Showing posts with label યોગવાશિષ્ઠ. Show all posts
Showing posts with label યોગવાશિષ્ઠ. Show all posts

Aug 25, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-261


શુક્રાચાર્ય કહે છે કે-હે તાત,ઉભા થાઓ,ચાલો આપણે મંદર-પર્વત પર મારા સુકાઈ ગયેલા શરીર ને જોઈએ.
જો કે મારે તે શરીર થી કંઈ કર્તવ્ય નથી,તેમ કર્તવ્ય નથી તેમ પણ નથી.
માત્ર નિયતિની રચના જોવા માટે આપણે ત્યાં જઈએ.

“સત્ય એક આત્મા જ છે” એવા દૃઢ નિશ્ચય થી,જે -ચરિત્ર-શુભ ફળ આપનારું છે,
તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ.
માટે હવે મારી બુદ્ધિ કદીક પૂર્વ-દેહના જીવન-રૂપ થાય-તો પણ તેમાંકોઈ ક્ષતિ થવાની નથી.
તે પૂર્વ-દેહ વડે જે પ્રારબ્ધ શેષ રહ્યું છે,તેના ભોગ ને અનુકૂળ –પ્રાકૃત વ્યવહારનું
હું અનુસરણ કરીશ.અને તેમાં મૂઢ ની પેઠે અભિનિવેશ નહિ કરું.
(૧૫) શુક્રાચાર્યે કરેલો ખેદ-અને રામને ઉપદેશ.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે જગતની ગતિનો વિચાર કરતાં -તે ત્રણે (કાળ-ભૃગુ-શુક્ર) તત્વ-વેતાઓએ
સમંગા નદીના તટ થી પ્રયાણ કર્યું અને સિદ્ધો ના માર્ગે ક્ષણમાં મંદર-પર્વત ની ગુફા પાસે આવ્યા.
ત્યાં શુક્રાચાર્યે (સમંગા નદીના કિનારા ના બ્રાહ્મણ ના શરીરે રહેલા)
તે પર્વતની ઉપલી ભૂમિમાં લીલાં પાંદડાથી ઢંકાયેલું,તથા સુકાઈ ગયેલું,પોતાના પૂર્વ-જન્મનું શરીર જોયું.
શુક્રાચાર્ય કહે છે કે-હે,તાત,જે દેહનું તમે પૂર્વે લાલન કર્યું તે આ મારો દેહ છે.
આ શરીર પર પૂર્વે ધાત્રીએ સ્નેહનો અંગીકાર કરીને કપૂર-ચંદન નો લેપ કર્યો હતો,
આ મારા શરીરને માટે મેરુ-પર્વત ની ઉપવન ભૂમિમાં-મંદર-પુષ્પ ની શીતળ શય્યા રચી હતી.
જે મારા પૂર્વ દેહનું સ્ત્રીઓ એ લાલન કર્યું હતું ત આ મારો દેહ,
સર્પ-વીંછી-વગેરેના ડંખ-થી છિદ્ર-વાળો થઈને પૃથ્વી પર પડ્યો છે.તેને તમે જુઓ.
અરે,દેહ,જુદાજુદા વિચિત્ર વિલાસમાં ભિન્ન ભિન્ન દશામાં તથા જુદી જુદી ભાવનામાં તું ભરપૂર હતો,અને
હવે સ્થિત થઈને કેમ પડેલો છે?
અરે,દેહ, હવે તારું “શબ” એવું નામ પડ્યું છે.
તાપથી તું સુકાઈ ગયો છે,તથા હાડકાં નો માળો જ બની રહ્યો છે,તેથી તું મને ભય પમાડે છે.
જે દેહ વડે હું અનેક પ્રકારના વિલાસમાં હર્ષ પામતો હતો
તે જ દેહ જયારે અસ્થિ-પિંજર થઇ ગયો છે તો તેનાથી હું ભય પામું છું.
જે,સુવર્ણ ની કાંતિ જેવું મારું શરીર ઉત્તમ અપ્સરાઓને પણ લોભ પમાડે તેવું હતું,
તે હમણાં ભયંકર હાડ-પિંજર બન્યું છે.
આ મારું શરીર,તે “પોતાનું તુચ્છ-પણું” બતાવીને,સત્પુરુષ ના અંતઃકરણમાં
“શરીર ના મિથ્યા-પણા નો” ઉપદેશ કરતુ હોય તેમ દેખાય છે.

