Showing posts with label યોગવાશિષ્ઠ. Show all posts
Showing posts with label યોગવાશિષ્ઠ. Show all posts

Aug 13, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-249


એ તો-અનાદિ કાળથી સિદ્ધ છે કે-જે “બ્રહ્મ નું પોતાનું ભાન” છે તે જ “આતિવાહિક-દેહ” છે.
અને બ્રહ્મ પોતે જ "સ્થૂળ-સૂક્ષ્મ ભાવનાના આરોપ"ના ક્રમ વડે જગત-રૂપે જણાય છે.
વન,વાદળાં,આકાશ,દેશ,ક્રિયા અને દિવસ-રાત્રિ ના ક્રમથી યુક્ત આ જગત એ “પરમાણુ”માં જણાય છે.

એ પરમાણુ ની અંદર બીજો પરમ-અણું વિસ્તાર પામીને રહેલ છે,
અને તેની અંદર પ્રકાશ પામતા પર્વતના સમુહો શોભે છે.
તેની અંદર પણ,તેવી જ રીતે અને દૃશ્ય જગત થી શોભતો બીજો પરમાણુ દેખાય છે,
પણ તે વાસ્તવિક રીતે મિથ્યા છે.
જ્ઞાનીની દ્રષ્ટિએ,આ દૃશ્ય જગત,કેવળ "શાંત અને અવ્યય રૂપ" જ છે
અને અજ્ઞાની ની દ્રષ્ટિએ તે,પ્રકાશિત ભુવન થી યુક્ત છે.
જેવી રીતે એક અણુંમાં બીજા હજારો અણુંઓ દેખાય છે,તેવી રીતે બ્રહમાંડ વડે વિકાસ પામેલું આ જગત છે.
જેવી રીતે થાંભલામાં એક પૂતળી હોય અને તેના અંગમાં કોઈ બીજી પૂતળીની કલ્પના કરે,અને તે બીજી
પૂતળીમાં કોઈ, ત્રીજી પૂતળીની કલ્પના કરે,તેવી રીતે આ ત્રૈલોક્ય-રૂપી (પહેલી) પૂતળી રહે છે.
જેમ,પર્વતમાં રહેલા પરમાણુ તેનાથી ભિન્ન નથી,અને ગણી શકાય તેવા પણ નથી,
તેમ,બ્રહ્મ માં રહેલા ત્રૈલોક્ય-રૂપી પરમાણુઓ તેનાથી ભિન્ન નથી અને ગણી શકાય તેવા નથી.
એટલે કે “ચૈતન્ય-રૂપી-સૂર્ય”માં ત્રૈલોક્ય-રૂપી પરમાણુ ઉત્પન્ન થાય છે.
જેમ,સૂર્ય ની કાંતિથી જળમાં ને રજમાં અસંખ્ય પરમાણુઓ ભમે છે-
તેમ,ચૈતન્ય-રૂપી આકાશમાં,ત્રૈલોક્ય-રૂપી પરમાણુઓ ભમે છે.
જેવી રીતે,શૂન્ય અને અનુભવ-રૂપ “ભૂતાકાશ” રહેલું છે,
તેવી રીતે સર્ગ ના અનુભવ-રૂપ “ચિદાકાશ” રહેલું છે.
સર્ગ ને સાર-રૂપે જાણવાથી અધોગતિ થાય છે,અને તે -સર્ગને બ્રહ્મ-રૂપે જાણવાથી કલ્યાણ થાય છે.

જે “વિજ્ઞાનાત્મા” છે અને જે “વિશ્વ ના કારણનું શાસન કરનાર” છે,તે બંને-
પરમ-અર્થ (પરમાર્થ) થી વિચાર કરવાથી,સંપૂર્ણ ચિદાકાશ-રૂપ બ્રહ્મ નું જ સ્વરૂપ છે.
જે-જેમાંથી ઉત્પન્ન થયું છે,તે-તે રૂપ જ છે,એમ સમજવું.
વળી જ્ઞાન થયા પછી સર્વ જાણવાની વસ્તુ-તે “શુદ્ધ-ચૈતન્ય-માત્ર” જ છે.
(૪) જગત નું મૂળ મન છે અને મન ના નાશથી જગતની શૂન્યતા
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,ઇન્દ્રિયો-રૂપી સંગ્રામમાં,”જય-રૂપી-સેતુ” (પુલ) વડે ભવસાગર પર કરી શકાય છે.
બીજા કોઈ કર્મથી (ઇન્દ્રિયો પર જીત મેળવવા-સિવાયનાથી) ભવસાગર પાર થતો નથી.
અને શાસ્ત્ર,સજજનો નો સમાગમ,જ્ઞાનાભ્યાસ અને વિવેક થી જેણે ઇન્દ્રિયો ને જીતી છે,
તે મનુષ્ય જ આ દૃશ્ય જગતનો અત્યંત અભાવ છે તે જાણી શકે છે.

