Aug 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-900

 

संजय उवाच--एतच्छ्रुत्वा  वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।

नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥३५॥

સંજય કહે છે-ભગવાન કેશવના આ વચનો સાંભળી,બે હાથ જોડી,સંભ્રમથી કંપતો,મનમાં અત્યંત ભયભીત થતો 

અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)  

Aug 16, 2025

Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ

Image result for janmashtami
શ્રાવણ માસ, કૃષ્ણપક્ષની અષ્ટમી (આઠમ) છે.
ને આજે પરમાત્માનું જગતમાં પ્રાગટ્ય થવાનું છે.
અંતઃકરણની શુદ્ધિ થાય,ત્યારે ભગવાન અંદર પ્રગટે છે.
પણ આજે તો પ્રભુ –બહાર પ્રગટ થવાના છે.
એટલે સમષ્ટિ અને અષ્ટધા પ્રકૃતિની આજે શુદ્ધિ થઇ છે.

સમય(કાળ),દિશાઓ,ધરતી,જળ-વગેરે (પંચમહાભૂતો)
આજે આનંદમાં છે. કમળ મધ્ય-રાત્રિએ ખીલતાં નથી,
પણ આજે –પ્રભુ નું આગમન થવાનું છે,તેથી –તે ખીલ્યાં છે.
મેઘો, આજે આનંદમાં ગડગડાટ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-899

 

अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥१९॥

द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥२०॥

હે વિભુ,આપનો આદિ,મધ્ય કે અંત નથી,અનંત શક્તિવાળા,અનંત બાહુવાળા,ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા,પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું.(૧૯)

હે મહાત્મન ! આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ  આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને અતિ ઉગ્રરૂપને જોઇને ત્રણેલોક  અત્યંત ભયભીત બની ગયંl   છે.(૨૦)

Aug 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-898

 

 અધ્યાય-૩૫-વિશ્વરૂપ દર્શન (ગીતા-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ)


अर्जुन उवाच--मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥१॥

भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥२॥

एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥३॥

मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥४॥

અર્જુન કહે छे-હે ભગવાન,મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.હે કમળ નયન,આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી 

સાંભળ્યા છે તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.હે પરમેશ્વર,આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે 

યથાર્થ જ છે.પરંતુ હે પુરુષોત્તમ,હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.હે પ્રભો,તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો હે યોગેશ્વર,તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪) 

Aug 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-897

 

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥२१॥

वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥२२॥

હે પાર્થ,અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું. પ્રકાશવંતોમાં સૂર્ય હું છું.ઓગણપચાસ 

વાયુદેવતાઓમાં મરીચિ નામનો વાયુદેવ હું છું અને નક્ષત્રોમાં નક્ષત્રાધીપતિ ચંદ્રમા હું છું.

વેદોમાં સામવેદ હું છું,દેવોમાં ઇન્દ્ર હું છું,ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.(૨૨)

Aug 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-896

 

અધ્યાય-૩૪-વિભુતિયોગ(ગીતા-૧૦-વિભૂતિયોગ)


भूय एव महाबाहो शृणु मे परमं वचः ।यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१॥

શ્રી ભગવાન કહે છે-હે મહાબાહો,ફરીથી તું મારા પરમ વચનો સાંભળ.તને મારા ભાષણથી 

સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.(૧)