Showing posts with label યોગવાશિષ્ઠ. Show all posts
Showing posts with label યોગવાશિષ્ઠ. Show all posts

Aug 19, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-255


કાળ કહે છે કે-
ચિત્ત છે તે જ પુરુષ છે,માટે ચિત્તે કરેલું-તે જ કરેલું કહેવાય છે.
અસત્ સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે તથા કલ્પનાનો ત્યાગ કરવાથી ચિત્ત મુક્ત થાય છે.
“આ દેહ છે,આ મસ્તક છે,આ અંગો છે” એવી રીતે અતિ-વિકાર-વાળું મન જ કલ્પના કરે છે.
અને મન પોતાના નિશ્ચય-પણાથી જ એક જીવ (શરીર)માંથી બીજા જીવ (શરીર) ને પામે છે.
આ પ્રમાણે અહંકારથી મન પોતે અનેકપણા ને પામે છે.
બીજાં પાર્થિવ શરીર છે જ નહિ-
તેમ છતાં,મન એ દેહની વાસના કરીને પોતાની ઇચ્છાથી બીજાં પાર્થિવ શરીર જુએ છે.
અને આમ કલ્પના કરનારું,મન જયારે સત્ય-પરમાત્મા નો વિચાર કરે છે,
ત્યારે તે શરીર નું ભાવનાઓનો ત્યાગ કરીને પરમ-નિવૃત્તિ પામે છે.

કાળ,ભ્રુગુઋષિને કહે છે કે-તમે જયારે સમાધિમાં હતા ત્યારે તમારા પુત્ર (શુક્રાચાર્ય) નું મન –
“પોતાના મનોરથથી બનાવેલ માર્ગ દ્વારા” ઈન્દ્રલોકમાં (સ્વર્ગમાં) ગયું,ત્યાં તેમણે અપ્સરા નું સેવન કર્યું.
અને જયારે તેમના પુણ્ય નો ક્ષય થયો ત્યારે પૃથ્વી પર પતન પામ્યા.જુદા જુદા અનેક જન્મોને તે પામ્યા.
ત્યાર પછી, જયારે બ્રહ્મા ની રાત્રિ સમાપ્ત થઇ
ત્યારે વિચિત્ર આરંભ કરનાર સંસારની રચના નો પ્રારંભ થયો.
તેમાં તમારા એ પુત્રની વાસના ચલાયમાન થઇ,બ્રાહ્મણપણા ને પામી.
તેથી આજ સતયુગમાં –પૃથ્વીમાં તેમનો બ્રાહ્મણને ઘેર જન્મ થયો છે,
અને તેમણે સમગ્ર શાસ્ત્રો નું અધ્યયન કર્યું છે.હાલ તે, સમંગા નદીને કિનારે તપશ્ચર્યા કરે છે.
(૧૧) ભૃગુઋષિ અને કાળનો સંવાદ
કાળ કહે છે કે-હે,ભૃગુ,તમારા પુત્રે જટા વધારી છે,રુદ્રાક્ષ ના બેરખા ધારણ કર્યા છે અને
સર્વ ઇન્દ્રિયો ના ભ્રમ ને જીત્યા છે.એવી રીતે સ્થિર તપમાં તેમને આઠસો વર્ષ થયાં છે.
હે,મુનિ તમને તમારા પુત્રને જોવાની ઈચ્છા હોય તો તમે જ્ઞાન-દૃષ્ટિ થી સમાધિ કરીને –તેને જુઓ.
વશિષ્ઠ કહે છે કે-જયારે કાળે તે પ્રમાણે કહ્યું ત્યારે,ભૃગુઋષિએ પોતાના પુત્રનું ચરિત્ર જ્ઞાન-દ્રષ્ટિથી જોયું.
તે સમયે બુદ્ધિ-રૂપી દર્પણમાં પ્રતિબિંબ-રૂપે રહેલું,પોતાના પુત્ર (શુક્રાચાર્ય)નું સઘળું વૃતાંત,
માત્ર એક મુહુર્તમાં તેમના જોવામાં આવ્યું.
પછી પુત્રની ચિંતાનો ત્યાગ કરીને,તેમણે કાળની પાસે રહેલા પોતાના શરીરમાં પાછું અનુસંધાન કર્યું.
અને વિસ્મય થી,આશ્ચર્યકારક દૃષ્ટિ વડે તેમણે કાળના તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી.