આ,પ્રમાણે સંસાર સાગર ની પંક્તિ જે પ્રમાણે જાય છે અને આવે છે તે –મેં કહી સંભળાવ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-248


ખરું જોતાં.મોટી શિલામાં સ્થિર થઈને રહેલી રેખાની પેઠે,
આ જગતનો ઉદય નથી,નાશ નથી,જતું નથી ને આવતું પણ નથી.
એક નિરાકાર આકાશમાં જેવી રીતે જુદા નિરાકાર આકાશના ભાગ દેખાય છે,
તેવી રીતે નિર્મળ આત્મા (પરમાત્મા) માં પોતાની મેળે જ સર્ગ સ્ફૂરે છે.
જેવી રીતે જળમાં દ્રવ-પણું છે,વાયુમાં સ્પંદ છે,સમુદ્રમાં ઘુમરી છે,અને
ગુણવાન મનુષ્યમાં ગુણ રહેલા છે,તેવી રીતે,ઉદય તથા અસ્તના આરંભ-રૂપે રહેલું,
આ જગત એક વિજ્ઞાનઘન,શાંત,"બ્રહ્મ-રૂપે" જ વિસ્તાર પામેલું છે.
“સહકારી કારણ વિના શૂન્ય વસ્તુમાંથી પોતાની મેળે આ જગત ઉત્પન્ન થયું છે” એમ કહેવું,
તે ઉન્મત (પાગલ) મનુષ્યના બોલાવા જેવું છે.
આથી જેના વિકલ્પના સમૂહ નો નાશ થયો છે-એવા તમે જાગ્રત થાઓ.અને પછી,
રાજા જેવી રીતે પોતાની સભાના સ્થાનક ને શોભાવે,તેવી રીતે,
તમે બ્રહ્મ-બોધ થવાથી અભય પદવીને પામીને બ્રહ્મવેતાઓ ની સભાને શોભાવો.
(નોંધ-અહીં,આ બીજા સર્ગ માં "તર્ક" થી કે  “સ્વ-રૂપ-ભેદ” થી,"જગતની સ્થિતિ નું ખંડન"કર્યું છે,
અને "પરમાનંદ-સત્ય-સ્વરૂપ ની સ્થિતિ નું મંડન" કર્યું છે-
ખંડન-મંડન ના આ વાદ-વિવાદો એ અત્યંત મહાજ્ઞાનીઓ અને પંડિતો માટે રાખીને
આપણા જેવા સામાન્ય માનવીએ -એ ભાંજગડમાં બહુ પડવા જેવું નથી,એમ મહાત્માઓ કહે છે.
(કારણકે આગળ જઈને તો સર્વ એક જ થાય છે) એટલે,
અહીં,ટૂંકમાં એક-ચૈતન્ય-આત્મા-પરમાત્મા-છે અને જગત પણ બ્રહ્મ છે- એટલું સમજાય એટલે ઘણું.....)
(૩) જગત નું અનંત-પણું