શબ્દ-રસ-સ્પર્શ-રૂપ-અને ગંધ ના લોભથી મુક્ત થઈને,જાણે નિર્વિકલ્પ સમાધિમાં હોય,
તે રીતે આ શરીર,સુકાઈ ગયેલું છે.અને
પોતાનામાંથી ચિત્ત-રૂપી પિશાચ નીકળી જવાથી જાણે સુખેથી રહેલું છે,
તથા, દૈવ થી પ્રાપ્ત થતી વિપત્તિ થી તે બીતું નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 24, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-260


(૧૪) શુક્રાચાર્ય ને તેમના પૂર્વ-દેહ નું સ્મરણ કરાવ્યું
વસિષ્ઠ કહે છે કે-કાળ અને ભૃગુ જયારે સમંગા નદીને કિનારે આવ્યા ત્યારે તેમણે એક કિનારે
બ્રાહ્મણ ને (શુક્રાચાર્ય નો નવો જન્મ) જોયો.કે જેમનું દેહાન્તર થવાથી,તેમનો શુક્ર-ભાવ (શુક્રાચાર્ય-ભાવ)
મટી ગયો હતો,તેમની ઇન્દ્રિયો શાંત થઇ હતી અને તેમણે સમાધિ લગાવી હતી,
તેમનો મન-રૂપી મૃગ ચંચળ નહોતો તથા ઘણા દિવસના શ્રમની શાંતિ માટે તેમણે લાંબા સમય થી,
વિશ્રાંતિ લીધી હતી.અનંત-જગત-રૂપી આવર્ત (ફરી ફરી આવવું-તે)માં બહુ લાંબા સમય ફરવાથી.
અતિ ભ્રમિત થયેલા ચક્ર ની જેમ,તે નિશ્ચલ-પણાને પામ્યા હતા.એમ,તેમની એકાંત માં સ્થિતિ હતી.
તેમની ચેષ્ટાઓ શાંત થવાથી,ચિત્તનો સંભ્રમ તથા સંગ-વિરામ પામ્યો હતો.તે નિર્વિકલ્પ સમાધિમાં
રહ્યા હતા.અને સુખ-દુઃખ વગેરે દ્વંદ-વૃત્તિ માંથી વિરામ પામ્યા હતા.અને પોતાની શીતળ બુદ્ધિથી,
અખિલ લોક ની ગતિને જાણે હસતા હોય –તેવા તે જણાતા હતા.
તેમણે પ્રવૃત્તિ-માત્રનો તેમ જ પ્રવૃત્તિ ના ફળનો પણ ત્યાગ કર્યો હતો અને કલ્પનાના સમૂહનો નાશ કરીને આત્મ-સુખમાં આલંબન કર્યું હતું.અને આત્મ-પદ માં વિશ્રાંતિ લીધી હતી.
સંકલ્પ-વિકલ્પ થી રહિત બોધ-વાળી અને ધીરજવાન એવી- તેમની બુદ્ધિ થઇ હતી.
આવી સ્થિતિ-વાળા પોતાના પુત્ર શુક્રાચાર્યને (નવા જન્મના શુક્રાચાર્યને) ભૃગુ-ઋષિએ ત્યાં જોયા,
એટલે કાળે ભૃગુ ને કહ્યું –કે-આ જ તમારો પુત્ર છે.અને પછી,કાળે-શુક્ર ને કહ્યું કે-જાગ્રત થાઓ.
એટલે શુક્રાચાર્ય સમાધિમાંથી વિરામ પામ્યા.અને તેમણે નેત્ર ઉઘાડીને જોયું.
ઉભા થઈને તેમણે બંને (કાળ અને ભૃગુ) ને દંડવત પ્રણામ કર્યા.
અને પરસ્પર યોગ્ય સત્કાર કરીને એક શિલા પર તે ત્રણે બેઠા.
ત્યાર બાદ તે બ્રાહ્મણે (શુક્રાચાર્યે) બંને ને પૂછ્યું કે-તમારાં દર્શન થી મને અતિ આનંદ થયો છે,
અત્યંત તેજસ્વી એવા આપ કોણ છે?
વસિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી,પોતાના પુત્રનાં એવાં વચન સાંભળી,ભૃગુ-ઋષિએ કહ્યું કે-
તમે તમારા આત્મા નું સ્મરણ કરો.કારણકે તમે જ્ઞાની છો.અજ્ઞાની નથી.
અને આમ કહી ભૃગુ-ઋષિએ જયારે તેમની જન્માંતર ની દશાનો બોધ આપ્યો,ત્યારે શુક્રાચાર્યે,
મુહૂર્ત-માત્રમાં ધ્યાન કરી,દિવ્ય-દૃષ્ટિ થી વિચાર કર્યો.પોતાની જન્માંતર ની દશાનું તેમને ભાન થયું,
અને આશ્ચર્ય પામેલા શુક્રાચાર્ય કહેવા લાગ્યા કે-
“કર્મ-ફળ ની વ્યવસ્થા ના હેતુ-રૂપ” એવી “પરમાત્મા ની માયા-શક્તિ”નો
આરંભ કોઈના જાણવામાં આવતો નથી.
અને તે (માયા) સર્વ થી “ઉત્કર્ષ-પણે” રહેલ છે.બ્રહ્માંડ-પર્યંત,આ જગત નું ચક્ર તેને આધીન રહેલું છે.
મારા અનેક જન્મ થઇ ગયા પણ તે  મારા જાણવામાં આવ્યા નથી.