પછી રાગ-રહિત થયેલા એવા ભૃગુઋષિ એ કાળ ને કહ્યું કે-
હે,ભગવન,અમારું ચિત્ત રાગ –વગેરે થી મલિન થયેલું છે,માટે અમે અજ્ઞાની છીએ.
જયારે-તમારા જેવાની બુદ્ધિ તો ત્રણે કાળને જાણનારી છે.
અનેક પ્રકારના વિકારથી યુક્ત આ જગતની સ્થિતિ,એ અસત્ય હોવા છતાં સત્ય જણાય છે.
અને તે વિદ્વાન મનુષ્ય ને પણ ભ્રમ પેદા કરે છે.
ઇન્દ્રજાળની પેઠે માયા અને મોહને ઉત્પન્ન કરનારી મનોવૃત્તિ નું રૂપ તો તમે જાણો જ છો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 18, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-254


કાળ કહે છે કે-
જેમ, અગ્નિ-શિખા,પોતાની મેળે જ ઉંચી જાય છે,
જેમ,જળ પોતાની મેળે જ નીચા પ્રદેશ તરફ વહી જાય છે,અને જેમ ભોજન ભોક્તા પાસે જાય છે
તેમ,સૃષ્ટિનો અંતકાળ કરનાર “કાળ” પાસે જીવો પોતાની મેળે જ જાય છે.
આ સમગ્ર જગત મારા ભોજન તરીકે જ કલ્પેલું છે
કારણકે-પરમાત્મા પોતે જ જગત -રૂપે પ્રકાશે છે અને  પોતે જ તેનો સંહાર કરે છે.
તાત્વિક દૃષ્ટિ થી-જ્ઞાનથી વિચાર કરતાં,કોઈ કર્તા નથી ને કોઈ ભોક્તા નથી.જયારે
અજ્ઞાની દૃષ્ટિ થી વિચાર કરતાં ઘણા કર્તા છે.
માટે,હે,બ્રહ્મન,જેને તત્વનો સાક્ષાત્કાર થયેલો નથી,તેણે જ,માત્ર,કર્તાપણું અને અકર્તાપણું કલ્પેલું છે.
પણ જેને તત્વજ્ઞાન છે તેને,કર્તાપણું કે અકર્તાપણું નથી.
જેમ,વૃક્ષના સમૂહોમાં પુષ્પો પોતાની મેળે જ આવે છે ને જાય છે,અને તેમની હયાતિ દરમિયાન તેમનાં
નામ કલ્પાય છે,તેમ,ભવનોમાં પ્રાણીમાત્ર પોતાની મેળે જ આવે છે જાય છે અને તેમનાં પણ,તેમની
હયાતિ દરમિયાન નામ વગેરે કલ્પાય છે.
જેમ,પાણીમાં રહેલા (પડેલા) ચંદ્રના પ્રતિબિંબ ના ચલનમાં (ચંદ્ર નું) કર્તા-પણું કે અકર્તા-પણું ,એ,
સત્ય નથી કે અસત્ય પણ નથી.તેમ,જ, સૃષ્ટિમાં કાળનું કર્તા-પણું કે અકર્તા-પણું સમજવાનું છે.
જેમ,કોઈ રજ્જુમાં સર્પ ની કલ્પના કરે
તેમ,મન,મિથ્યા-ભ્રમ-રૂપી-ભોગ માં કર્તા-અકર્તા-પણાની કલ્પના કરે છે.
માટે હે,મુનિ,તમે આકુળ થઈને-મારા અપરાધ વિના,મારા પર ક્રોધ કરો નહિ.
આપત્તિ નો એવો જ ક્રમ છે.માટે તમે સત્ય વસ્તુનો વિચાર કરો.
અમે (કાળ) ભ્રાંતિ થી કલ્પિત નામ અને પૂજામાં પ્રીતિ-વાળા નથી,વળી અભિમાનને વશ થયેલા પણ નથી,
આ હું તમારી પાસે આવ્યો છું,તે માત્ર તમે તપસ્વી છો,અને માનનીય છો એમ ધારીને આવ્યો છું.