રામ કહે છે કે-હે,બ્રહ્મન,"મહા-કલ્પ" ના પ્રલય પછી,સૃષ્ટિના આરંભમાં પ્રથમ આ પ્રજાપતિ,
સ્મૃતિ-રૂપે ઉત્પન્ન થાય છે,અને તેનાથી જગત ઉત્પન્ન  થાય છે તેમ હું માનુ છું.
વશિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી,તમે કહો છો તેમ,મહા-પ્રલય ના અંતે સૃષ્ટિના આરંભમાં “સ્મૃતિ-રૂપે” જ
પ્રથમ પ્રજાપતિ (બ્રહ્મા) ઉત્પન્ન થાય છે.બ્રહ્મા ના સંકલ્પ-રૂપ આ જગત, એ ”સ્મૃતિ-રૂપ” છે.
અને  પ્રજાપતિ (બ્રહ્મા) નું પ્રથમ સંકલ્પિત જે નગર છે તે જ આ જગત છે.
પણ,જેવી રીતે,આકાશમાં જેવી રીતે વૃક્ષ નો સંભવ નથી,
તેવી રીતે, સૃષ્ટિના આરંભમાં “જન્મ-ના-હોવાથી” તે પરમાત્માને “સ્મૃતિ” નો સંભવ નથી.
રામ કહે છે કે-હે,બ્રહ્મન.સૃષ્ટિ ના આરંભમાં પૂર્વ-જન્મ ની સ્મૃતિ નો સંભવ કેમ નથી?
તથા મહાપ્રલય ના મોહ વડે પૂર્વ-કલ્પ ની સ્મૃતિ નો કેમ નાશ થાય?
વશિષ્ઠ કહે છે કે-પૂર્વે જે –બ્રહ્મા-વગેરે દેવતાઓનો મહા-પ્રલયમાં નાશ થયો,
તે અવશ્ય “બ્રહ્મ-પદવી” ને પામી ગયા છે.તો પછી પૂર્વ-જન્મ નો કર્તા કોણ? તે તમે કહો!!
એટલેકે “સ્મરણ કરનાર”ની જ મુક્તિ થવાથી-તે “સ્મૃતિ” એ નિર્મળ-પણાને પામી ગઈ.
આમ સ્મરણ કરનારનો જ જો અભાવ હોય તો સ્મૃતિ કેમ ઉત્પન્ન થાય?

વળી,મહા-કલ્પ માં સર્વે નો મોક્ષ થાય છે.”ચૈતન્ય-રૂપી-આકાશ”માં -અનુભવ થવાથી કે ના થવાથી,
જે સ્મૃતિ છે,તે જ આ જગતનું સ્થાનક છે.અને તેથી જ આ "ચૈતન્ય-પ્રભા" એ દૃશ્ય (જગત) રૂપે દેખાય છે.

આ પ્રમાણે આદિ અને અંત વિના પ્રકાશ પામતી "ચૈતન્ય-પ્રભા" એ જ "જગત" છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-247


(૨) જગતની સ્થિતિ નું ખંડન તથા સત્ય-સ્વ-રૂપ ની સ્થિતિ નું મંડન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,.જો,પરમાત્મા માં જગત વગેરે અંકુર રહેલા હોય તો-
તે કયાં સહકારી કારણો (એક વસ્તુ ને ઉત્પન્ન કરવામાં કારણરૂપે રહેલાં બીજાં સાધન)
સહિત ઉત્પન્ન થાય છે તે તમે કહો.
માટે જ,સહકારી કારણ વિના અંકુરની ઉત્પત્તિ કહેવી તે વંધ્યા સ્ત્રીના પુત્ર જેવું છે.
હવે,જો સહકારી કારણ વિના પણ જગત ઉત્પન્ન થયું છે એમ માનતા હો ,તો,
મૂળ "કારણ" પોતે જ,“જગત ના સ્વ-ભાવ” થી "સ્થિતિ" પામેલું છે.
સર્ગ ના આરંભમાં.”બ્રહ્મ” એ નિરાકાર પણે,”સર્ગ-રૂપે” “આત્મા” (પોતાના) માં રહેલું છે.
માટે તેમાં,ઉત્પન્ન થવા યોગ્ય (જન્ય) અને ઉત્પન્ન કરનાર (જનક) નો ક્રમ કેવી રીતે હોઈ શકે?

