Aug 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-903

 

अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१३॥

संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१४॥

જે સર્વ ભૂતો(પ્રાણીઓ)નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વનો મિત્ર છે,જે કરુણામય છે,જે મમતા રહિત છે,જે અહંકાર રહિત છે,

જે સુખ દુઃખમાં સમાન ભાવ રાખે છે,જે ક્ષમાવાન છે,જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,

જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)

Aug 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-902

 

અધ્યાય-૩૬-ભક્તિયોગ(ગીતા-૧૨-ભક્તિ યોગ)


अर्जुन उवाच--एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१॥

અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે, 

અને જે લોકો આપની નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે,તે બંનેમાં શ્રેષ્ઠ યોગવેતા કોણ? (૧)

Aug 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-901

 

श्री भगवानुवाच--मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।

तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥४७॥

न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।एवंरूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥४८॥

શ્રીભગવાન કહે છે-હે અર્જુન,તારા પર પ્રસન્ન થઈને,મેં મારા આત્મયોગના સામર્થ્યથી તને મારું આ પરમ તેજોમય,

સમસ્ત,વિશ્વરૂપ,અનંત,અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)

હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી,દાન વડે,ક્રિયા કર્મ વડે  અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ 

આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮) 

Aug 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-900

 

संजय उवाच--एतच्छ्रुत्वा  वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।

नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥३५॥

સંજય કહે છે-ભગવાન કેશવના આ વચનો સાંભળી,બે હાથ જોડી,સંભ્રમથી કંપતો,મનમાં અત્યંત ભયભીત થતો 

અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)  

Aug 16, 2025

Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ

Image result for janmashtami
શ્રાવણ માસ, કૃષ્ણપક્ષની અષ્ટમી (આઠમ) છે.
ને આજે પરમાત્માનું જગતમાં પ્રાગટ્ય થવાનું છે.
અંતઃકરણની શુદ્ધિ થાય,ત્યારે ભગવાન અંદર પ્રગટે છે.
પણ આજે તો પ્રભુ –બહાર પ્રગટ થવાના છે.
એટલે સમષ્ટિ અને અષ્ટધા પ્રકૃતિની આજે શુદ્ધિ થઇ છે.

સમય(કાળ),દિશાઓ,ધરતી,જળ-વગેરે (પંચમહાભૂતો)
આજે આનંદમાં છે. કમળ મધ્ય-રાત્રિએ ખીલતાં નથી,
પણ આજે –પ્રભુ નું આગમન થવાનું છે,તેથી –તે ખીલ્યાં છે.
મેઘો, આજે આનંદમાં ગડગડાટ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-899

 

अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥१९॥

द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥२०॥

હે વિભુ,આપનો આદિ,મધ્ય કે અંત નથી,અનંત શક્તિવાળા,અનંત બાહુવાળા,ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા,પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું.(૧૯)

હે મહાત્મન ! આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ  આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને અતિ ઉગ્રરૂપને જોઇને ત્રણેલોક  અત્યંત ભયભીત બની ગયંl   છે.(૨૦)