Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 12, 2024
Jaise Surajki Garmi se-With Lyrics In Gujarati-By Sonu Nigam-જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો-સ્વર-સોનુ નિગમ
મદિરા ને મંદિર-By-અનિલ શુક્લ
ભલે કહો મદિરા કે ભલે કહો મદિર (મંદિર)
બંને,જો,નશો જ આપે છે ને થોડી ઘડી,
તો મનુષ્ય થઇ રહયો છે શાને માટે અધીર?
અનિલ-10-23-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-424
અધ્યાય-૧૩૧-ઉશીનરના ધૈર્યની કસોટી
II श्येन उवाच II धर्मात्मानं त्वाSSहुरेकं सर्वे राजन्महीक्षितः I सर्वधर्मविरुद्वं त्वं कस्मात्कर्म चिकिर्पसि II १ II
શ્યેન બોલ્યો-'હે ઉશીનર,સર્વ રાજાઓ તને એકલાને જ ધર્માત્મા કહે છે તો તું સર્વ ધર્મથી વિરુદ્ધ એવું
કર્મ શા માટે કરવા ઈચ્છે છે? આ હોલો મારુ ભક્ષ્ય થવા નિર્માયો છે.હું ભૂખથી પીડાઈ રહ્યો છું.
તો તું ધર્મનો લોભ કરીને આ હોલાને રક્ષણ ન આપ,લાગે છે કે તું ધર્મને ખોઈ બેઠો છે.
રાજા બોલ્યો-'હે મહાપક્ષી,આ પંખી તારા ડરથી મારા શરણે આવ્યું છે,તેનો ત્યાગ કરવો એ નિંદાપાત્ર છે,
બ્રાહ્મણોનો કે શરણે આવેલાને ત્યજવાનું પાપ ગાયોના વધ સરખું જ ગણવામાં આવે છે' (6)
Feb 11, 2024
Madi Taru Kanku Kharyu-with Lyrics in gujarati,By Asha Bhosle and Osman Mir-માડી તારુ કંકુ ખર્યું
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારલાને મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
-: અવિનાશ વ્યાસ
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા
વરસો વહી ગયા-By-અનિલ શુક્લ
ખોળવાનો ક્યાં હતો 'તે'ને? માત્ર ઓળખવાની જ જરૂર હતી,
છતાં એ સફર લાંબી કરી દીધી,ને વરસો જિંદગીના વહી ગયા !
અશક્ય તો ક્યાં કશુંય છે? નાસમજ થઇ ખોટી જ મહેનત કરી,
પણ,જે શક્ય જ હતું,તેને પામવામાં વરસો જિંદગીના વહી ગયા.
લાખ ચાહ્યું હતું કે દોડીને પહોંચી જઈશ,ને પામી લઈશ 'તે'ને,
પણ,પ્રારબ્ધમાં ચાલવાનું જ હતું? ને વરસો જિંદગીના વહી ગયા.
દૂર તો 'તે' ક્યાં હતો? ને તેથી જ તો મંજિલ ક્યાં દૂર હતી?
મને જ પામવામાં,જિંદગીના મારા જ અનુપમ વરસો વહી ગયા.
ખોળતા હતા મારા નયનો,અધીર બની જે અનંતને,'તે'તો,આવી,
નયનોમાં જ બેઠો હતો,ઓળખવામાં વરસો જિંદગીના વહી ગયા.
અનિલ મે,23,2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-423
અધ્યાય-૧૩૦-તીર્થનિર્દેશ તથા બાજ અને હોલાનું આખ્યાન
II लोमश उवाच II इह मर्त्यातनुस्त्यत्तवा स्वर्ग गच्छन्ति भारत I मर्तुकामा नरा राजन्निहायान्ति सहस्त्रशः II १ II
લોમશ બોલ્યા-'હે ભારત,અહીં શરીર છોડીને માણસો સ્વર્ગમાં જાય છે,તેથી અહીં મરણ પામવાની ઈચ્છાથી હજારો માનવો આવે છે.પૂર્વે યજ્ઞ કરતા દક્ષે આવો આશીર્વાદ છોડ્યો છે 'જે મનુષ્યો અહીં મૃત્યુ પામશે
તેઓ સ્વર્ગજિત થશે' હે પૃથ્વીનાથ,આ રમણીય સરસ્વતી નદી છે,આ દિવ્ય ઓઘવતી નદી છે
અને આ સરસ્વતીનું વિનશન તીર્થ છે.આ નિષાદદેશનું દ્વાર છે.'આ નિષાદો,રખેને મને ઓળખી કાઢે'
એવા વિચારથી તે નિષાદોના દોષને લીધે સરસ્વતી પૃથ્વીમાં પેસી ગઈ છે (4)
Feb 10, 2024
Sukku Mevad-By Aishvarya-with lyrics in Gujarati-સૂક્કું મેવાડ
કવિ - જતીન બારોટ સ્વર - ઐશ્વર્યા મજમુદાર સંગીત - રથિન મહેતા
સૂક્કું મેવાડ એક આંખથી વહે, ને બીજી આંખેથી ભીનું ચિત્તોડ,
કે મને શ્યામનાં તે જાગ્યાં છે કોડ.
ધોળીને દખ અમે પીધાં છે વખ, કે શ્યામ સંગ જાવું મારે પરદેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.
તારા મેવાડમાં રાત અને દિ' મેરો ગિરિધર ગોપાલ મુને સાંભરે,
સાંઢણીનાં મોઢેથી કોણ જાણે કેમ, મને સંભળાઅ ગાયોની વાંભ રે,
દ્વારિકામાં સોનાના અજવાળા હોય, મારી અંધારી ઘોર છે રવેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.
સંતોની સંગ મારે કરવો સત્સંગ, ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ, જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી, હવે બાકીમાં ગોપી છે શેષ.
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.
અસ્તિત્વ-By-અનિલ શુક્લ
એક લહેર ઉઠી આનંદની,સંગીતની સુરાવલી વહી રહી ક્યાંથી?
અસંગ થઇ બેઠો હતો,અગમ્ય ફૂલોની સુગંધ વહી રહી ક્યાંથી?
શું એકલા પર્વતના પથ્થરને ચીરીને ઝરણું તો નથી વહી રહ્યું?
કે પછી,વિરાન રણમાં ફૂલોની ચમક ઉઠી ને સુગંધ વહી રહી?
વરસોની તન્હાઈ તૂટી,કોઈ નવો રંગ ખીલી રહ્યો અંધારી રાતમાં,
હું-પણું ભુલાઈ ગયું,ને અસ્તિત્વ મારુ,તારામાં સમાઈ ગયું લાગે.
અનિલ
જુલાઈ,18,2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-422
અધ્યાય-૧૨૯-પવિત્ર સ્થાનોનું વર્ણન
II लोमश उवाच II अस्मिन्किल स्वयं राजन्निष्टवान वै प्रजापतिः I सत्रमिष्टिकृतं नाम पुरा वर्षसहस्त्रकम् II १ II
લોમશ બોલ્યા-'હે રાજન,આ જ સ્થળે.પૂર્વે પ્રજાપતિએ પોતે એક હજાર વર્ષ ચાલે એવો ઇષ્ટિકૃત નામનો એક યજ્ઞ કર્યો હતો.વળી,નાભાગના પુત્ર અંબરીષે પણ અહીં યજ્ઞ કર્યો હતો ને દશ હજાર ગાયોનું દાન કરીને તે પરમસિદ્ધિને પામ્યો હતો.અમાપ તેજવાળા ને ઇન્દ્રની સાથે સ્પર્ધા કરનારા નહુષપુત્ર યયાતિનો આ દેશ છે.ને આ તેની યજ્ઞભૂમિ છે.અનેક પ્રકારના આકારવાળી અને અગ્નિવેદીઓથી ભરાઈ ગયેલી આ ભૂમિ જુઓ.
Feb 9, 2024
Shri krishna govind hare murari-by Govind Bhargav-ગુજરાતી શબ્દો સાથે
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા
ભૂલ કોની?-By-અનિલ શુક્લ
ફૂલમાં વસી રહ્યો તું,દર્શાવ્યું તારું રૂપ,ને આકર્ષણ કર્યું રૂપથી,
નયન બનીને,નયનોથી જ તો કર્યું હતું,તેં તારા સંગનું નિમંત્રણ,
પણ,અસંગ બની,સમાધિમાં બંધ કર્યા નયનો,તો ભૂલ કોની?
તારી જ બનાવેલી માયામાં તો તું વસી રહ્યો જ હતો ને પ્રભુ ?
પીઠ ફેરવી લીધી ને ના સાંભળી તારી પુકારને,તો ભૂલ કોની?
અનિલ
ઓગસ્ટ,12,2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-421
અધ્યાય-૧૨૮-સોમકને સો પુત્રોની પ્રાપ્તિ ને પાપનું ફળ
II सोमक उवाच II ब्रह्मन्यद्यद्ययाकार्य तत्कुरुष्व तथा तथा I पुत्रकामतया सर्व करिष्यामि वचस्तव II १ II
સોમક બોલ્યો-'હે બ્રહ્મન,જે જે કર્મ જેમ કરવાનું હોય તે કર્મ તે પ્રમાણે કરો.
પુત્રની ઈચ્છાથી હું તમારું સઘળું કહેલું કરીશ.
લોમશ બોલ્યા-'પછી,તે ઋત્વિજે સોમકને તે (પુત્ર) જંતુથી યજ્ઞ કરાવવા માંડ્યો.પુત્ર પ્રત્યે દયાથી ભરાયેલી માતાઓ પોતાના તે પુત્રને બળપૂર્વક ખેંચી રાખવા લાગી ને કરણ સ્વરે કલ્પાંત કરવા લાગી.તે ચીસો પાડતી માતાઓ પાસેથી તે ઋત્વિજે,જંતુને ખેંચી,તેને કાપી નાખીને તેની ચરબીનો હોમ કરવા લાગ્યો.ત્યારે તેના વ્યાપેલા ધુમાડાની ગંધથી સર્વ માતાઓ વ્યાકુળ થઈને ધરતી પર ઢળી પડી.ને તે ધૂમાડાથી તેમને ગર્ભ રહ્યા.
Feb 8, 2024
Odhaji Mara Vahalane vadhine-By Lata-With Lyrics in Gujarati-ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા
ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
બેમુકામ-By-અનિલ શુક્લ
ભોગ-ત્યાગ-માયાની ઉલઝનો બહુ મોટી બનાવી છે,પ્રભુ
હર કદમે,તારી માયાના જ સૌંદર્યને જોતા ઉલ્ઝનમાં રહ્યા.
હજારો રસ્તાઓ હતા,મુસીબતો હતી ને હજારો મુકામો હતા,
પણ,છેવટે આખરી બેમુકામ પર,પહોંચાડી દીધા,તેં જ પ્રભુ,
અનિલ
8-15-2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-420
અધ્યાય-૧૨૭-જંતુનું આખ્યાન
II युधिष्ठिर उवाच II कथं वीर्यः राजाSभुत्सोमको वदतां वर I कर्माण्यस्य प्रभावं च श्रोतुमिच्छामि तत्वतः II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'તે સોમક રાજા કેવો પરાક્રમી હતો?હું એનાં કાર્યો તથા એના પ્રભાવને યથાર્થ સાંભળવા ઈચ્છું છું'
લોમશ બોલ્યા-'ત્યારે સોમક નામે એક ધાર્મિક રાજા હતો,તેને એકસરખી સો પત્નીઓ હતી.તેને લાંબા સમય સુધી તે સ્ત્રીઓથી એકે પુત્ર થયો નહોતો.પણ તે વૃદ્ધ થયો ત્યારે યત્ન કરતાં તેને જંતુ નામે એક પુત્ર જન્મ્યો હતો,
.તેથી તે સર્વ માતાઓ સર્વ કામ છોડીને તે જંતુને વીંટાઇને બેસી રહેતી હતી.