કદાચ કોઈ એમ કહે કે-પરમાત્મામાં પૃથ્વી-વગેરે સહકારી કારણ-રૂપ રહેલાં છે,
તો પૃથ્વી,ઉત્પન્ન  થયા પહેલા જ -તે પોતે  સહકારી કારણ કેમ બની શકે?
એટલે કે (પૃથ્વી-વગેરેની) ઉત્પત્તિ થયા વિના તેમનું, સહકારી-કારણ-પણું ના ઘટે,
અને સહકારી કારણ વિના ઉત્પત્તિ ના  થઇ શકે.
“એટલા માટે સહકારી કારણ સહિત જગત પ્રલય કાળમાં “પરમ-પદ”બ્રહ્મ માં શાંત થાય છે.
અને,તેમાંથી (પરમ-પદમાંથી) પાછો તેનો (જગતનો) વિસ્તાર થાય છે”
એમ કહેવું તે બાળકના કહેવા (અજ્ઞાન) બરાબર છે,
પણ વિદ્વાન (જ્ઞાની) મનુષ્યો આમ કહેતા નથી.
હે,રામચંદ્રજી,આ જગત પ્રથમ હતું નહિ,વર્તમાન માં છે નહિ અને ભવિષ્યમાં થશે નહિ.
માત્ર,”ચેતન-આકાશ” (ચેતાનાકાશ) પરમાત્મા માં પ્રકાશ પામે છે.
જયારે જગતનો અભાવ છે-ત્યારે અખિલ જગત બ્રહ્મ નું જ સ્વ-રૂપ છે.અને તેમાં અન્યથા-પણું નથી.

કામ-કર્મ વગેરે,વાસનાનાં બીજ સહિત જો,જગતની શાંતિ થતી હોય,
તો તે તેનો અત્યંત "અભાવ" થયો કહેવાય,
પણ ચિત્ત ની શાંતિ થયા વિના કામ-કર્મ વગેરેની શાંતિ થતી નથી.
ત્યારે દ્રશ્યતા (જગત) શાંત કેવી રીતે થાય?
માટે જ -"આ દ્રશ્ય-જગતનો અત્યંત અભાવ છે" એમ માન્યા વિના –
એ અનર્થ (જગત) નો ક્ષય કરવા માટે બીજી કોઈ યુક્તિ નથી.
“આ હું છું” અને “આ હું નથી” એ લોક પ્રસિદ્ધ વ્યવહાર –એ ચિત્ર-કથા જેવો છે.
આ પર્વત,પૃથ્વી,વર્ષ,ક્ષણ,કલ્પ,જન્મ-મરણ,કલ્પ નો અંત (કલ્પાંત),સર્ગ નો આરંભ,
આકાશ વગેરે સૃષ્ટિ નો ક્રમ,કલ્પનાં લક્ષણ,કોટિ બ્રહ્માંડ,ચાલ્યા ગયેલા સર્ગો,ફરી આવેલા સર્ગો,
દેવ તથા મનુષ્યના સ્થાનક ના ભેદ,સાત દ્વીપ અને ત્રેતા કાળ ની કલ્પના-વગેરે----
અનેક પ્રકારના "ભેદો" માં  “મહા-ચૈતન્ય-રૂપી-પરમ-આકાશ” અનંત-રૂપે તેમને વીંટળાઈને રહેલું છે.
જેવી રીતે આકાશમાં વિસ્તાર પામેલા,સુર્યના પ્રકાશ વડે,પરમાણુ ના ભેદ જણાય છે,
તેવી રીતે,પ્રથમ,શાંત-રૂપે રહેલું,આ જગત,મહા-ચિત્ત પરમ-આકાશ (પરમાકાશ) માં પ્રકાશ પામે છે.
“ચૈતન્ય” પોતે પોતાની અંદર રહેલા ચમત્કારનું જે વમન કરે છે,તે જ સર્ગ-રૂપે જણાય છે.

પણ તે સર્ગ -એ રૂપ-રહિત અને નિરાધાર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-246


ધાન્ય-વગેરે જે બીજ જોવામાં આવે છે,તે ચિત્ત અને ઇન્દ્રિયોથી ગોચર (જોઈ શકાય તેવા) છે,
માટે તેમાંથી પાન-અંકુર ની ઉત્પત્તિ થવી ઘટે છે.પણ,

પરમાત્મા તો,પાંચ ઇન્દ્રિયો-અને છઠ્ઠા મન થી પણ અતીત છે.અણુંરૂપ છે,સ્વયંભુ છે,
તો,તેમાં જગતનું બીજ-પણું કેવી રીતે રહી શકે?
આકાશ થી પણ સૂક્ષ્મ,કોઈ પણ નામથી અપ્રાપ્ય અને "પર થી યે પર"
એવા પરમાત્મા ને બીજ-પણું કેમ અને કેવી રીતે ઘટે?

