ભીષ્મે કહ્યું-'હે બ્રહ્મન,આગળ એણે જ મને કહ્યું હતું કે તે શાલ્વ પર પ્રીતિવાળી છે,ને તેથી મેં તેને જવાની આજ્ઞા આપી હતી,ને તે શાલ્વ પ્રતિ ચાલી ગઈ,તેમાં મારો શો દોષ? હું ભયથી,દયાથી,ધનલોભથી અથવા કામનાથી ક્ષાત્રધર્મનો ત્યાગ નહિ કરું.'
પરશુરામે કહ્યું-'હે ભીષ્મ,તું મારા કહેવા પ્રમાણે નહિ કરે તો આજે હું અમાત્યો સહિત તારો નાશ કરીશ'
ભીષ્મે કહ્યું-'હે ભગવન,હું તમારા પ્રત્યે ગુરૂભાવને વિચારીને તમને પ્રાર્થના કરું છું-મેં એકવાર આ કન્યાનો ત્યાગ કર્યો છે એટલે તેને હું સ્વીકારીશ નહિ.હું સ્વધર્મનો ત્યાગ કરીશ નહિ.માટે તમે પ્રસન્ન થાઓ,ક્રોધ કરો કે તમારે જે કરવું હોય તે કરો.