જગતની મર્યાદા નું પાલન કરનાર પરમેશ્વરની “ઈચ્છા-રૂપી-નિયતિ”ના પરવશ-પણા થી,
ડાહ્યા મનુષ્યો,વ્યવહાર ની “ઈચ્છા-રૂપી-નિયતિ" ને અનુસરી રહેલા હોય છે.
માટે ચતુર મનુષ્યે,અવશ્ય કર્તવ્ય-કર્મ કરવું જોઈએ.
અને તેથી તમે તમો-ગુણનો આશ્રય કરીને-તેનો નાશ કરો નહિ.
જ્ઞાની ના સર્વ-પ્રસિદ્ધ માર્ગમાં તમે અંધ ની જેમ કેમ મોહ પામો છો?
હે,મુનિ,તમે પોતાનાં કર્મ-ફળના પાકથી ઉત્પન્ન થયેલી દશાનો શા માટે વિચાર કરતા નથી?
અને સર્વજ્ઞ હોવા છતાં તમે સામાન્ય મનુષ્ય ની જેમ મને વૃથા શાપ દેવાની ઈચ્છા કેમ કરો છો?

હે,મુનિ,દેહધારી મનુષ્ય-માત્રને બે પ્રકારનું શરીર છે-શું  તે તમે  જાણતા નથી?
મનુષ્યમાત્ર ને એક પ્રસિદ્ધ દેહ-રૂપી શરીર છે અને બીજું મન-રૂપી શરીર છે.
દેહ,જડ છે અને તેનો થોડા નિમિત્તથી પણ તેનો નાશ થાય છે,અને મન સ્થાયી મોક્ષ સુધી રહેનારું છે.
તે મન ક્રોધ-વગેરે થી પીડા પામે છે.પણ,
જેમ,ચતુર સારથી,રથ નું વહન કરે છે તેમ,મન પણ સ્નેહથી દેહ-રૂપી રથનું વહન કરે છે.
જેમ,બાળક,કાદવના પુરુષની કલ્પના કરે છે,
તેવી રીતે મન દેહાંતર (દેહને બદલવાના) વિષયનો "સંકલ્પ" કરે છે તથા,પૂર્વ-સિદ્ધ દેહનો નાશ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 17, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-253


