ્યો અને ખુલાસો માંગ્યો ......
દીકરો કહે કે મેં દોર્યું નથી ---
ચિત્રકાર કહે છે કે --
કોઈકે તો દોર્યું જ હોવું જોઈએ --એમ નેમ આ સફેદ 
કેનવાસ પર આ બધું કેવી રીતે આવે ?

હવે દીકરો કહે છે કે -
જે કેનવાસ પર દોરેલું છે તે બધું -
પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે ------
જગત માં કેવી રીતે આવ્યું ?
કોઈકે તો બનાવ્યું હશે ને ?

તમારી વાત સાચી છે .....
જે જગત નો નિયંતા છે  તે  "પરમાત્મા " છે .

ભગવાન ક્યાં છે ?


ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે--
અમે તો ભગવાન જોયા નથી ....
અને જે જોયું ના હોય તેને સાચું કેમ કરી માનવું ?
એટલે જ અમે ભગવાન માં માનતા નથી .....
વળી એટલા બધા ભગવાનો છે કે કયા ભગવાન ને માનવું તે જ નક્કી કરી શકાતું નથી ......

હવે અહી જોઈએ તો તેમની વાત સાચી છે અને નથી પણ ....
સાચું એ છે કે મૂળભૂત વાત ભુલાઈગઈ છે ......
તો પછી આ મૂળભૂત વાત છે શું?

આ વાત બધાને ખબર છે ,કશું નવું નથી

ભગવાન એક જ છે
સત્ય એક જ છે
બાકીના જે મંદિરોમાં બેઠા છે તે
દેવો છે .....

જો આ દેવો ને બધા ભગવાન કહે તો
દુનિઆ નો દરેક આત્મા દેવ છે , ભગવાન છે .....

જો આ દેવો - જે જુદી જુદી પ્રકૃતિ ના પ્રમાણે જુદા જુદા છે -
તેને જો કોઈ ભગવાન માનવા તૈયાર ના થાય તો કંઈ ખોટું
નથી ....

કોઈ એક પ્રકૃતિ નો માનવી બીજી કોઈ પ્રકૃતિના દેવ ને
કેવી રીતે માને?

પણ સવાલ ત્યારે ઉભો થાય છે
જયારે તે માનવી ને કોઈ પણ જગ્યા એ શ્રધ્ધા નથી -વિશ્વાસ નથી ....
છેવટે આત્મ શ્રધ્ધા પણ ના હોય તો તે કેવું ?

બહુ જ સરળ ભાષામાં કહીએ તો
જયારે ભગવાન અને દેવ (પરમાત્મા અને આત્મા )
એમ બે હોય ત્યારે તે દ્વૈત(બે) કહેવાય છે ,
અને
બંને જયારે એક થઇ જાય છે ત્યારે
અદ્વૈત(એક) થઇ જાય છે .

અને આ અદ્વૈત એ વેદાંત નું તત્વ ગ્નાન છે .

ફરી થી આ  વાત ને સમજવી હોય તો ----
જયારે માનવી
હું ને મારો ભગવાન (એમ બે )એવું માને તો તે દ્વૈત છે
ભક્તિ છે
અને
જયારે માનવી એમ માને કે હું. જ ભગવાન છું (બંને એક થયા )
ત્યારે અદ્વૈત થાય છે
અને આ ગ્નાન છે .

કહેવાય છે કે
જો આ ભક્તિ અને ગ્નાન માં વૈરાગ્ય ઉમેરાય તો
અને આ ત્રણે નો અનુભવ થાય ........
તો પરમાત્મા ને સમજવા સહેલા થઇ જાય છે .

પછી કોઈ જ શંશય રહેતો નથી ......

તરંગ


પરમાત્મા તરંગ વિહીન  છે
આકાશ ને કોઈ તરંગ હોઈ શકે ?

શાસ્ત્રોમાં મહાકાશ અને ઘડાકાશ નું વર્ણન છે .

ઘડા ની અંદર નું આકાશ એ આત્મા છે -(ઘડાકાશ )
અને ઘડા ની બહાર જે અનંત આકાશ છે તે મહાકાશ ...

ઘડો માટીનો બનેલો હોય તો
તે ઘડાનું આવરણ તે શરીર છે -માયા છે
આજ ઘડો જયારે ફૂટી જાય છે
તે મ્રીત્યું છે .....

ઘડા નું આકાશ - બહાર ના આકાશ માં મળી જાય છે ....

આ સામાન્ય ઉદાહરણ છે

અંધારું-Andharu


આમ જોવા જાઓ તો અંધારાની કોઈ વ્યાખ્યા નથી ........
કે અંધારાને ચાર પાંચ માણસો બોલાવીને ધક્કા મારીને દુર કરાવી સકાય તેમ નથી ........


અંધારા નું અસ્તિત્વ છે જ નહિ ,,
અજવાળું નથી એટલે અંધારું છે?


આપણે બધા હાલ આજની ઘડી એ મુક્ત અવસ્થા માં જ છીએ ......
બંધન પણ આપણા અને મુક્તિ પણ આપણી .........


સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે ..........


દરેક આત્મા અપ્રગટ રૂપે પરમાત્મા છે ,
બાહ્ય અને આંતર પૃકૃતિ પર વિજય પામી ને
આત્મા પ્રગટ કરવાનું મુખ્ય ધ્યેય છે .....
આના માટે કોઈ પણ રસ્તો પસંદ કરો ....
----------------------------------------------------------
આત્મા નો અનુભવ થઇ જાય તો બેડો પાર છે ........
બધા ને ખબર છે  
અને વાતો પણ કરે છે કે "આત્મા પરમાત્મા છે ""
પણ
એનો અનુભવ કેટલા એ કર્યો હશે ??
----------

હા ..થોડા સમય પર થોડું કૈક આવું લખ્યું હતું ,,,

-------
થયું અંતર નું અજવાળું ,કે બંધ આંખે નિહાળું
અંધ થયો તો ખુલી આંખે
મોહ થયો તો દુનિયા સાથે ,,,

સરનાગત થી કૃપા થઇ ને
એવું થયું અજવાળું ,કે બંધ આંખે નિહાળું ........
અનિલ
જુલાઈ ૨૦૧૧
--------------
સર્વે જના સુખી નો ભવન્તુ ...

અનિલ