અધ્યાય-૧૦-યુગ પ્રમાણે આયુષ્યનું વર્ણન
II धृतराष्ट्र उवाच II भारतस्यास्य वर्षस्य तथा हैमवतस्य च I प्रमाणमामुषः सुत बलं चापि शुभाशुभं II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સૂત,આ ભારતવર્ષ,હૈમવત,અને હરિવર્ષ-આ ત્રણે ખંડના લોકોનાં આયુષ્યનું
પ્રમાણ અને બળ તથા ભૂત,ભવિષ્ય અને વર્તમાન કાળનું શુભાશુભ એ સર્વ તું મને વિસ્તારથી કહે.
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,ભારતવર્ષમાં સત્ય(કૃત),ત્રેતા,દ્વાપર અને કળિ-એવા (ક્રમથી થતા) ચાર યુગો છે.એમાં સત્યયુગમાં મનુષ્યોનું આયુષ્ય ચાર હજાર વર્ષ,ત્રેતાયુગમાં ત્રણ હજાર વર્ષ અને દ્વાપરયુગમાં બેહજાર વર્ષનું છે.કળિયુગમાં મનુષ્યોના આયુષ્યનું કોઈ ઠેકાણું નથી,કારણકે કળિયુગના મનુષ્યો ગર્ભમાં પણ મરે છે ને ઉત્પન્ન થઈને પણ મરે છે.(7)