(૯) શુક્રાચાર્ય નું મરણ
વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે પોતાના પિતાની (ભૃગુ-ઋષિ) પાસે રહીને (અપ્સરાનો) વિચાર કરતા
શુક્રાચાર્ય નો ઘણા સંવત્સર નો સમય ચાલ્યો ગયો.ત્યાર પછી,કેટલેક કાળે,પવન અને તાપથી શિથિલ
થયેલો-તેમનો દેહ,મૂળમાંથી કપાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયો.
ત્યારે જેમ, વનમાં જેમ મૃગલો ફર્યા કરે છે તેમ-તેમનું ચંચળ મન સ્વર્ગ-ગમન આદિ અતિ-વિચિત્ર
દશાઓમાં ભમી રહ્યું.પછી તો જાણે ચક્રમાં પરોવેલું હોય,તેમ તેમનું એ આકુળ મન,ભોગની કલ્પનાથી,
ભ્રાંતિ પામીને,જન્મ-મરણ ની પરંપરા પામીને,સમંગા નદીને કાંઠે (ઉપર પ્રમાણે) વિશ્રાંતિ પામ્યું.
આ પ્રમાણે શુક્રાચાર્ય ને “દેહ ની નહિ ”  પણ મનથી જ- સંસૃતિ (જન્મ-મરણ) નો અનુભવ થયો.
તે બુદ્ધિમાન શુક્રાચાર્ય નો મંદરાચળ પર્વત પર (પોતાના પિતા ભૃગુ ઋષિ સાથેનો) જે દેહ હતો,
તેમાં માત્ર ચામડા અને હાડકાં જ બાકી રહ્યાં હતાં.ભૃગુ ઋષિના પુણ્ય પ્રતાપે
(ઉપર મુજબ) પૃથ્વી પર પડી ગયેલા તેમના દેહનું,પક્ષીઓ ભક્ષણ કરી ગયા નહિ.
તેમનું ચિત્ત (રૂપી શરીર) સમંગા નદીને કિનારે તપ કરતું હતું,
ત્યારે તેમનું મૃત -શરીર પવન અને તાપથી રાતું થઇ,તે પર્વત ની મોટી શિલા પર પડ્યું હતું,.
(૧૦) શુક્રાચાર્ય ના મરણથી,ભૃગુ નો કાળ પર ક્રોધ
વશિષ્ઠ કહે છે કે-ત્યાર પછી એક હજાર દિવ્ય વર્ષે -ભૃગુ ઋષિ-પરમાત્મા નો બોધ થાય તેવી
સમાધિમાંથી વિરામ પામ્યા ત્યારે તેમણે પોતાના પુત્રને નહિ જોતાં તેની કાયાનું પિંજર જોયું.
પુત્રના સુકાઈ ગયેલા શબને જોઈને ભૃગુ ઋષિ બીજો કોઈ વિચાર કર્યા વિના ઉભા થયા,અને
એમના મનમાં વિચારવા લાગ્યા કે આ મારો પુત્ર મરી ગયો કે શું?
અને જયારે તેમને ખાતરી થઇ કે-તે ખરેખર મરી  ગયો છે,
ત્યારે “મારા પુત્ર નું અકાળે પેલા “કાળે” (મૃત્યુ-દેવે) મરણ કર્યું છે” એમ વિચારીને તેઓ
ગુસ્સે થઈને કાળ ને શાપ આપવા તત્પર થયા.
તે સમયે-પ્રજાનો સંહાર કરનારો “કાળ” (મૃત્યુ-દેવ) હાજર થયો અને
ક્રોધે ભરાયેલા ભૃગુ-ઋષિને સાંત્વના કરીને કહ્યું કે-
હે,મુનિ, આ “લોક” ને જાણનાર મહાત્માઓ, બીજાઓ ભલે અપરાધ-રૂપ નિમિત્ત હોય
પણ તેથી મોહ પામતા નથી.તો નિમિત્ત વિના તો તેઓ કેવી રીતે મોહ પામે?

તમે અનંત તપ કરનાર બ્રાહ્મણ છો,અને અમે “નિયતિ” નું પાલન કરનાર છીએ.
તમે પૂજ્ય છો એમ માનીને હું તમારી પૂજા કરું છું.પણ તમારા શાપ વગેરેને ભયથી
હું તમારી પૂજા કરું છું એમ તમે સમજશો નહિ.
માટે હે બ્રહ્મ-શ્રેષ્ઠ,મને શાપ દઈને તમે તમારા તપનો નાશ કરો નહિ.
કલ્પ-કાળના મોટા અગ્નિ થી મારો નાશ થયો નથી તો તમે મને શાપ થી કેમ કરીને બાળી શકશો?
મેં,બ્રહ્માંડ ની કેટલીયે  પંક્તિઓ નો નાશ કર્યો છે,અસંખ્ય,રુદ્ર (શંકર) અને વિષ્ણુ નું પણ મેં ભક્ષણ કર્યું છે.
હે,મુનિ અમે કયે સ્થળે સમર્થ થતા નથી? અમે ભોક્તા છીએ અને તમે અને બીજાઓ અમારું ભોજન છે.
આ પ્રમાણે એકબીજાની ઈચ્છા તથા દ્વેષ વિના જ-એકબીજાની સ્વાભાવિક મર્યાદા રહી છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-252


