Jul 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-873

 

અધ્યાય-૨૫-અર્જુનવિષાદ યોગ(શ્રીમદ ભગવદ્ ગીતા)


II नीलकंठ II प्रणम्य भगवत्पादान श्रीधरादिश्च सदगुरून I संप्रदायानुसारेण गीताव्याख्यां समारभे II १ II

હું નીલકંઠ,શ્રી શંકરાચાર્યને તથા શ્રીધર આદિ સદ્દગુરુઓને પ્રણામ કરીને,સંપ્રદાયને અનુસરતું ગીતાનું વ્યાખ્યાન આરંભું છું.

શ્રી મહાભારતમાં સર્વ વેદોના અર્થનો સમાવેશ કરેલો છે અને મહાભારતના અર્થનો ગીતામાં સમાવેશ કરેલો છે,માટે ગીતાને સર્વ શાસ્ત્રમય માણેલી છે(2)કર્મ,ઉપાસના અને જ્ઞાન-આવા ભેદથી આ ગીતશાસ્ત્ર ત્રણ કાંડના સ્વરૂપવાળું છે,અને વળી બીજા કેટલાક આચાર્યો માને છે કે-ગીતામાં કર્મકાંડ અને ઉપાસનાકાંડ એ બે જ કાંડો આવે છે.(જ્ઞાનકાંડ નહિ)(3)

Jul 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-872

 

અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ 


II धृतराष्ट्र उवाच II केषां प्रद्रष्टास्त्रत्राग्रे योधा युध्यंति संजय I उदग्रमनसः के वा के वा दीना विचेतस: II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,આ હૃદયને કંપાવી નાખે એવા યુદ્ધમાં પ્રથમ કોના યોદ્ધાઓ મોટા આનંદથી યુદ્ધ કરતા હતા?

કોના મન ઊંચાં થઇ ગયાં હતાં? પ્રથમ કોણે પ્રહાર કર્યો હતો? કોની સેનામાં સુગંધ પ્રસરતી હતી અને પુષ્પો 

તાજાં દેખાતાં હતાં? કયા પક્ષના ગર્જના કરતા યોદ્ધાઓની શુભ વાણી નીકળતી હતી?

Jul 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-871

 

અધ્યાય-૨૩-દુર્ગાસ્તોત્ર 


 II संजय उवाच II धार्तराष्ट्रबलं द्रष्टा युद्धाय समुपास्थितम् I अर्जुनस्य हितार्थाय कृष्णो वचनमब्रवीत II १ II

સંજયે કહ્યું-દુર્યોધનના સૈન્યને યુદ્ધ માટે આવી પહોંચેલું જોઈને શ્રીકૃષ્ણ અર્જુનના હિત માટે,તેને કહેવા લાગ્યા કે-

'હે મહાબાહુ,તું પવિત્ર સંગ્રામભૂમિની સન્મુખ ઉભો રહીને શત્રુઓના પરાજય માટે દુર્ગાસ્તોત્રનો પાઠ કર'

ત્યારે અર્જુન રથમાંથી ઉતરીને બે હાથ જોડીને દુર્ગાસ્તોત્ર ભણવા લાગ્યો 

Jul 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-870

 

અધ્યાય-૨૨-પાંડવ સૈન્યનું વર્ણન


II संजय उवाच II ततो युधिष्ठिरो राज स्वां सेनां समनोदयत् I प्रतिव्युहन्ननिकानि भीष्मस्य भरतर्षभ II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,તે પછી,યુધિષ્ઠિરે,ભીષ્મની સેના સામે વ્યૂહરચના માટે પોતાની સેનાને આજ્ઞા કરી.ત્યારે અર્જુને સેનાને 

તેમના ઉદ્દેશ મુજબ વ્યૂહરચનામાં ગોઠવી.સૈન્યના મધ્યમાં અર્જુને રક્ષેલા શિખંડીનું સૈન્ય હતું.ભીમસેનથી રક્ષાયેલો ધૃષ્ટદ્યુમ્ન સૈન્યના મોખરામાં હતો.સાત્યકિએ દક્ષિણ તરફના સૈન્યનું રક્ષણ કર્યું હતું.

Jul 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-869

 

અધ્યાય-૨૧-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ 


II संजय उवाच II बृहतीं धार्त्राष्ट्रस्य सेनां द्रष्टा समुद्यता I विषादमगमद्राजा कुन्तीपुत्रो युधिष्ठिरः II १ II

સંજ્યાએ કહ્યું-દુર્યોધનની મોટી સેનાને યુદ્ધ કરવા તત્પર થયેલી જોઈને,કુંતીપુત્ર યુધિષ્ઠિર ખેદ પામ્યા.ભીષ્મે રચેલા અભેદ્ય નામના વ્યુહને જોઈને તેઓ ફીક્કા પડી ગયા અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે ધનંજય,ભીષ્મપિતામહથી રક્ષિત કૌરવોના આ સૈન્ય સાથે સંગ્રામમાં આપણે કેવી રીતે યુદ્ધ કરી શકીશું? ભીષ્મે શાસ્ત્રોક્ત વિધિ વડે આ અડગ અને અભેદ વ્યૂહ રચ્યો છે,હું સંશયમાં છું કે આ મહાવ્યૂહ આગળ આપણો જય કેવી રીતે થશે?(5)

Jul 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-868

 

અધ્યાય-૨૦-સૈન્યવર્ણન 


II धृतराष्ट्र उवाच II सूर्योदये संजय के नु पूर्व युयुत्सवो हृष्यमाणा इवासन I 

मामका वा भीष्मनेत्राः समीपे पांडवा वा भीमनेत्रानदानिम II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,સૂર્યોદય થયો ત્યારે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઉત્સુક થઈને પ્રથમ કોણ આગળ આવ્યા હતા?

કયી સેના તરફ ચંદ્ર,સૂર્ય અને વાયુ અશુભસૂચક હતા? કયી સેના તરફ પશુઓ અમંગળ શબ્દ કરતાં હતાં? અને 

કયી સેનાપક્ષના યુવાનોનો મુખનો રંગ પ્રસન્ન હતો?તે સઘળું તું મને યથાર્થ રીતે કહે.