પરમાત્મા વસ્તુતઃ સત્ય છે,તો પણ અતિ સૂક્ષ્મ હોવાથી અજ્ઞાની ની દ્રષ્ટિએ અસત્-રૂપ જણાય છે.
તેને બીજપણું નથી તો અંકુર-પણું કેવી રીતે ઘટે?
જે પોતે (પરમાત્મા) પણ કોઈ વસ્તુ  નથી-તો પછી, તેમાં બીજી વસ્તુ (જગત) કેવી રીતે રહી શકે?
અને જો વસ્તુ હોય તો તેમાં રહેલી વસ્તુ કેમ ના દેખાય?
આ પ્રમાણે આત્મા (પરમાત્મા) નું કોઈ પણ જાતનું "સ્વ-રૂપ" નથી,
માટે તેમાંથી જગત કેમ અને કેવી રીતે ઉત્પન્ન થયું?
"શૂન્ય-રૂપ ઘટાકાશ" (પરમાત્મા-રૂપ) માંથી પર્વત (જગત) ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય?

જેમ,તડકામાં છાયા રહી શકે નહિ,તેમ સત્ય પરમાત્મામાં જડ-સત્તા વાળું જગત કેમ રહી શકે?
સૂર્યમાં અંધકાર કેમ રહે?અગ્નિમાં હિમ કેમ રહે?અણુંમાં મેરુ પર્વત કેમ રહે?
નિરાકાર વસ્તુમાં સાકાર કેમ રહે?

જેમ,છાયા ને તડકાની એકતા થઇ શકતી નથી તેમ,ચૈતન્ય અને જડ-જગત ની એકતા કેમ થઈ શકે?
બીજા દેશમાં અને બીજા મનુષ્યોમાં,બુદ્ધિ-વગેરે ઇન્દ્રિયોની શક્તિ થી,
પ્રત્યક્ષ અનુમાન વગેરે બુદ્ધિના જ્ઞાન વડે,જે આ વાસ્તવિક જગત જોવામાં આવે છે,
તે વાસ્તવિક રીતે છે જ નહિ.(સર્વ પરમાત્મા-મય કે બ્રહ્મ-મય છે)
પરમાત્મા "જગત-રૂપી કાર્ય" માં “કારણ-પણા” ને પામેલા છે,એમ કહેનારા મૂઢ બુદ્ધિ વાળા છે.
જો પરમાત્મા માંથી જ જગતઉત્પન્ન  થયું
તો પછી કયા સહકારી કારણ (એક વસ્તુ ને ઉત્પન્ન કરવામાં કારણરૂપે રહેલાં બીજાં સાધન)
સહિત તે ઉદય પામ્યું? તે કહો.

માટે દુર્બુદ્ધિ વાળાઓએ કલ્પેલા “કાર્ય-કારણ-ભાવ” ને દૂર રાખો.અને,
આદિ-મધ્ય-અને અંત થી રહિત,જે “બ્રહ્મ” છે-તે જ આ જગત-રૂપે રહેલું છે તેમ તમે જાણો.

(નોંધ-અહીં "જગત-રૂપી ચિત્ર" નું "સામાન્ય પ્રસિદ્ધ ચિત્ર"થી અવળા-પણું (વૈધર્મ્ય) વર્ણવેલું છે.
અને સાંખ્ય-વગેરેના મતો નું ખંડન  કરીને બ્રહ્મ-માત્ર ની સિદ્ધિ કરેલી છે.
સાંખ્યો કહે છે-તે પ્રમાણે તેઓ પુરુષ અને પ્રકૃતિ ને જુદા પાડે છે તે દ્વૈત-વાદ છે
જયારે અહીં અદ્વૈત (એક બ્રહ્મ) સિદ્ધ કરવાનો ભાવ છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 9, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-245-સ્થિતિ પ્રકરણ