એક મુહૂર્ત સુધી ઇન્દ્ર ની સાથે વિશ્રાંતિ લીધા પછી,સ્વર્ગ-સુખથી આનદ પામેલા એ શુક્રાચાર્ય,
સ્વર્ગમાં વિહાર કરવા માટે ઉભા થયા.સ્વર્ગ ની અપ્રતિમ શોભા જોતાં અને ફરતાં,તેમણે અપ્સરાઓ ના સમુહમાં,પોતે જેને પ્રથમ જોયી હતી,અને જેની પાછળ પાછળ તે આવ્યા હતા તે મૃગ-નયની અપ્સરાને
જોઈ.અપ્સરાએ પણ શુક્રાચાર્ય ને જોયા અને પરવશપણાને પામી ગઈ.શુક્રાચાર્ય પણ પરવશ થયા ને
તેમના અંગ માંથી પરસેવાનાં ટીંપા પડવા લાગ્યાં.અને તેમણે તે અપ્સરા તરફ દૃષ્ટિ કરી.
શુક્રાચાર્યની દૃષ્ટિ થી તે અપ્સરા પણ તત્પરાયણ થઇ,અને બંને સાથેજ એકબીજામાં અનુરુક્ત થઇ ગયાં.
પરસ્પર આશક્ત થયેલાં ભ્રમર અને ભ્રમરી,જેમ કમલીની માં પ્રવેશ કરે તેમ,પવને કંપાવેલી
વનસ્થળી માં તે દંપતીએ પ્રવેશ કર્યો.
(૮) સ્વર્ગસુખ ભોગવ્યા પછી કેટલાક જન્મ બાદ શુક્રાચાર્ય નો તપસ્વી જન્મ
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આમ તે શુક્રાચાર્યે “પોતાના ચિત્ત-વિલાસથી” ઘણો કાળ “કલ્પિત સ્નેહ” કરીને,
તે અપ્સરા સાથે વિહાર કર્યો.ક્ષીર-સમુદ્રના કાંઠાઓ પર તે વનિતા (અપ્સરા) સાથે વિહાર કરનાર
તે શુક્રાચાર્ય નો સતયુગ નો અર્ધ-કાળ ચાલ્યો ગયો.ને પછી કાળ ને પામ્યા.

અને ફરીથી પાછા તે જ અપ્સરા સાથે
ઇન્દ્રના નગરમાં સુખ થી બત્રીસ યુગ સુધી રહ્યા,પછી પુણ્ય નો ક્ષય થવાથી,તેમનું દિવ્ય શરીર
પતન ના ભયથી ગળી ગયું અને તે માનિની અપ્સરા સાથે જ પૃથ્વી પર પડ્યા.
જેમ,પાણી નું ઝરણ પથ્થર પડવાથી તેના સો વિભાગ થાય છે,તેમ પૃથ્વી પર પડેલા તે શુક્રાચાર્ય નું
શરીર,દીર્ઘ ચિંતા સહિત સો પ્રકારનું થયું,અને તેમણે આકાશમાં પ્રવેશ કર્યો.
ચંદ્ર-કિરણ ના હિમ-પણાને પામીને તેમણે શાલમાં (એક જાતના ફળમાં?) પ્રવેશ કર્યો.
પછી,દશાર્ણ દેશના કોઈ બ્રાહ્મણે એ પાકેલા શાલ નું ભોજન કર્યું,અને તે બ્રાહ્મણ ના વીર્ય-પણાને પામીને,
તેની સ્ત્રીના ગર્ભમાં રહ્યા.અને તે બ્રાહ્મણ ને ઘેર પુત્ર-રૂપે તેમનો જન્મ થયો.