મેં,પ્રલય જેવાં મરણ,મૂર્છા,દુઃખ તથા મોહ-વગેરે અનુભવ્યાં છે.
જેમાં “કઠિન-ક્રોધ રહલો છે”તેવા કેટલાક વૈભવ મેં જોયા છે,અને
દ્રવ્ય સંપાદન કરવામાં કેટલાક ભ્રમ પણ મને થયા છે.
એવું કંઈ પણ નથી કે-જે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ માં
મેં ના ભોગવ્યું હોય,ના કરેલું હોય, કે ના જોયેલું હોય.
પણ હવે સત્ય જાણવાની વસ્તુ પણ મેં જાણી લીધી છે,
સત્ય જોવાની વસ્તુ મેં જોઈ લીધી છે-તેથી હું વિશ્રાંતિ પામ્યો છું,અને મારો ભ્રમ-માત્ર મટી ગયો છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 23, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-259



(૧૩) મન ની શક્તિનું વર્ણન અને ભૃગુએ શુક્રાચાર્ય પાસે જવાની કરેલી તૈયારી

કાળ (ભૃગુને) કહે છે કે-હે ઋષિ,જેમ,સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે તેમ,આ ભૂત-જાતિઓ (જીવો)
પરમાત્મામાંથી ઉદય પામી છે.અને એ ભૂત-જાતિઓમાંથી જેમણે મોહને જીત્યો છે અને જેમને પર-અપરનું
જ્ઞાન થયું છે,તે જીવન-મુકતો જ કૃતાર્થ થયા છે.તે સિવાયના બીજા સ્થાવર અને જંગમ જીવો તો –
ભીંત અને લાકડાની પેઠે મૂઢ છે.બીજા કેટલાક ક્ષીણ મોહ-વાળા છે-તેમને માટે શો વિચાર કરવો?