(૧) જગત રૂપી ચિત્ર નું અવળી રીતે વર્ણન અને સાંખ્ય મત નું ખંડન
વશિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી.આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું.
હવે હું તમને મોક્ષ પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું.
મારા આગળ કહેવા પ્રમાણે આ દૃશ્ય જગત –એ “અહંતા-યુક્ત” આકાર વિનાનું,ભ્રાંતિ-માત્ર ને અસત્ છે.
વળી તે કર્તા વિનાનું,આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્ર જેવું,સ્રષ્ટા વિનાનું,અનુભવ-રૂપ,નિંદ્રા વિનાનું અને
સ્વપ્ન જેવું છે.તે ચિત્તમાં રહીને ઉદય પામેલું છે.અને અર્થ ને સાધનારું છે.
બ્રહ્મથી તે અભિન્ન નથી છતાં તે જુદા ની પેઠે રહેલું છે.તે આકાશમાંના  સૂર્ય-પ્રકાશ ની જેમ શૂન્ય છે અને
આધાર વિનાનું છે.તે અસત્ય છતાં સત્યના જેમ પ્રતીત થાય છે.તે,કલ્પિત નગરની પેઠે તે અનુભવમાં આવે છે,
છતાં તે અસત્ય છે.તેની કોઈ સ્થળે સ્થિતિ નહિ હોવાથી તે અસ્થિત છે,તે,નિસાર છે છતાં દૃઢ છે.
તે વસ્તુ વિનાનું છે છતાં સ્વપ્નની  સ્ત્રીના સમાગમની જેમ ભોગ-ક્રીડા કરનારું અને અનર્થ-રૂપ છે.
અનુભવ કરેલા મનોરાજ્ય ની પેઠે,તે સ્વરૂપ તથા ફળ થી મિથ્યા છે.અને ચિત્રમાં રહેલા કમળ ની પેઠે,
સાર તથા સુગંધ વિનાનું છે.પરમાત્મા નો થોડો વિચાર કરીએ તો પણ આ જગત સ્તંભ જેવું,અસાર અને જડ છે,અને મિથ્યા પંચમહાભૂતો વડે રચેલું છે.એમ જણાય છે.
તે નેત્ર-દોષ થી દેખાતા અંધકાર જેવું મિથ્યા અને અત્યંત રૂપ-રહિત હોવા છતાં પ્રત્યક્ષ દેખાય છે.
તે પાણીના પરપોટા ના આકાર જેવું છે,શૂન્ય છતાં અંદરથી સ્ફૂરાયમન શરીર વાળું છે.
ઝાકળની પેઠે તે વિસ્તાર પામેલું છે,અને પકડવા જતા તે હાથમાં આવતું નથી.
તે જડ-રૂપ,અવિદ્યાના સ્થાનક-રૂપ અને શૂન્ય છે અને પરમાણુ જેવું છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન મતવાદીઓ ના મત છે.
રામ કહે છે કે-બીજમાં અંકુર રહે,તેવી રીતે પ્રલયકાળના સમયમાં આ જગત પરમાત્મા માં રહે છે,તથા,
પાછું તેમાંથી જ ઉદય પામે છે.-તો એવી રીતે માનનાર જે માણસો છે તે જ્ઞાની છે કે અજ્ઞાની છે-
તે મારો સંશય મટાડવા તમે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-બીજમાં અંકુર રહે તેમ,આ દૃશ્ય-જગત પ્રલયકાળમાં પરમાત્મા માં રહે છે -
તેમ જે,માનનાર છે તેનું માત્ર અજ્ઞાન-પણું જ છે.

હે રામ તમે સાંભળો, "આ જગતનો કોઈની સાથે સંબંધ નથી-
એમ માનવાથી પણ કોઈ સ્થળે વાસ્તવ સંબંધ જણાય છે અને કોઈ જગ્યાએ વાસ્તવ સંબંધ દેખાતો નથી.
એટલા માટે "બીજમાં અંકુરની પેઠે,પરમાત્મા માં જગત રહેલું છે"
તેવો બોધ વિપરીત છે,અને વક્તા તથા શ્રોતાને મોહ કરનારો છે.

"બીજમાં અંકુર ની જેમ પરમાત્મામાં જગત રહે છે"-એવા પ્રકારની જે બુદ્ધિ છે,
"તે પ્રલયકાળમાં જગતની સત્યતા જણાવવા માટે છે " પણ તેવી બુદ્ધિ રાખવી તે મૂઢ-પણું છે.

તેનું હું કારણ કહું છું તે તમે સાંભળો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Aug 8, 2015

Yog-Vaashisth-Gujarati-Book-Part-1-Chapter-1-2-3-Included-યોગવાશિષ્ઠ-બુક-ભાગ-૧-પ્રકરણ-૧-૨-૩



Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-244


આ સંસારમાં જે ચિત્ર-વિચિત્ર દુઃખો જોવામાં આવે છે-તે બધાં દેહને છે,પણ અગ્રાહ્ય એવા આત્માને નથી.
ચૈતન્ય તો મન ના માર્ગ નું અતિક્રમણ કરીને શૂન્ય ની પેઠે રહેલું છે.તેને સુખ-દુઃખ-રૂપે કેમ વ્યાપ્ત થાય?