ત્યારબાદ મુનિઓ ના સમાગમ થી - ઈલા-વૃત-ખંડમાં એક મન્વંતર સુધી તેમણે ઉગ્ર તપ કર્યું.
ત્યારે ત્યાં ઈલાવૃત-ખંડમાં શાપ પામેલી પૂર્વની અપ્સરા મૃગની યોનિમાં જન્મી હતી, તેની સાથે
શુક્રાચાર્ય (જે બ્રાહ્મણ-પુત્ર તરીકે હતા) ને સ્નેહ થયો અને તેમને મનુષ્યની આકૃતિ નો મૃગી-પુત્ર થયો.
પુત્રના સ્નેહથી ફરીથી તેમણે મોહ થયો.અને તપનો ત્યાગ કરીને પુત્રની ચિંતાથી ધર્મ-ભ્રષ્ટ થયા.
તેથી તેમના આયુષ્ય નો ક્ષય થયો અને તેમનું મરણ થયું.
ત્યાર પછી તે મદ્ર-દેશના રાજાને ત્યાં જન્મ્યા,અને પોતે રાજા થયા.
અને વૃદ્ધાવસ્થા આવી ત્યારે તેમણે તપ કરવા નો નિશ્ચય કર્યો,
પણ તપની વાસના સાથે જ તેમનો દેહ (તપ કર્યા પહેલાં) પડી ગયો.
અને સમંગા નદીના કાંઠા પર રહેનાર એક તપસ્વી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા.
ત્યાં તેમણે રાગ-દ્વેષ ને ત્યજીને નદીને કાંઠે તપ કરવા માંડ્યું.
આ પ્રમાણે તે શુક્રાચાર્ય પોતાના મન ની વિવિધ પ્રકારની વાસનાને લીધે,તે તે વાસના પ્રમાણે,
વિવિધ જન્મ-દશા પામ્યા.અને અનેક પ્રકારની શરીર-પરંપરા નો અનુભવ કરીને અંતે તેઓ,
સમંગા નદીને કિનારે દૃઢ થઈને સુખથી નિશ્ચળ પણે તપ કરતા રહ્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-251


વશિષ્ઠ કહે છે કે-પૂર્વે,મંદરપર્વતના શિખર પર ભૃગુ તથા કાળ નો જે સંવાદ થયો હતો તે તમે સાંભળો.
તે મંદરપર્વતના શિખર પર ભૃગુઋષિએ એક વખત ઘોર તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો હતો-
ત્યારે તેમની પાસે તેમના મહા-બુદ્ધિમાન એવા “શુક્ર” (શુક્રાચાર્ય) નામના બાળ-પુત્ર રહ્યા હતા.
તે શુક્ર,પૂર્ણિમા ના ચંદ્ર જેવા કાંતિવાળા અને સૂર્ય સમાન પ્રકાશમાન હતા.
ભૃગુઋષિ તો કેવળ  નિશ્ચળપણે સમાધિમાં જ રહેતા ત્યારે બાળક શુક્રાચાર્ય વનમાં વિવિધ ક્રીડાઓ કરતા હતા.
જેવી રીતે સ્વર્ગ અને પૃથ્વી ની વચ્ચે-વિશ્વામિત્રે નિર્માણ કરેલા સર્ગમાં “ત્રિશંકુ” નામના રાજા રહ્યા છે.
તેવી રીતે,શુક્રાચાર્ય વિદ્યા અને અવિદ્યા ની વચ્ચે મોટી આપત્તિ પામ્યા હતા.

એક વખતે આકાશમાં ચાલી જતી એક અપ્સરા શુક્રાચાર્ય ની દ્રષ્ટિએ આવી.અને તે અપ્સરાને જોઈને
શુક્રાચાર્ય નું મન ક્ષોભ પામ્યું,અને અપ્સરા પણ શુક્રાચાર્ય નું સુંદર મુખ જોઈને કામ-વશ થઇ ગઈ.
અપ્સરા ને જોઈને મોહ પામી ગયેલા શુક્રાચાર્યે પોતાના મનને બોધ આપ્યો,
તો પણ તેમનું ચિત્ત,તે અપ્સરામાં એકાગ્ર  હોવાથી,તે “અપ્સરા-મય”  થયા.
(૬) શુક્રાચાર્ય નું સ્વર્ગ માં જવું અને ત્યાં તેમનું સન્માન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,ત્યાર પછી તે અપ્સરાનું મન થી ધ્યાન કરતાં કરતાં શુક્રાચાર્યે,
પોતાનાં નેત્રો મીંચીને “મનોરાજ્ય” (મનથી રાજ્ય) કરવાનો પ્રારંભ કર્યો.

