Aug 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-908

 

અધ્યાય-૩૯-પુરુષોત્તમ-યોગ (ગીતા-૧૫-પુરુષોત્તમ-યોગ)


श्री भगवानुवाच--ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१॥

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥२॥

શ્રી ભગવાન કહે છે-આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો 

કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે.જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવેત્તા છે.(૧)

તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે.શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.

નીચે મનુષ્યલોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)

Aug 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-907

 

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१८॥

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१९॥

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥२०॥

જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને તમોગુણી કનિષ્ટ ગુણમાં 

રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે 

અને પોતાના ગુણોને અતીત સમજે  છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને 

અતિક્રમી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)

Aug 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-906

 

અધ્યાય-૩૮-ગુણયત્રવિભાગયોગ(ગીતા-૧૪-ગુણયત્રવિભાગયોગ)


श्री भगवानुवाच--परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१॥

इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥२॥

શ્રીભગવાન કહે છે-જે જ્ઞાનને,જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે,તે,જ્ઞાનનો આશ્રય લઈને,

જે મારામાં એકરૂપ થઇ ગયા છે,તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)

Aug 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-905

 

प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥१९॥

कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥२०॥

ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ,તથા વિકારો અને ગુણોને 

પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.કાર્યકારણના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે.

સુખ-દુઃખોના ભોક્તાપણામાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે.(૨૦)

Aug 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-904

 

અધ્યાય-૩૭-જ્ઞાનકાંડ-ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ(ગીતા-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગયોગ)


अर्जुन उवाच--प्रकृति पुरुषं चैव क्षेत्रंक्षेत्रज्ञमेव च,एतद्वेदितुमिच्छामी ज्ञानंज्ञेयं च केशव I 

અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ,જ્ઞાન અને જ્ઞેય-આ બધા વિષે હું જાણવા ઈચ્છું છું.

(નોંધ-આ શ્લોક ક્ષેપક છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોકનો ઉમેરો કરવામાં આવે તો 

ગીતાના કુળ શ્લોકોની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોકને નંબર આપ્યો નથી)

Aug 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-903

 

अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१३॥

संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१४॥

જે સર્વ ભૂતો(પ્રાણીઓ)નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વનો મિત્ર છે,જે કરુણામય છે,જે મમતા રહિત છે,જે અહંકાર રહિત છે,

જે સુખ દુઃખમાં સમાન ભાવ રાખે છે,જે ક્ષમાવાન છે,જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,

જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)