આ દેહ-પિંજર નો નાશ થયા પછી,દેહમાં રહેનારો આત્મા,દેહનાં અભિમાન ને ત્યાગ કરીને પોતાના મૂળ-સ્થાનક પરમાત્મા માં જ લય પામે છે.પણ દેહને વાસનાનો અભ્યાસ હોવાથી તેની મુક્તિ થતી નથી.
હે,રામ,જો આ "જીવ-રૂપી આત્મ-તત્વ" (શરીર) મિથ્યા હોય,
તો પછી આ દેહ-પીંજરનો નાશ થવાથી,કોનો નાશ થાય છે?તથા કોના માટે તમે ખેદ કરો છો?
માટે સત્ય એવા બ્રહ્મ નું ચિંતન કરો,મોહની ભાવના કરો નહિ.

ઈચ્છારહિત તથા નિર્મળ આકૃતિ વાળા આત્માને કંઈ પણ ઈચ્છા થતી નથી.
જેમ,દર્પણ ને અને પ્રતિબિંબને ઈચ્છા ના હોવા છતાં પણ પરસ્પર તેઓનો સંબંધ થાય છે-
તેમ,આત્મા તથા આ જગતનો –આ જગતમાં ઈચ્છા વિના જ સંબંધ થાય છે.અને
તેને લીધે જ ભેદ-અભેદ ની વ્યવસ્થા કરવામાં આવે છે.
સૂર્યોદય થી જેમ,જગતની ક્રિયાનો પ્રારંભ થાય છે,
તેમ ચૈતન્ય ની સત્તા-માત્ર થી આ જગતની ઉત્પત્તિ થાય છે.

હે,રામ, આમ,(અત્યાર સુધીના) મારા ઉપદેશ પ્રમાણે જગત ની સ્થિતિના આકારની નિવૃત્તિ કરાઈ છે,
માટે તમારા ચિત્તમાં પણ આ જગત આકાશ-રૂપ (શૂન્ય) છે એમ (હવે) તમારા સમજવામાં આવ્યું હશે.

જેમ દિવાની સત્તાથી,પ્રકાશ થવો એ સ્વાભાવિક છે,તેમ,જગતની સ્થિતિ એ ચૈતન્ય નો સ્વભાવ છે.
જેમ,આકાશ શૂન્ય છે પણ તે મનોહર શ્યામતા ઉત્પન્ન કરે છે,
તેમ,મન પોતાના અનેક પ્રકાર ના વિકલ્પથી,આ જગતને ઉત્પન્ન કરે છે.
સંકલ્પ-વિકલ્પ નો ક્ષય થયા પછી,ચિત્ત ગળી (ક્ષય થઇ) જાય છે,અને તેથી,
સંસારનો મોહ મટી જાય છે.અને મોહ મટવાથી,જન્મ-મરણ રહિત એક ચૈતન્ય રૂપ જ જણાય છે.
આમ,પ્રથમ કર્માંત્મક (કર્મો કરનાર) “મન” નો ઉદય થાય છે.
પછી તે મનના સંકલ્પને લીધે,બ્રહ્મા-મનુ વગેરે સ્ત્રષ્ટા –શરીર રૂપે થાય છે.
પછી જેમ,મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે-તેમ મનથી  અનેક પ્રકારના જગતનો વિસ્તાર થાય છે.

પછી મહાસાગરમાં તેની સત્તાથી જેમ જળના તરંગો દેખાય છે,
તેમ તે અસત્-રૂપ મન પોતે પોતાના અધિષ્ઠાન-રૂપ ચૈતન્યમાં
ચૈતન્ય-માત્ર ની સત્તા-માત્ર થી જગત-રૂપી મહાન શરીર ધારણ કરીને સ્ફૂરે છે.
અને તે અસત્ હોવા છતાં સત્ હોય તેમ દેખાય છે.અને વારંવાર ઉત્પન્ન થઈને લય પામે છે.

ઉત્પત્તિ-પ્રકરણ-સમાપ્ત


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE