This book is for Archive and online reading only-not downloadable
Jul 1, 2016
Atharv Ved-Subodh Anuvad Sathe-Part-2-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Atharv Ved-Subodh Anuvad Sathe-Part-1-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-545
આ સઘળું વિશાળ જગત આત્માનું જ રૂપ છે,માટે જ્ઞાની પુરુષ-તેમાં કઈ વસ્તુને ત્યાજ્ય કે ગ્રાહ્ય માને? અને કઈ વસ્તુને ઈચ્છે? પૃથ્વીમાંથી પાંદડા ના અંકુર જેવા-જે જે વિષયો થાય છે-જે જે વિષયો થશે અને જે શબ્દાદિ વિષયો છે, તે સઘળા વિષયો-પણ-તત્વવેત્તાપુરુષોની દ્રષ્ટિમાં તો બ્રહ્મ-રૂપ જ છે.
Jun 30, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-544
એ જ્ઞાન પોતે બ્રહ્માકાર તથા ભેદના બાધ-રૂપ હોવાને લીધે,બ્રહ્મથી જુદું -ના હોય એવું હોય છે.
હે રામ,વિવેક-વિચારથી થયેલું આત્મજ્ઞાન જ જ્ઞાન કહેવાય છે-એવો પંડિતો નો સિદ્ધાંત છે.અને જેમ મધુર-પણું દુધની અંદર રહે છે-તેમ,આત્મા એ જ્ઞાનની અંદર જ રહે છે.
જ્ઞાનથી ભરપૂર પ્રકાશવાળો પુરુષ,સર્વદા આત્મામય જ રહે છે.
Jun 28, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-542
હે રામ, માટે વિવેકી પુરુષે પુરુષ-પ્રયત્ન કરી ,ભોગોની ઈચ્છા ને દૂર ત્યજી દઈને,
તત્વજ્ઞાન,ચિત્ત (મન) અને વાસના નો ક્ષય-એ ત્રણે ના સંપાદનનો સામટો જ અભ્યાસ કરવો જોઈએ.જ્યાં સુધી,આ ત્રણેના સંપાદનનો,સામટી રીતે,વારંવાર અભ્યાસ ના થયો હોય,ત્યાં સુધી સેંકડો વર્ષો વીતી જતા પણ બ્રહ્મપદ ની પ્રાપ્તિ થતી નથી.
Jun 26, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-540
કેટલાએક કહે છે કે-"કાળ જ જગતનું કારણ છે" કેટલાએક કહે છે કે "પરમાણુઓ જ જગતનું કારણ છે" અને કેટલાએક કહે છે કે "જાતિ જ જગતનું કારણ છે" પણ તમે કાળને,પરમાણુને કે જાતિને કારણ નહિ માનતાં,સમષ્ટિ સત્તા (એકતા વળી સત્તા) ને (ઈશ્વરને) જ જગતનું કારણ માનીને તેની ભાવના કરો.જો કે કાળ,પરમાણુ અને જાતિ-પણ તેમના જડ-ભાગને કાઢી નાખતાં,બ્રહ્મ-રૂપ જ છે-છતાં પણ-તેઓ-દૃશ્ય-ભાગે-ભેદ-વાળાં હોવાથી,તે વાસ્તવિક નથી.
Jun 25, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-539
નિર્વિકલ્પ સમાધિ કરવાથી,સઘળી વાસનાઓ વિનાનો બ્રહ્માકાર વૃત્તિ-રૂપી મોટો આનંદ ઉદય પામે છે,કે જે આનંદમાં જીવનમુક્ત પુરુષો સર્વદા રહે છે. જીવનમુક્ત પુરુષનો એ બ્રહ્માકાર-વૃત્તિ-રૂપ આનંદ,પણ વિદેહમુક્તિના સમયમાં જીવનમુક્તિની સાથે સાથે જ-પરબ્રહ્મ માં લીન થઇ જાય છે.જગતના જગત-રૂપે દર્શનનો ત્યાગ કરનારો મહા-સુખી જીવનમુક્ત પુરુષ ચાલતાં,બેસતાં કે વિષયોનું ગ્રહણ કરતાં પણ એ બ્રહ્માકાર-વૃત્તિ-રૂપી આનંદથી યુક્ત રહે છે-માટે,તે ચેતન,એકરસ અને પૂર્ણાનંદ-રૂપ કહેવાય છે.
