श्री भगवानुवाच--मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥४७॥
न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।एवंरूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥४८॥
શ્રીભગવાન કહે છે-હે અર્જુન,તારા પર પ્રસન્ન થઈને,મેં મારા આત્મયોગના સામર્થ્યથી તને મારું આ પરમ તેજોમય,
સમસ્ત,વિશ્વરૂપ,અનંત,અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)
હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી,દાન વડે,ક્રિયા કર્મ વડે અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ
આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮)