જેમ,સૂર્ય જયારે આકાશમાં વિહાર કરે છે-તો રાત્રિ નો અંધકાર દૂર થાય છે,તેમ,જેમનું અંતઃકરણ શુદ્ધ છે,
તેવા મનુષ્યો-પોતાના દુષ્કર્મો નો નાશ થવા માટે,જો શાસ્ત્ર નો વિચાર કરે –તો તેમની બુદ્ધિ નિર્મળ થાય છે.
જ્યાં સુધી મન નો ક્ષય થયો નથી,ત્યાં સુધી મોહ થાય છે,અને સિદ્ધિ થતી નથી.
કારણકે-ક્ષીણ નહિ થયેલું મન ઝાકળ ની જેમ આવરણ કરે છે અને ભૂતની પેઠે નૃત્ય કરે છે.
હે,મુનિ,સર્વ દેહધારી મનુષ્ય-માત્રને –જે મન છે તે જ સુખ-દુઃખ ના અર્થ ને ભોગવે છે.
પણ આ માંસ-મય શરીર સુખ-દુઃખ ના અર્થ ને ભોગવતું નથી.
આ પંચમહાભૂત માંથી બનેલો –માંસ અને હાડકા નો જે,દેહ દેખાય છે,તે મન ના વિકલ્પ માત્ર થી જ છે.
પણ પરમ-અર્થ (પરમાર્થ) થી વિચાર કરતાં દેહ છે જ નહિ.
હે,મુનિ,તમારા પુત્રે મનથી કરેલા મન-રૂપી શરીર વડે -મન થી જ જે જે વિચાર્યું,તે  તે (સ્વર્ગ અને અપ્સરા)
તેને પ્રાપ્ત થયું. એમાં અમારો કોઈ અપરાધ નથી.
લોક પોતાની વાસનાને લીધે જે જે કર્મ કરે છે,તે તે તેવી જ રીતે તેને જપ્રાપ્ત થાય છે.
તેમાં બીજાને કોઇ જ કર્તા-પણું નથી.
જે,મનુષ્ય પોતાની મનો-વાસના વડે –તેના અનુસંધાનથી જે નિશ્ચય કરે છે-
તે મનુષ્ય નો તે નિશ્ચયને  બીજો કોઈ –પૃથ્વી નો રાજા હોય તો પણ બદલવા સમર્થ થતો નથી.
જે જે સ્વર્ગ-નર્ક ના ભોગ છે,અને જે જે જન્મ-મરણ ની એષણા (ઈચ્છા) છે,તે સઘળું,
મનના મનન-માત્ર થી  જ છે.માટે મન નું જરાક પણ ચલન થવું તે પણ દુઃખ-રૂપ જ છે.
હે ઋષિ તમને હું વધુ શું કહું? હવે,તમે ઉભા થાઓ અને જ્યાં તમારો પુત્ર છે ત્યાં આપણે જઈએ.
તમારો પુત્ર શુક્રાચાર્ય,પોતાના “મન-રૂપી” શરીર થી સ્વર્ગ નું સુખ ભોગવી,
આકાશ-વગેરે ના ક્રમ થી પૃથ્વીમાં અવતરી,ચંદ્ર-કિરણ ના સંયોગે,ઔષધ (ધાન્ય) માં પ્રવેશ કરી અનુક્રમે –
અનેક જન્મ પામ્યો છે અને હમણાં સમંગા નદીને કિનારે તપ કરતો બેઠો છે.
વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે કાળે ભૃગુ ને કહ્યું,અને જાણે તે જગતની ગતિ સામે (જોઈ) હસવા લાગ્યા.
પછી પોતાનો હાથ લાંબો કરીને ભૃગુ નો હાથ ઝાલ્યો.અને ભૃગુ પોતાના સ્થાનકે થી ઉભા થયા.