“આ મારી પાસે રહેલી અપ્સરા,આકાશમાર્ગે ઇન્દ્રના ભુવનમાં ચાલી જાય છે તેની પાછળ હું પણ દેવો જેમાં
વિહાર કરે છે,તેવા સ્વર્ગ માં આવ્યો છું.ત્યાં જુદા જુદા અસંખ્ય દેવો અને અપ્સરાઓ છે.ગંગા નદીને કિનારે,
વાડીમાં દેવો નાં અત્યંત સુશોભિત મકાનો છે.ઐરાવત હાથી છે.
પુણ્ય ને લીધે,પૃથ્વીમાંથી આકાશમાં તારારૂપે થયેલા મહાન પુણ્યવાન પુરુષો,મનોહર સુવર્ણ જેવા દેહવાળા છે,અને,વિમાન માં બેસનાર છે.ઇન્દ્રના ઉપવનમાં ઇન્દ્ર અને અપ્સરાઓ ક્રીડા કરી રહ્યા છે.
દેવો ની સ્ત્રીઓ (અપ્સરાઓ) ને મનોહર ગીતના શબ્દ અને વીણાના સૂરથી આનંદ આપી તેમને નચાવનારા,નારદ અને તુંબરૂ નામના ગંધર્વો છે. ફળો થી શોભતા કલ્પ-તરુઓ છે,
ત્રૈલોક્ય ને સર્જનાર  જાણે કે બીજા બ્રહ્મા હોય તેમ,ઇન્દ્ર એક આસન પર બેઠા હતા,
ત્યારે હું (શુક્રાચાર્ય) તેમને અભિનંદન કરું  છું.”
(શુક્રાચાર્યે પોતાના મનથી જ સ્વર્ગ માં પહોંચી ઇન્દ્ર ને અભિનંદન કરે છે!!!)
અને આકાશમાં જાણે બીજા શુક્રાચાર્ય હોય,તેમ તેમણે (શુક્રાચાર્યે) ઇન્દ્રને અભિનંદન કર્યું.
ત્યાર પછી ઇન્દ્રદેવે આદરથી ઉભા થઈને શુક્રાચાર્ય ની પૂજા કરીને પોતાની પાસે આસન પર બેસાડ્યા.
અને કહ્યું કે-હે,શુક્રાચાર્ય,તમારા આગમનથી સ્વર્ગ-લોક ને ધન્ય છે.માટે,હે,નાથ તમે ઘણા કાળ સુધી
અહીં નિવાસ કરો.બીજા  સઘળા દેવતાઓએ પણ શુક્રાચાર્યને અભિનંદન કર્યું તેથી શુક્રાચાર્ય ઘણો
સંતોષ પામ્યા અને પછી તો તે ઇન્દ્ર-દેવતાના અતિ-પ્રિય પાત્ર થઇ પડ્યા.
(૭) શુક્રાચાર્ય અને અપ્સરાનો અનુરાગ

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે શુક્રાચાર્ય પોતાના તેજ થી (મન અને કલ્પના વડે) મરણના દુઃખનો
અનુભવ કરાયા વિના જ સ્વર્ગ-લોકમાં આવ્યા અને તેમને પોતાના પૂર્વ ભાવનું વિસ્મરણ થઈ ગયું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 14, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-250



વશિષ્ઠ કહે છે કે-વધારે શું કહું? મન,છે તે જ કર્મ-રૂપી વૃક્ષનો અંકુર છે,
માટે તેનું છેદન કરવાથી જગત-રૂપી વૃક્ષનું છેદન થાય છે.
આ સર્વ જગત મન-રૂપ છે,માટે મન ની ચિકિત્સા કરવાથી,સકળ જગત-જળ-રૂપી રોગની ચિકિત્સા થાય છે.
મન નું “દેહ-આકાર” નું જે મનન છે તે જ (સ્વપ્ન ની પેઠે) ક્રિયા કરવાને સમર્થ-એવા- દેહ-રૂપે થાય છે.
એટલે જ તો-મન વિના દેહ ક્યાં દેખાય છે?
આ દ્રશ્ય જગત અત્યંત અસંભવ છે,એમ જણાયા વિના,મન-રૂપી પિશાચ ને સો કલ્પો સુધી શાંતિ નથી.
માટે મન-રૂપી રોગ નો ઉપચાર કરવામાં –આ દૃશ્ય-જગત અત્યંત અસંભવ “ છે-
એવું જણાવું (અનુભવ થવો) –તે જ ઉત્તમ ઔષધ છે.
આ જે,મન છે તે જ મોહ ઉત્પન્ન કરે છે,
મન ને લીધે જ જન્મ-મરણ છે,અને તે પોતાના જ પ્રસાદથી બંધન આપે છે કે મુક્ત થાય છે.

મન ને લીધે ચિત્ત ની વૃદ્ધિ થવાથી,આ જગત, એ-
વિસ્તાર-વાળા આકાશમાં ગંધર્વ-નગર ની જેમ સ્ફૂરે છે.
જેમ,પુષ્પમાં રહેલી સુગંધ તે પુષ્પ માં રહેલી છે છતાં તેનાથી જુદી જણાય છે,
તેમ,આ વૃદ્ધિ પામેલું જગત,મનમાં સ્ફૂરે છે અને મનમાં રહેલું છે.
તલ માં જેવી રીતે તેલ છે તેમ આ ચિત્તમાં જગત રહેલું છે.
સૂર્યમાં જેવી રીતે પ્રકાશ છે,અગ્નિમાં જેવી રીતે ઉષ્ણતા છે,હિમ માં જેવી રીતે શીતળતા છે,
આકાશમાં જેવી રીતે શૂન્ય-પણું છે,અને વાયુમાં જેવી રીતે ચંચળતા છે,
તેવી રીતે મનમાં રહેલું આ “જગત” છે.

મન છે તે જ આ અખિલ જગત છે.અને અખિલ જગત એ મન જ છે.
આ પ્રમાણે એક બીજા વિના એકબીજાની સ્થિતિ નથી.
પણ એ બંને માંથી જયારે મન નો ક્ષય થાય છે,ત્યારે જગતનો ક્ષય થાય છે.
પણ જગતનો ક્ષય થાય છે ત્યારે મન નો ક્ષય થતો નથી.
(૫) શુક્રાચાર્યને અપ્સરાનું દર્શન અને તેનામાં થયેલી તન્મયતા
રામ કહે છે કે-હે,ભગવન,બહાર સ્ફૂરી રહેલો આ સંસાર મનમાં કેવી રીતે સ્ફૂરી રહ્યો છે?
તે તમે સ્પષ્ટ દૃષ્ટાંત આપીને સમજાવો.
વશિષ્ઠ કહે છે કે-આગળ કથા આવી ગઈ તેમાં -ઇન્દુ બ્રાહ્મણના દશ પુત્રોના મનમાં દૃઢ થયેલાં જગત,
જે પ્રમાણે સ્થિર થઈને રહેલાં હતા,તે પ્રમાણે મનમાં આ જગત રહેલું છે.
ઇન્દ્રજાળ ની કળાથી વ્યાકુળ થયેલા લવણ-રાજાને જેવી રીતે ચંડાળ-પણું પ્રાપ્ત થયું હતું,
તેવી રીતે આ જગત મનમાં રહેલું છે.
જેવી રીતે શુક્રાચાર્ય ને ઘણા કાળ સુધી સ્વર્ગ-ભોગ ભોગવવાની ઇચ્છાથી,
”ભોગાધીનપણું,સંસારીપણું” પ્રાપ્ત થયું હતું,તેવી રીતે આ જગત મનમાં રહેલું છે.
રામ કહે છે કે-ભૃગુના પુત્ર શુક્રાચાર્ય ને સ્વર્ગ ના ભોગ ભોગવવાની ઇચ્છાથી,
ભોગાધીનપણું અને સંસારીપણું કેમ પ્રાપ્ત થયું હતું? તે કથા મને કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE