Jan 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1019

 

અધ્યાય-૧૩-અર્જુને યુધિષ્ઠિરને આપેલું આશ્વાસન 


II संजय उवाच II सांतरे तु प्रतिज्ञाते राज्ञो द्रोणेन निग्रहे I ततस्ते सैनिकाः श्रुत्वा तं युधिष्ठिरनिग्रहम् II १ II

સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડવાની છળભરી પ્રતિજ્ઞા કરી,તે સાંભળીને સર્વ સૈનિકો ચોતરફ સિંહનાદો કરવા લાગ્યા ને બાહુઓ ઠોકવા લાગ્યા.દ્રોણાચાર્યની એ પ્રતિજ્ઞાને ધર્મરાજે ગુપ્તચરો દ્વારા તુરત જ જાણી લીધી અને પોતાના સર્વ ભાઈઓ ને બીજાઓને એકઠા કરીને તેમણે અર્જુનને કહ્યું કે-'તમે એવી નીતિ રચો કે તેથી દ્રોણાચાર્યની એ ધારણા સફળ થાય નહિ.જો કે દ્રોણાચાર્યે છળવાળી પ્રતિજ્ઞા કરી છે.ને તે છળનો ભાર તેમણે તારા પર સ્થાપ્યો છે.માટે તું મારી પાછળ રહીને યુદ્ધ કરજે કે જેથી દુર્યોધન દ્રોણાચાર્ય દ્વારા પોતાની ઈચ્છાને સંપૂર્ણ કરી ન  શકે'

Jan 14, 2026

ભાગવત રહસ્ય-૩૫-Bhgavat Rahasya-35

માગવાથી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી.
સુદામાની –ભગવાન સાથેની મૈત્રી જુઓ.સુદામાની સ્થિતિ ગરીબ હતી.પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદનું તેમને જ્ઞાન હતું.પરંતુ તેમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી.જ્ઞાનનું ફળ પૈસો નથી. 'જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે.' સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1018

 

અધ્યાય-૧૨-દ્રોણાચાર્યની પ્રતિજ્ઞા 


II संजय उवाच II हंत ते कथयिष्यामि सर्व प्रत्यक्षदर्शिवान I यथा सैन्यपतद्द्रोणः सुदितः पांडुस्रुंजयेः II १ II

સંજય બોલ્યો-હે રાજન,પાંડવો અને સૃન્જયોએ દ્રોણાચાર્યને કેવી રીતે માર્યા તે બધું મેં પ્રત્યક્ષ જોયું છે,તે તમને કહું છું.

સેનાપતિના પદનો સ્વીકાર કર્યા પછી,દ્રોણાચાર્યે સર્વ સૈન્યના મધ્યમાં તમારા પુત્રને કહ્યું કે-'હે રાજન,ભીષ્મપિતામહ પછી તેં આજે મને સેનાપતિપદે નીમ્યો છે,તો તું તે કર્મનું યોગ્ય ફળ પામ.તારી શી કામના હું પૂર્ણ કરું?તારી ઇચ્છામાં આવે તે તું માગી લે' તે સાંભળી દુર્યોધને કર્ણ અને દુઃશાસન સાથે મંત્રના કરીને આચાર્યને કહ્યું કે-'તમે યુધિષ્ઠિરને જીવતો પકડી મારી પાસે લાવો'

Jan 13, 2026

ભાગવત રહસ્ય-૩૪-Bhgavat Rahasya-34

પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સર્વ-સમર્પણની ભાવના થાય છે.આપવાની- ભાવના થાય છે.મોહ –ભોગ –માગે છે.જયારે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમમાં માગણી ના હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો-સમજવો. ભક્તિમાં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1017

અધ્યાય-૧૧-ધૃતરાષ્ટ્રના મુખે શ્રીકૃષ્ણનાં કર્મોનું કીર્તન 


II धृतराष्ट्र उवाच II शृणु दिव्यानि कर्माणि वासुदेवस्य संजय I कृतवान यानि गोविन्दा यथा नान्यपुमान क्वचित् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,વાસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય કર્મોનું વર્ણન તું સાંભળ.તે ભગવાન ગોવિંદે જે જે કર્યો કાર્ય છે તેવા કદાચ કોઈ બીજો પુરુષ કદાપિ પણ કરી શકનાર નથી.બાળપણમાં તે જયારે ગોકુળમાં હતા,ત્યારે પોતાના પરાક્રમોથી ત્રણે લોકમાં વિખ્યાત થયા હતા.યમુનાના તટ પરના વનમાં વાયુ સમાન વેગવાન અશ્વરાજ કેશીને તેમણે મારી નાખ્યો હતો.વળી,પ્રલંભ,નરકાસુર,જંભાસુર,આદિ અસુરો ને મામા કંસને પણ તેમણે જ માર્યા હતા.શ્રીકૃષ્ણે દુર્વાસાની આરાધન કરી હતી,કે જેમણે તેમને અનેક વરદાન આપ્યા હતાં.જરાસંઘને તેમણે ભીમસેન દ્વારા માર્યો હતો.

Jan 12, 2026

ભાગવત રહસ્ય-૩૩-Bhgavat Rahasya-33

અંધારામાં પડેલું દોરડું-સર્પ રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે.એ ---રજ્જુ-સર્પ ન્યાયે-આ સંસાર અસત્ય હોવા છતાં –માનવીને અજ્ઞાનને કારણે (અજ્ઞાનના અંધારાના કારણે) -તે સત્ય હોય તેમ ભાસે છે.જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય –જેવું- લાગે છે.

Jan 10, 2026

ભાગવત રહસ્ય-૩૨-Bhgavat Rahasya-32

પરમાત્મા શ્રીકૃષ્ણને પોતાના–સર્વ વિનાશ---માં પણ આનંદ છે.
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ.
પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1016

 

અધ્યાય-૧૦-ધૃતરાષ્ટ્રના પ્રશ્નો 

 

 II वैशंपायन उवाच II एतत्प्रुष्टा सूतपुत्रं ह्रुच्छोकेनार्दिनो भ्रुशम् I जये निराशः पुत्राणां धृतराष्ट्रोपतत् क्षितो II १ II

વૈશંપાયન બોલ્યા-હૃદયના શોકથી અત્યંત પીડાયેલા ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે સૂતપુત્ર સંજયને પૂછ્યું અને પોતાના પુત્રોના વિજય વિષે આમ આશા છોડી દઈ,તે પૃથ્વી પર ગબડી પડયો.ત્યારે દાસીઓ તેમના પાર ઠંડુ જળ છાંટવા લાગી ને પંખો નાખવા લાગી.સર્વ રાણીઓ પણ ત્યાં આવીને તેમને હાથ વડે પંપાળવા લાગી ને તેમને હળવેથી ઉઠાડીને બેસાડ્યા.છતાં તે નિશ્ચેષ્ટ જ બેઠા રહ્યા.થોડી વારે તે ભાનમાં આવ્યા ત્યારે તે ફરીથી સંજયને કહેવા લાગ્યા કે-

Jan 9, 2026

ભાગવત રહસ્ય-૩૧-Bhgavat Rahasya-31

ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવનું કે કોઈ જડ વસ્તુનું ધ્યાન ના કરો.અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં –સહુ-પહેલાં સંસારના વિષયો દેખાય છે.તે ના દેખાય તેનો કોઈ ઉપાય ? તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને –ત્યારે વારંવાર –પરમાત્માનું કિર્તન કરો.
કૃષ્ણ કિર્તનથી જગતનું વિસ્મરણ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1015

 

અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો શોક


 II धृतराष्ट्र उवाच II किं कुर्वाणं रणे द्रोणं जघ्नुः पांडवसृञ्जयाः I तथा निपुणमस्त्रेपु सर्वशस्त्रभृतामपि II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સર્વ શાસ્ત્રધારીઓમાં અને સર્વ અસ્ત્રોમાં નિપુણ એવા દ્રોણાચાર્યને,પાંડવો અને સૃન્જયોએ મારી નાખ્યા તો તે વેળાએ તે રણસંગ્રામમાં શું કરતા હતા?શું તે વેળાએ તેમનો રથ ભાંગી ગયો હતો?તેમનું ધનુષ્ય ભાંગી ગયું હતું?કે પછી તે પોતે  જ તે સમયે પ્રમાદી બની ગયા હતા તેથી તે મૃત્યુ પામ્યા હતા?કેમ કે તે મહારથી શત્રુઓથી ગાંજ્યા જાય તેવા નહોતા.

બ્રાહ્મણશ્રેષ્ઠ,ઇન્દ્રિયનિગ્રહી,અસ્ત્રપારંગત,દિવ્ય અસ્ત્રોને ધારણ કરનાર,અવિચલ અને યુદ્ધમાં દારુણ કર્મ કરતા તે આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને શી રીતે મારી નાખ્યા? ધૃષ્ટદ્યુમ્ન તેમને મારી શક્યો,એથી અવશ્ય દૈવ જ પુરુષાર્થ કરતાં મહાન છે એમ મારુ માનવું છે.તેમને મરણ પામેલા સાંભળીને આજે હું શોકના વેગને રોકી શકતો નથી.