અને બંને એ સાથે  મંદર-પર્વત થી સમંગા નદી તરફ પ્રયાણ કર્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 22, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-258


આ સ્પંદ-મય અને વિસ્તાર-વાળા “પરમાત્મા-રૂપી-સમુદ્ર” માં,ચૈતન્ય-રૂપી જળ રહેલું છે,
અને તે જળના “ચિત્ત-સંવેદન-રૂપી” કેટલાક મોજાં
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-મનુષ્ય-દેવ-વગેરે પણાને પણ પામેલા છે.
ચપળ એવાં તે મોજાં નાશ પામે છે,ઉત્પન્ન થાય છે અને થોડા સમય માટે સ્થિર પણ રહે છે.
(૧૨) મોહ થી થયેલી વિચિત્રતા ની વિવર્તતા
કાળ,ભૃગુઋષિને  કહે છે કે-
હે,મુનિ,દેવતા,દૈત્ય,મનુષ્ય- વગેરેના આકારનું જે આ જ્ઞાન છે તે –“બ્રહ્મ-રૂપી-સમુદ્ર” થી અભિન્ન છે,
એ વાત તદ્દન સત્ય છે,માટે એને ભિન્ન માનવું તે મિથ્યા છે.
જેઓ પોતાના વિકલ્પથી કલંકિત થયા છે,તેઓ મિથ્યા ભાવના કરીને
“હું બ્રહ્મ નથી” એમ અંતઃકરણમાં નિશ્ચય કરીને અધોગતિ ને પામી ગયા છે.
બ્રહ્મ-રૂપી-સમુદ્રમાં ગયા હોય તો પણ,
બ્રહ્મ થી જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવી માં મોહ થી ભમ્યા કરે છે.
દેહાત્મ-ભાવ નું વારંવાર અનુસંધાન કરવાથી બ્રહ્મ-સંબંધી જ્ઞાન કલંકિત થાય છે,
કે જે પાપ અને પુણ્ય ની પ્રવૃત્તિ ના બીજ રૂપ છે.

અંતઃકરણમાં કલ્પનાઓ કરીને,કર્મ-જાળ-રૂપી બીજ થી
આ જગતમાં શરીર-રૂપી પંક્તિઓનો વિસ્તાર થયેલો છે.
અને તે એમ ને એમ જ સ્થિતિ પામે છે,હાસ્ય કરે છે,રુદન કરે છે કે નૃત્ય કરે છે.
જેમ,સ્પંદન ધર્મ થી પવન રહેલો છે,
તેમ બ્રહ્મ-લોકથી તરણા સુધી,જગતમાં વિસ્તાર પામેલા સર્વ પદાર્થો-
ઉલ્લાસ પામે છે,પ્રકાશ પામે છે,લય પામે છે કે કરમાઈ જાય છે.
તેમાંના કેટલાક
--હરિ (વિષ્ણુ) હર (શંકર) વગેરે જ્ઞાન તથા ઐશ્વર્ય ના ઉત્કર્ષ-પણાથી "અતિ-સ્વચ્છ" હોય છે,
--મનુષ્ય-દેવતા વગેરે "અલ્પ-મોહ"માં રહેલા હોય છે,
--વૃક્ષ-તૃણ વગેરે "અત્યંત-મોહ"માં રહેલાં હોય છે.
--કેટલાંક અજ્ઞાન માં મૂઢ થવાથી,કૃમિ-કીટ-પણાને પામેલ છે.