Jun 23, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-537
જીવનમુક્તનું ચિત્ત (ભલે) વૃત્તિવાળું હોય પણ,અંદર રાગ-દ્વેષથી રહિત હોવાને લીધે,શીતળ જ રહે છે,માટે તે ચિત્ત હોવા છતાં-તે (ચિત્ત) નથી એમ જ કહેવાય છે.
જેને વિષય-રસોની ઉત્કંઠાપૂર્વક સ્મરણથી થતો રાગ જ ન હોય,તેનું ચિત્ત અચિત્ત-પણાને પામેલું કહેવાય છે,અને "સત્વ" કહેવાય છે.જેને પુનર્જન્મ આપનારી ઘાટી વાસના હોતી નથી.તે પુરુષ જીવનમુક્ત છે.
Jun 21, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-535
રામ કહે છે કે-જરા તથા મરણ-રૂપી ગાંઠોવાળી,સુખ-દુઃખ-રૂપી ફળોની પંક્તિઓ વાળી,અત્યંત દૃઢ મૂળોવાળી,અને મોહ-રૂપી જળથી સિંચાયા કરતી આ સંસૃતિ (જીવોની યોનિઓ રૂપે ગતિ) રૂપી,દ્રાક્ષની લતાનું બીજ કોણ છે અને બીજનું બીજ કોણ છે? અને એ બીજના બીજનું બીજ કોણ છે?હે મહારાજ,બોધની વૃદ્ધિને માટે અને જ્ઞાનના સારભૂત-બ્રહ્મ-પણા-ની સિદ્ધી ને માટે આપ ફરીથી મને આ સઘળું જ્ઞાન-સાર-રૂપે સંક્ષેપમાં કહો.
Jun 20, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-534
જેમ,પર્વતને શ્વાસના પવનો ડોલાવી શકતા નથી,તેમ,જે ધીર પુરુષને,
સુખ-દુઃખોની દશાઓ- આત્માના અનુસંધાનમાંથી દૂર કરી શકે નહિ-તેના ચિત્તને નષ્ટ થઇ ગયેલું સમજવું.
સુખ-દુઃખોની દશાઓ- આત્માના અનુસંધાનમાંથી દૂર કરી શકે નહિ-તેના ચિત્તને નષ્ટ થઇ ગયેલું સમજવું.
"આ દેહ હું છું,અને દેહથી ન્યારું જે સર્વ છે-તે હું નથી"
એવી રીતની ભાવના જે પુરુષને નીચ ન કરી નાખે-તેનું ચિત્ત નષ્ટ થઇ ગયેલું કહેવાય.
આપદા (મુશ્કેલીઓ),કંગાળપણું,ઉત્સાહ,મદ,માંદાપણું,અને મહોત્સવ-
જેના મુખ ના વર્ણને (ફેરફારને) દબાવી શકે નહિ,તેના ચિત્તને નષ્ટ થયેલું સમજવું.
Jun 19, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-533
હે રામ,માટે તત્વવેત્તાઓનો જીવાત્મા પ્રારબ્ધના અવશેષ રહેલા ભોગોને જયારે અકસ્માત ભોગવવાને ધારે છે-ત્યારે જે જે ઈચ્છે છે તે તુરત જ કરી શકે છે,વીતહવ્યના જીવાત્માએ,કાકતાલીય રીતિથી તે સમયે જીવવાનું જ ધાર્યું હતું,તેથી તેણે જીવનને જ તુરત દૃઢ કરી દીધુ હતું.
જ્યારે પ્રારબ્ધના ભોગ પૂરા થઇ રહેતાં,તેમના જીવાત્માએ વિદેહમુક્તિની ધારણા કરી,ત્યારે તે જીવાત્મા વિદેહમુક્ત થઇ ગયો-કેમ કે તેની સ્થિતિ સ્વતંત્ર હતી.
Jun 18, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-532
આ રીતે જ યોગીનું શરીર કે જે રાગ-દ્વેષ-વિનાના જીવન વિલાસ-વાળું હોય છે-તેના પર જયારે હિંસક પ્રાણીઓનું ચિત્ત પડે છે-ત્યારે તે પ્રાણીઓનું ચિત્ત પણ તુરત જ રાગ-દ્વેષથી રહિત થઇ જાય છે,
માટે હિંસક પ્રાણીઓ યોગીના શરીરને કંઈ અડચણ કરતા નથી.
અને એજ પ્રાણી તે યોગીના શરીરથી દુર જાય છે ત્યારે તે ફરીથી હિંસકપણા ને પ્રાપ્ત થાય છે,
કેમ કે,જેવા પ્રકારનો પદાર્થ જોવામાં આવે તે પ્રકારે જ ચિત્ત થઈ જાય છે.આ જ કારણથી હિંસક પ્રાણીઓએ વીતહવ્યના શરીરને છેદી નાખ્યું નહોતું.
Jun 17, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-531
સિદ્ધિઓ કે સિદ્ધિઓ મેળવવાની યુક્તિઓ,કે શક્તિઓ-એ કોઈ પણ-પરમાત્માની પદવીની પ્રાપ્તિમાં સહાય-રૂપ થનાર નથી.જે પુરુષને કોઈ પ્રકારની ઈચ્છા હોય -તે જ સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે.
પણ આત્મજ્ઞાની તો પૂર્ણ જ હોય છે માટે તેને કોઈ પણ પદાર્થમાં કે ક્યાંય પણ કશી ઈચ્છા જ હોતી નથી,કે જે ઇચ્છાથી તે સિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરે.
Jun 16, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-530
વળી, હે રામ,આત્મજ્ઞાન વિનાનો-અમુક્ત-મનુષ્ય પણ ઔષધ આદિ પદાર્થોની શક્તિથી,મંત્રોની શક્તિથી,કે યોગાભ્યાસ-આદિ ક્રિયાઓથી આકાશમાં ગતિ કરવી-વગેરે સિદ્ધિઓ મેળવે છે.
આ સિદ્ધિઓ તુચ્છ પદાર્થો જ છે.માટે આત્મજ્ઞાની ને તેની ઈચ્છા થવી સંભવે જ નહિ.
આત્મજ્ઞાની પુરુષ પોતાને બ્રહ્મતત્વ પ્રાપ્ત થયેલું હોવાને લીધે,પોતાથી પોતાનામાં જ તૃપ્ત હોય છે,માટે તે પુરુષ અજ્ઞાનથી કલ્પેલી,સિદ્ધિઓ-રૂપી તુચ્છ ફળોને ઈચ્છે જ નહિ અને તેને અનુસરે પણ નહિ.જગત સંબંધી જે જે પદાર્થો છે તે સઘળા અવિદ્યામય જ છે-માટે જેણે અવિદ્યા છોડી દીધેલી છે,એવો આત્મવેત્તા પુરુષ એ પદાર્થોમાં આસક્ત થાય જ કેમ?
Jun 15, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-529
વસિષ્ઠ કહે છે કે-"વીતહવ્યે પોતાના હૃદયમાં અનુભવેલા,સંકલ્પમય જગતની અંદરના સૂર્યના "પિંગલ" નામના પાર્ષદે,આ જગતની પૃથ્વીની અંદર રહેલા તે મુનિનું શરીરનું બહાર કાઢવું કેમ સંભવે?" કે, "સ્વપ્નની કોદાળીથી જાગ્રત ની પૃથ્વી ખોદાવી સંભવે કેવી રીતે?"
એવી કોઈ શંકા રાખશો નહિ,કેમ કે,વીતહવ્ય ના જીવાત્માએ જે સંકલ્પમય જગતનો અનુભવ કર્યો હતો,તે આ જગત હતું કે જે આપણા જોવામાં આવે છે.આપણી આંખોથી જોવામાં આવે એવા જે,વીતહવ્ય મુનિ હતા,તે આપણું "મન" જ હતું.કેમ કે આપણું મન જ "તું અને હું" વગેરે રૂપે દેખાય છે.જે મન છે તે જ આ સઘળું જગત છે.માટે તેમાં ભિન્ન-કે અભિન્ન-પણું શું હોય?
Subscribe to:
Posts (Atom)