અધ્યાય-૧૭૯-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ
II भीष्म उवाच II तमहं स्मयन्निव रणे प्रत्यभाषं व्यवस्थितम् I भूमिष्ठं नोत्सहे योद्धुं भवंतं रथमास्थितः II १ II
ભીષ્મે કહ્યું-પછી,રણભૂમિ પર સ્થિર થઈને ઉભા રહેલા પરશુરામને મેં કંઈક ગર્વિત વાણીથી કહ્યું કે-'રથમાં બેઠેલો હું,ભૂમિ પર ઉભા રહેલા એવા તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતો નથી,માટે હે રામ,તમે જો મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હો તો,શરીર પર બખ્તર ધારણ કરો ને રથમાં વિરાજો' તે સાંભળી પરશુરામ બોલ્યા કે-'હે ભીષ્મ,પૃથ્વી મારો રથ છે,વેદો મારા ઘોડાઓ છે,વાયુ મારો સારથિ છે અને વેદમાતાઓ (ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી)મારુ બખ્તર છે.આમ કહીને તેમણે મને મોટા બાણસમૂહથી ચારે બાજુથી ઢાંકી દીધો.