આ પ્રમાણે,સંસરણના ક્રમથી,મનુષ્ય વગેરે ના ભાવને પામ્યા પછી,
તેઓ સંસારની વિશ્રાંતિ ના કારણ-ભૂત--એવા જ્ઞાનનો શાસ્ત્ર દ્વારા જાણવા પ્રયત્ન કરે છે,
છતાં પણ જેમ જેમ જન્મ થાય છે,તેમ તેમ કાળ-રૂપી,ઉંદર તેને ખોતર્યા જ કરે છે.
હરિ (વિષ્ણુ),બ્રહ્મા,હર (શંકર) વગેરે કેટલાક "બ્રહ્મ-તત્વ-રૂપી-મોટા-સમુદ્ર" ની વચ્ચે આવીને,પોતાના
દેહ સહિત જીવન-મુક્ત-પણાને પામી ગયા છે.
કેટલાક અલ્પ-મોહ વાળા (દેવતા-મનુષ્ય) "બ્રહ્મ-રૂપી સમુદ્ર" નો પાર ના પામવાથી,
સમાધિનું અવલંબન કરીને રહેલા હોય છે.
અને જેમણે કરોડો જન્મો ભોગવ્યા છે અને હજી,કરોડો જન્મ ભોગવવાના છે,તેવી ભૂત-જાતિઓ –
ઉચ્ચ દેહને પ્રાપ્ત કરીને પ્રકાશમાન છે છતાં,કામાંધતા ને લીધે,તામસી અને નિષ્ફળ છે.
જેમ,હાથમાંથી ફળ નીચે પડે છે,તેમ કેટલાક ઉચ્ચ-પણાથી નીચ-પણાને પામે છે.તો કેટલાક
ઉચ્ચ થી ઉચ્ચ થાય છે.આ પ્રમાણે સુખ-દુઃખ થી ભરેલ આ “જીવ-પણું” એ "પરમ-પદનું વિસ્મરણ”
થવાથી પ્રાપ્ત થાય છે.અને પરમ-પદ નું સ્મરણ કરવાથી જીવ-પણાની શાંતિ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 21, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-257



જેમ,સમુદ્રના તે સર્વ તરંગ નું એક જળ એ જ સામાન્ય રૂપ છે.
તેમ, આદિ-અંત થી રહિત,સર્વ-શક્તિમાન,બ્રહ્મમાં વિચિત્ર આચારથી ચંચળ એવું આ જગત,
અભિન્ન છતાં ભિન્ન દેખાય છે.
બ્રહ્મ વિના જગત ના નામની કલ્પના છે જ નહિ,થઇ નથી અને થશે પણ નહિ.
ખરું જોતાં બ્રહ્મ અને જગત માં કોઈ ભેદ નથી,
માટે આ જગત સંપૂર્ણ બ્રહ્મ-રૂપ જ છે,એમ યત્ન થી નિશ્ચય કરો.અને અન્ય સર્વ પદાર્થ નો ત્યાગ કરો.
અનેક પ્રકારના આકારવાળી,એક આકારવાળી કે નિયત આકારવાળી-
“નિયતિ” (પદાર્થ ની સત્તા) એ પદાર્થ માં રહેલી છે.
જડ પદાર્થમાં જડ-રૂપ સત્તા અને ચૈતન્ય પદાર્થમાં ચૈતન્ય-રૂપ સત્તા રહેલી છે.

એ જ  પ્રમાણે “વાસના-રૂપી-શક્તિ” પણ આત્મા ના પોતાના સ્વરૂપમાં રહેલી છે.
આ આત્મા અનેક પ્રકારના આકારો કરીને,તેમાં વિહાર કરવાથી,અનેક-પણાનો અંગીકાર કરે છે,
પણ જળ થી જેમ તરંગો જુદા નથી,તેમ જગત-રૂપી સમગ્ર કલ્પના પરમાત્મા થી જુદી નથી.

જેમ,આકરા તડકામાં વિચિત્ર રંગ(વર્ણ)-પણું રહેલું છે (આકરો તડકો એ સામાન્ય તડકાથી જુદો દેખાય છે)
તેમ,સત્-અસત્-રૂપ વિચિત્ર "શક્તિ" પરમાત્મા માં રહેલી છે.
જેમ,એક જ રંગ (વર્ણ) વાળા મેઘમાંથી,વિચિત્ર (કે વધારે) વર્ણ-વાળું મેઘ-ધનુષ્ય ઉત્પન્ન થાય છે,
તેમ,વિચિત્રતાથી રહિત એક પવિત્ર પદમાંથી,વિચિત્ર-રૂપ વાળી,આ દૃશ્ય(જગત) સ્થિતિ ઉત્પન્ન થયેલી છે.

