અધ્યાય-૩૫-વિશ્વરૂપ દર્શન (ગીતા-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ)
अर्जुन उवाच--मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥१॥
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥२॥
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥३॥
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥४॥
અર્જુન કહે छे-હે ભગવાન,મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.હે કમળ નયન,આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી
સાંભળ્યા છે તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.હે પરમેશ્વર,આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે
યથાર્થ જ છે.પરંતુ હે પુરુષોત્તમ,હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.હે પ્રભો,તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો હે યોગેશ્વર,તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪)