જેમ,કરોળિયો અજડ છે,પણ તેમાંથી જડ-તંતુ નો ઉદય થાય છે (જેનાથી તે જાળાં બનાવે છે)તથા,
જેમ,અજડ પુરુષમાંથી,જેમ,સ્વપ્ન ના રથ-વગેરે જડ વસ્તુની ઉત્પત્તિ થાય છે,
તેમ,અજડ વસ્તુમાંથી,"જડ-પણાના હેતુ રૂપ જડતા" ઉત્પન્ન થાય છે.
હે,બ્રહ્મન,જેમ,કોશેટો કરનાર કીડો,પોતાની ઇચ્છાથી જ પોતાનું જ બંધન થાય તેવી ક્રિયા કરે છે,
તેમ,આત્મા પોતાની ઇચ્છાથી જ વિસ્મૃતિની ભાવના કરીને,કઠિન બંધન કરે છે.અને
પોતાની ઇચ્છાથી જ પોતાના સ્વ-રૂપ નો સાક્ષાત્કાર કરીને,સંસારના બંધનથી મુક્ત થાય છે.

આત્મા પોતે જેવી ઈચ્છા કરેછે તેવી,તરત જ "પોતાની મહાન શક્તિ" વડે તે પરિપૂર્ણ કરે છે.
જેથી,ઘણા વખતની ભાવના વડે,દૃઢ થયેલી “વાસના-શક્તિ”પોતાના યોગ-સ્વ-રૂપ ને પામે છે.

જેમ ઋતુ ને અનુસરીને વૃક્ષ ની સ્થિતિ (પાનખર-વગેરે) તે ઋતુ પ્રમાણે જ થાય છે,
તેમ,જે "શક્તિ" ઉદય પામે છે,તે, જ "શક્તિમય આત્મા" થાય છે
તેમ,છતાં તે આત્માને મોક્ષ કે બંધન નથી.

આમ,બંધન-કે મોક્ષ એ કશું છે જ નહિ,તે છતાં મનુષ્યો,બંધન અને મોક્ષના વિકાર-વાળાઓ જણાય છે,
કારણકે,તેનું “નિત્ય-સ્વ-રૂપ” એ અવિદ્યા-રૂપી વાસનાથી ભોગ ભોગવવાના ભાવ થી ઢંકાયેલું છે.
અને તે જ માયા-મય જગત છે.
જયારે આત્મા પોતાના ચિત્તમાં વિચાર કરે છે-ત્યારે અવિદ્યા (અજ્ઞાન કે માયા) થી તેને બંધન થાય છે-
અને તેમાંથી,અન્યોન્ય-રૂપ "વિકલ્પિત શરીરવાળા" કરોડો મન ની ઉત્પત્તિ થાય છે.
આ રીતે,આત્મામાંથી ઉત્પન્ન થયેલું આ જગત છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 20, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-256


ભૃગુ ઋષિ કાળ ને કહે છે કે-
હે,ભગવન,આ મારા પુત્રનું "એક કલ્પ સુધી મૃત્યુ થાય જ નહિ" એમ હું સમજતો હતો.
તે છતાં તેને મરેલો જોવાથી,મારા મનને સંભ્રમ ઉત્પન્ન થયો કે-
મારા પુત્રનો આયુષ્ય નો ક્ષય થયો નથી,તો પણ કાળ તેનું કેમ હરણ કરી ગયો?
એવી રીતે દૈવ ના પરવશપણાથી મારી તુચ્છ ઈચ્છાનો ઉદય થયો.
હે,પ્રભુ,અમે,સંસારની ગતિને જાણીએ છીએ,
તો પણ સંપત્તિ અને આપત્તિ ને લીધે હર્ષને ખેદ ને વશ થઈએ છીએ.
માટે જ અયોગ્ય કામ કરનાર પર ક્રોધ કરવો અને યોગ્ય કામ કરનાર પર પ્રસન્ન થવું,
એવી જ સ્થિતિ સંસારમાં રહેલી છે.
હે પ્રભુ,અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ અને અમુક કાર્ય ના કરવું જોઈએ –
તેવો-જ્યાં સુધી નિશ્ચય છે-ત્યાં સુધી જ જગતનો ભ્રમ છે.
પણ સત્યમાં તો-તે જગતના ભ્રમનો તથા ક્રોધ અને પ્રસન્નતાના નિયમ નો ત્યાગ કરવો જોઈએ.

તમે તો નિયતિ નું પાલન કરનારા છો,એ વિષે કંઈ પણ વિચાર્ય વિના મેં તમારા પર ક્રોધ કર્યો,
તેથી હું શિક્ષાને પાત્ર થયેલો છું.
તમે તો મારા પર મહેરબાની કરીને મારા પુત્રના મનની  ચેષ્ટાઓ નું સ્મરણ કરાવ્યું.
આ જગતમાં મન છે તે જ ભૌતિક શરીરની કલ્પના કરે છે.
માટે એક ભૌતિક અને બીજું મન-રૂપી –એમ બે શરીરો છે અને મન-રૂપી શરીર થી સંસાર ની ભાવના થાય છે.
કાળ કહે છે કે- હે,મુનિ,તમે સાચું કહ્યું.મન છે તે જ શરીર છે,
જેમ,કુંભાર ઘડાનું નિર્માણ કરે છે તેમ,મન સંકલ્પથી દેહને ઉત્પન્ન કરે છે.
જેમ,બાળક ભૂતની કલ્પના કરે છે તેમ,મન -એ -મોહથી સંકલ્પ કરીને-
નહિ કરેલા આકારને કરે છે.અને કરેલા આકારનો નાશ પણ કરે છે.

સંભ્રમ થવો,સ્વપ્ન થવું,મિથ્યા જ્ઞાન થવું-વગેરે,તથા અસત્ આકાર નજરે આવવા-
એ બધી શક્તિ મનમાં રહેલી છે.
હે,મુનિ,આ સ્થૂળ દ્રષ્ટિની દશાના આધારથી,મન તથા શરીર-એમ પુરુષની બે કાયા છે.એમ કહેવામાં આવે છે. મન ના મનન-માત્ર થી આ ત્રણ જગતનું નિર્માણ થયેલું છે.
અને તે સત્ પણ નથી અને અસત્ પણ નથી.તેથી તે અનિર્વચનીય છે.
વૃદ્ધિ પામેલી,ભેદની વાસનાના લીધે અને અજ્ઞાન થી થયેલા બે ચંદ્ર ના જ્ઞાન ની જેમ,
આ જગત નું અનેક-પણું ઉત્પન્ન થયેલું છે.
”ભેદ-વાસના” વડે પદાર્થ ને જોનારું મન,સર્વ પદાર્થ ને ભિન્ન-ભિન્ન જુએ છે.

“હું દુઃખી છું-હું મૂઢ છું” વગેરે,ભાવો ની ભાવના કરનારું મન,
પોતાના વિકલ્પ થી,થયેલા,સંસાર-પણાના ભાવ ને પામે છે.
જયારે- ”મન થી કલ્પિત થયેલું આ કૃત્રિમ-રૂપ એ મારું નથી” એમ વિચારી એ કૃત્રિમ રૂપનો
ત્યાગ કરવાથી,મન શાંત થઈને સનાતન-બ્રહ્મનું જ સ્વ-રૂપ થઈને રહે છે.

જેમ,સમુદ્રમાં તરંગો રહેલા નથી,તેમ જ તેમાં તરંગો નથી રહેલા તેમ પણ નથી.પણ,
માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે,તે "સંકલ્પથી જુદા-પણાના ભેદ માટે કલ્પેલા" છે.
વારંવાર,તરંગો નો નાશ થાય  છે અને વારંવાર તરંગો પેદા પણ થાય છે,તથા
તે એકબીજામાં સેળભેળ થાય છે,ત્યારે તેમાં ભિન્નતા જણાતી નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE